'પુલવામા મુંબઈ નથી', PAK સરકારને તેમના પૂર્વ વિદેશી સચિવોએ આપી ચેતવણી
ઈમરાન ખાન (ફાઈલ ફોટો)
પુલવામા મુંબઈ નથી કેમ કે, એક સ્થાનિક પ્રકારની કાર્યવાહી થઈ શકે છે. મુંબઈમાં ભારતે સંયમ રાખ્યું હતું. તેના વિપરિત હવે દિલ્હીમાં રહેલી સરકારે "યુદ્ધનું નગારૂ વગાડી દીધુ" છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવને જોતા પાકિસ્તાનના ત્રણ પૂર્વ વિદેશ સચિવોએ પોતાની સરકારને ચેતવ્યા છે કે ભારતની કોઈ પણ આક્રમક કાર્યવાહીને પહોંચી વળવાની તૈયારી કરીને રાખો અને સંકટને શાંતીપૂર્ણ રીતે પહોંચીવળવા માટે કૂટનીતિની મદદ લો.
ઉલ્લેખનીય છે કે, પુલવામા આતંકી હુમલામાં સીઆરપીએફના 40 જવાન શહીદ થઈ ગયા છે. આ હુમલાનું ષડયંત્ર પાકિસ્તાન સંચાલિત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદે રચ્યું હતું. આ બર્બર ઘટના બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, સુરક્ષા દળોને આનો બદલો લેવા ખુલી છૂટ આપી દેવામાં આવી છે.
ડોન સમાચારપત્રમાં પ્રકાશિત એક સંયુક્ત લેખમાં ત્રણ પૂર્વ વિદેશ સચિવ રિયાઝ હુસેન ખોખર, રિયાઝ મોહમ્મદ ખાન અને ઈનામુલ હકે બંને દેશના મીડિયા, રાજનૈતિક નેતૃત્વ, ગુપ્ત સંસ્થાઓ અને લોકો વિશે વિચાર દર્શાવતા લોકોને અપીલ કરી છે કે, તે "અશાંત વાતાવરણમાં થોડુ સંતુલન બનાવી રાખવાનો અને સંયમ રાખના જવાબદારી દેખાડે". એ ટાઈમ ફોર રીસ્ટ્રેન્ટ નામથી છપાયેલા આ લેખમાં કહેવામાં આવ્યું છે કે, " ભારત અને પાકિસ્તાન વચ્ચેનો તણાવ હાલ ખતરનાક સ્તર પર છે, કેમ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાની સેનાને પુલવામાનો બદલો લેવા ખુલી છૂટ આપી દીધી છે."
તેમણે કહ્યું કે, પુલવામા મુંબઈ નથી કેમ કે, એક સ્થાનિક પ્રકારની કાર્યવાહી થઈ શકે છે. મુંબઈમાં ભારતે સંયમ રાખ્યું હતું. તેના વિપરિત હવે દિલ્હીમાં રહેલી સરકારે "યુદ્ધનું નગારૂ વગાડી દીધુ" છે. તેમણે લખ્યું છે કે, "સૌ પ્રથમ, પાકિસ્તાને કોઈ પણ ઉશ્કેરણી વગર કોઈ સંભવીત કોઈ આક્રમક કાર્યવાહીને નિષ્ફળ કરવા માટે તૈયાર રહેવું જોઈએ. તૈયારી ખુદ જ તણાવના વધારાને નિષ્ફળ કરી દેશે"
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર