Home /News /national-international /કોરોનાનાં દર્દીઓને હાશકારો! ન્યુ જર્સીની લેબોરેટરીએ રિપોર્ટ કરવાની સરળ પદ્ધતિ વિકસાવી

કોરોનાનાં દર્દીઓને હાશકારો! ન્યુ જર્સીની લેબોરેટરીએ રિપોર્ટ કરવાની સરળ પદ્ધતિ વિકસાવી

અમેરિકાનાં ખાધ અને ઔષધ મંત્રાલય (FDA) દ્વારા આ દાવાની તપાસ કરવામાં આવી અને ત્યાર બાદ આ ટેસ્ટને ઇમરજન્સી યૂઝ અપ્રુવલ (તાત્કાલિક ઉપયોગ લેવા તાકીદ) હેઠળ સ્વીકૃતિ આપવામાં આવી છે. 

અમેરિકાનાં ખાધ અને ઔષધ મંત્રાલય (FDA) દ્વારા આ દાવાની તપાસ કરવામાં આવી અને ત્યાર બાદ આ ટેસ્ટને ઇમરજન્સી યૂઝ અપ્રુવલ (તાત્કાલિક ઉપયોગ લેવા તાકીદ) હેઠળ સ્વીકૃતિ આપવામાં આવી છે. 

    વૉશિંગ્ટનના ન્યુ જર્સીમાં રૂટગર નામની લેબોરેટરીએ એવો દાવો કર્યો હતો કે, કોરોનાનાં દર્દીઓ માટે તેઓ એક નવો ટેસ્ટ વિકસાવી રહ્યા છે. જે હાલમાં કરવામાં આવતા ટેસ્ટ કરતાં ઝડપી અને સરળતાથી સેમ્પલ લઈ શકાય એવો છે. સોમવાર 13મી એપ્રિલનાં રોજ અમેરિકાનાં ખાધ અને ઔષધ મંત્રાલય (FDA) દ્વારા આ દાવાની તપાસ કરવામાં આવી અને ત્યાર બાદ આ ટેસ્ટને ઇમરજન્સી યૂઝ અપ્રુવલ (તાત્કાલિક ઉપયોગ લેવા તાકીદ) હેઠળ સ્વીકૃતિ આપવામાં આવી છે.

    આ ટેસ્ટ રૂટગર યુનિવર્સિટી સેલ અને DNA રેપોસીટોરી, સ્પેક્ટ્રુમ સોલ્યુસન્સ અને અક્યુરેટ ડાયગ્નોસ્ટીક લેબ સાથે મળીને પાર્ટનરશીપમાં ડેવેલોપ કરવામાં આવ્યો છે.  હાલમાં જે ટેસ્ટ કરવામાં આવે છે તેમાં નાક અને ગળાનાં ઊંડા ભાગ માંથી સ્વેબ લેવામાં આવે છે. ઘણીવાર આ પ્રક્રિયા થોડી દર્દનાક હોય શકે છે. દર્દીને જ્યારે ગળામાં પહેલાથી જ દુખાવો હોય છે ત્યારે આ સેમ્પલ લેવામાં આવે છે. બીજુ કે, આ સેમ્પલ લેવા માટે હેલ્થ વર્કર્સને દર્દીનાં સંપર્કમાં આવવું પડતું હોય છે. જેથી કરીને તેમના પર પણ આ વાયરસનું જોખમ રહે છે.

    રૂટગર દ્વારા જે ટેસ્ટ ડેવેલોપ કરવામાં આવ્યો છે તે દર્દીની લાળનો ઉપયોગ કરે છે.  દર્દીને એક પ્લાસ્ટિકની બોટલ આપવામાં આવે છે.  જેમાં દર્દીને સમયે સમયે લાળ એકત્રિત કરતું રહવાનું હોય છે અને આ બોટલને લેબમાં આપવાની હોય છે જ્યાં ટેસ્ટિંગ કરવામાં આવે છે. આ ટેસ્ટની એક્યૂરસી ચેક કરવા માટે એક જ દર્દીનાં સ્વેબ અને લાળનાં સેમ્પલની ચકાસણી કરવા આવી હતી અને બંનેમાં સરખા જ પરિણામ મળ્યા હતા. આવા 60 સેમ્પલની સરખામણી કરીને આ ટેસ્ટ ને FDA અપ્રુવલ મળ્યું છે.

    જોકે, શરૂઆતનાં તબક્કામાં બંને રીતે દર્દીના સેમ્પલને ટેસ્ટ કરવામાં આવશે. FDA ને સંતોષકારક પરિણામ અને ખાતરી થયા પછી આ એક જ ટેસ્ટને કરવામાં આવશે. આ ટેસ્ટ કરવાથી હેલ્થ સાથે સંકળાયેલા લોકો પર વાયરસનાં ખતરા ને અમુક અંશે ઘટાડી શકાય એમ છે.

    આ પણ વાંચો - રિસર્ચનો દાવો, ભારતમાં અસલી આંકડાથી વધુ લોકો છે કોરોનાથી સંક્રમિત

    એનડ્રુ બ્રૂક જે RUCDRનાં ચિફ ઓપરેટિંગ ઓફિસર છે ,તેમના જણાવ્યા અનુસાર આ ખૂબ જ મહત્વપૂર્ણ નિર્ણય સાબિત થશે અને હાલમાં તેઓ વધુમાં વધુ સેમ્પલ ટેસ્ટ કરી શકે તેવા પ્રયત્નો કરી રહ્યા છે. દર્દી જાતે જ સેમ્પલ કલેક્ટ કરી શકે એટ્લે સેમ્પલ કલેકશનની પ્રક્રિયાને પણ વેગ મળશે. વ્હાઇટ હાઉસની covid-19 ની ટાસ્ક ટિમ દ્વારા બ્રૂકની ટિમ ને શુભેચ્છા પણ પાઠવવામાં આવી હતી.

    આ પણ જુઓ - 
    " isDesktop="true" id="974632" >
    First published:

    विज्ञापन
    विज्ञापन