દલિત હોવાના કારણે ન બની શક્યો CM- કર્ણાટકના ઉપમુખ્યમંત્રીનો આરોપ

પરમેશ્વરે આરોપ લગાવતાં કહ્યું કે કોંગ્રેસ પાર્ટીમાં કેટલાક લોકો દલિતોને ઉપર આવવાથી રોકી રહ્યા છે

News18 Gujarati
Updated: February 25, 2019, 3:53 PM IST
દલિત હોવાના કારણે ન બની શક્યો CM- કર્ણાટકના ઉપમુખ્યમંત્રીનો આરોપ
કર્ણાટકના ઉપમુખ્યમંત્રી જી પરમેશ્વર (ફાઇલ ફોટો)
News18 Gujarati
Updated: February 25, 2019, 3:53 PM IST
કર્ણાટકના ઉપમુખ્યમંત્રી જી પરમેશ્વરે આરોપ લગાવતા કહ્યું કે કોંગ્રેસ પાર્ટીમાં કેટલાક લોકો દલિતોને ઉપર ઉઠવાથી રોકી રહ્યા છે. તેઓએ રવિવારે કહ્યું કે તેમને મુખ્યમંત્રીનું પદ આપવાથી ત્રણ વાર ના પાડવામાં આવી કારણ કે તેઓ દલિત સમુદાયમાંથી આવતા હતા. પરમેશ્વરના આ નિવેદનથી કોંગ્રેસ મુશ્કેલીમાં મૂકાઈ ગયું છે. બીજી તરફ પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ કહ્યું કે તેમને આ નિવેદનનો સંદર્ભ નથી ખબર.

દાવણેગેરેમાં એક કાર્યક્રમમાં બોલતા દલિત નેતા અને ઉપમુખ્યમંત્રી પરમેશ્વરે કહ્યું કે, બસવલિંગપ્પા મુખ્યમંત્રી ન બની શક્યા અને કેએચ રંગનાથની સાથે પણ એવું જ થયું. કોંગ્રેસના નેતાએ કહ્યું કે, અમારા મોટા ભાઈ મલ્લિકાર્જુન ખડગે પણ મુખ્યમંત્રી ન બની શક્યા. હું પોતે પણ તેનાથી ત્રણ વાર વંચિત રહી ગયો. કેટલીક મુશ્કેલીઓ બાદ તેઓએ મને ઉપમુખ્યમંત્રી બનાવ્યો. પરમેશ્વરે આરોપ લગાવ્યો કે કેટલાક લોકો તેમને રાજકીય રીતે દબાવવા માંગે છે.

પરમેશ્વરે કહ્યું કે દલિત નેતાઓને સીએમ બનવાની તક નથી આપવામાં આવી. સરકારના સ્તરે પણ દલિતોની સાથે ભેદભાવ થાય છે. તેની સાથે જ તેઓએ કહ્યું કે આમ તો અનામતની વ્યવસ્થા કરવામાં આવી, પરંતુ પ્રમોશનમાં આજે પણ ભેદભાવ થાય છે. સાત સરકારી અધિકારીઔ વિશે માહિતી મળી છે, જેમને ડિમોટ કરી દેવાામાં આવ્યા અને તેઓએ આત્મહત્યા કરી દીધી. તેઓએ કહ્યું કે તેમની સરકારે આવતા સપ્તાહે જ પ્રમોશનમાં અનામતનો નિયમ લાગુ કરવા જઈ રહી છે.

પરમેશ્વરના આ નિવેદનને લઈને કોંગ્રેસના સિદ્ધારમૈયાએ કહ્યું કે, કોંગ્રેસ પાર્ટી જ દલિતો અને સમાજના બીજા વંચિત જૂથોનું ધ્યાન રાખે છે. મને નથી ખબર કે તેમણે કયા સંદર્ભમાં આ નિવેદન આપ્યું છે.

આ પણ વાંચો, 2019 નહીં પરંતુ 2024માં પણ પીએમ બનશે નરેન્દ્ર મોદી: અમિત શાહ

આવું પહેલીવાર નથી કે જ્યારે પરમેશ્વર પોતાના વિવાદિત નિવેદનને લઈને સમાચારોમાં આવ્યા છે. ગયા વર્ષે મે મહિનામાં તેઓએ કહ્યું હતું કે કર્ણાટકના મુખ્યમંત્રી એચડી કુમારસ્વામી આગામી પાંચ વર્ષો સુધી મુખ્યમંત્રી તરીકે રહેશે કે નહીં એ હજુ નક્કી નથી. આ વાતો તેમણે વિશ્વાસ મત પર મતદાનથી એક દિવસ પહેલા કહી હતી.
First published: February 25, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...