સાઉદી પત્રકાર ખશોગી હત્યામાં નવો ખુલાસો, હત્યારાઓએ USમાં લીધી હતી ટ્રેનિંગ

 • Share this:
  અમેરિકાના અખબાર વોશિંગ્ટન પોસ્ટના રિપોર્ટ પ્રમાણે સાઉદી પત્રકાર જમાલ ખશોગીની હત્યાને પાર પાડતાં પહેલાં આરોપીઓએ અમેરિકામાં ટ્રેનિંગ લીધી હતી. આ ખુલાસો. ખશોગી આ અખબાર સાથે જ જોડાયેલાં હતા. ગત વર્ષે 2 ઓક્ટોબરે તેઓ ઈસ્તંબુલ સ્થિત સાઉદી આરબની એમ્બેસી ગયા હતા. અહીં રિયાધથી મોકલવામાં આવેલી સાઉદીની ટીમના 15 એજન્ટ્સે તેમની હત્યા કરી શબના અનેક ટુકડાઓ કર્યા હતા. ખશોગીનું શબ હજુ સુધી મળ્યું નથી.

  કોલમનિસ્ટ ડેવિડ ઇગ્નેશિયસના જણાવ્યા મુજબ, તુર્કીની ગુપ્તચર એજન્સીને સાઉદી એમ્બેસીથી કેટલાંક રેકોર્ડ્સ મળ્યાં હતા. જે મુજબ ખશોગીનું અપહરણ કરવા અને સાઉદી લઈને જઈને પૂછપરછની યોજના હતી. તે માટે પહેલાં ખશોગીને એક ઈન્જેક્શન આપવામાં આવ્યું. તેના માથા પર બેગ રાખવામાં આવી જે બાદ ખશોગીએ કહ્યું હતું કે હું શ્વાસ નથી લઈ રહ્યો. મને અસ્થમા છે, આવું ન કરો. જે બાદ ખશોગીનું મોત નિપજ્યું હતું.

  અહીં ક્લિક કરી વાંચોઃ વિચિત્ર રીતે આઉટ થયો KKRનો શુભમન ગિલ, જુઓ Video

  ઇગ્નેશિયસે કહ્યું કે રેકોર્ડિંગમાં અલગ અલગ પ્રકારના અવાજો સંભળાઈ રહ્યાં હતા. લગભગ આ ખશોગીના મૃતદેહના ટુકડા કરવા માટે ઉપયોગમાં લેવાયેલા ઈલેકટ્રિક કટરનો અવાજ હતો. એક સૂત્રએ ઓળખ ગુપ્ત રાખવાની શરતે જણાવ્યું હતું કે સાઉદી રેપિડ ઈન્ટરવેન્શન ગ્રુપના કેટલાંક એજન્ટ્સે અમેરિકામાં ટ્રેનિંગ લીધી હતી. આ પ્રશિક્ષણ હત્યાકાંડથી પહેલાં સાઉદીની સાથે સમજૂતી અંતર્ગત થયું હતું. જેને બાદમાં આગળ વધારવામાં આવ્યું ન હતું, અમેરિકા અને સાઉદી વચ્ચે અનેક કાર્યક્રમો પણ રદ કરાયાં હતા.

  અમેરિકાએ પત્રકાર ખશોગીની હત્યા પછી સાઉદી આરબને જવાબદાર ગણાવ્યું હતું. પોતાની ગુપ્તચર એજન્સી સીઆઈએના રિપોર્ટના આધારે કહ્યું હતું કે પત્રકારની હત્યા સાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનના ઈશારે થઈ હતી. પહેલાં તો સાઉદી આરબ હત્યામાં સામેલ થવાની વાતથી ઈન્કાર કરતા રહ્યાં પરંતુ બાદમાં તેને કહ્યું હતું કે એમ્બેસીમાં હત્યા કરનાર એજન્ટ્સ તેમના નિયંત્રણમાં ન હતા. સાઉદીમાં 11 સંદિગ્ધ આરોપીઓ વિરૂદ્ધ ટ્રાયલ શરૂ થઈ છે.
  Published by:Sanjay Vaghela
  First published: