વસીમ રિઝવીનો જમાત પર પ્રહાર, કહ્યું - મુસ્લિમ બાળકોને કટ્ટર બનાવે છે, પ્રતિબંધ લગાવવામાં આવે

News18 Gujarati
Updated: April 1, 2020, 5:47 PM IST
વસીમ રિઝવીનો જમાત પર પ્રહાર, કહ્યું - મુસ્લિમ બાળકોને કટ્ટર બનાવે છે, પ્રતિબંધ લગાવવામાં આવે
વસીમ રિઝવીનો જમાત પર પ્રહાર, કહ્યું - મુસ્લિમ બાળકોને કટ્ટર બનાવે છે, પ્રતિબંધ લગાવવામાં આવે

શિયા વક્ફ બોર્ડના ચેરમેન વસીમ રિઝવીએ કહ્યું - આ સંગઠનને દુનિયાના કટ્ટરપંથી અને આતંકી મુલ્લા ચલાવી રહ્યા છે

  • Share this:
લખનઉ : દિલ્હીના (Delhi) નિઝામુદ્દીન વિસ્તારમાં (Nizamuddin) તબલીગી જમાતના સેંકડો લોકો ભેગા થવા અને તેમાંથી ઘણા લોકો કોરોના પોઝિટિવ મળવા પર નિવેદનો યથાવત્ છે. શિયા વક્ફ બોર્ડના ચેરમેન વસીમ રિઝવીએ પોતાના એક નિવેદનમાં તબલીગી જમાતને મુસલમાનોનું એક ખતરનાક સમૂહ બતાવ્યું છે. જે આખી દુનિયામાં ઇસ્લામના પ્રચારના નામ પર મુસ્લિમ યુવકોને કટ્ટરપંથી બનાવે છે. રિઝવીએ કહ્યું હતું કે આ સંગઠનને દુનિયાના કટ્ટરપંથી અને આતંકી મુલ્લા ચલાવી રહ્યા છે. આના પૈસા આખી દુનિયામાં આ કામ માટે જ ઉપયોગ કરાય છે.

રિઝવીએ આ સંગઠન પર આરોપ લગાવ્યો કે તે ઇસ્લામનો એ રીતે પ્રચાર કરે છે કે તે સમજાવે છે કે જો અલ્લાહના રસ્તામાં પોતાની કુર્બાની પણ આપવી પડે તો પાછળ હટવું ના જોઈએ. રિઝવીના મતે આ સંગઠનના લોકો સમજાવે છે કે દુનિયામાં જે અલ્લાહને માનતા નથી તે કુરાન શરીફને માનતા નથી, તે બધા કાફિર અલ્લાહના દુશ્મન છે. તે તેની સાથે કોઈપણ પ્રકારના વેપારી સંબંધ રાખવાની મનાઈ કરે છે.

આ પણ વાંચો - Covid-19નો જોરદાર મુકાબલો કરી શકે એવી વેક્સીન, લાંબા સમય સુધી મળશે ઇમ્યૂનિટી

રિઝવીએ કહ્યું હતું કે સંગઠન યુવાનોને ત્યાં સુધી સમજાવે છે કે કાફિરોને મારવા સબાબ છે. તમે જોઈ શકો છો કે છેલ્લા 20 વર્ષોમાં મુસ્લિમ યુવકોમાં ઘણા પરિવર્તન આવ્યા છે. પહેલા ચહેરા ઉપર દાઢી અને કૂર્તા-પાયજામો તે લોકો જ પહેરતા હતા જે કોઈ મદરેસામાં ભણતા હોય, મદરેસામાં ટીચર હોય કે મૌલવી હોય. પણ હવે મોટી સંખ્યામાં ભણેલા મુસલમાન યુવાનો ઇસ્લામિક દાઢી રાખે છે. રિઝવીએ જમાત પર પ્રતિબંધ લગાવવાની માંગણી કરી છે.
First published: April 1, 2020, 5:47 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading