દેશભરનાં માછીમારો માટે માઠા સમાચાર આવી રહ્યા છે. ગ્લોબલ વોર્મિગ (જળવાયું પરિવર્તનને કારણે દરિયાનાં પાણીના તાપમાનમાં દિવસેને દિવસે વધારે થઇ રહ્યો છે અને આના કારણે દરિયામાં માછલીઓ ઘટી રહી છે. ભારતમાં લાખો માછીમારોની રોજગારી પર ઘાતક અસર પડે તેવી સંભાવનાઓ છે. અલબત, આની અસર દેખાવાની શરૂઆત થઇ ચૂકી છે.
સેન્ટ્રલ મરીન ફિઝરીઝ રિસર્સ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા વિન્ટર સ્કૂલ ઓન ક્લાઇમેટ ચેન્જ ઇન મરીન ફિઝરીઝ દ્વારા એક વર્કશોપનું કોચીમાં આયોજન કરવામાં આવ્યુ હતું. આ વર્કશોપમાં તજજ્ઞોએ જણાવ્યું હતું કે, ક્લાઇમે ચેન્જનાં કારણે માછલીની ઉત્પાદક્તા અને તેના વ્યાપ પર અસર પડી રહી છે. માછલીઓની જાતિઓ પણ નષ્ટ થઇ રહી છે.
કેરલ યુનિવર્સિટી ઓફ ફીશરીઝ એન્ડ ઓશન સ્ટડીઝનાં વાઇસ ચાન્સેલર એ. રામચંન્દ્રને જણાવ્યું કે, વાતાવરણમાં આવી રહેલા પરિવર્તનને કારણે સમગ્ર વિશ્વમાં દુષ્કાળો પડી પડી રહ્યા છે અને ક્યાંક ભંયકરપૂર આવી રહ્યાં છે. દરિયાનાં પાણીમાં તાપમાન વધવાને કારણે અને કાર્બન ડાયોક્સાઇડ વધવાને કારણે દરિયો વધુ એસિડીક (તેજાબી) બની રહ્યો છે.”
તેમણે વધુમાં ઉમેર્યુ કે, માછલીઓની ઉત્પાદક્તા ઘટશે અને માછલીઓની વિવિધ પ્રજાતિઓ ખતમ થઇ જશે. સમગ્ર મરીન ઇકોસિસ્ટમ પર અસર થઇ રહી છે. બાયોડાવર્સિટી પર ગંભીર અસરો જણાઇ રહી છે. આ ખતરાને રોકવા માટે સંયુક્ત પ્રયાસો હાથ ધરવા પડશે તો જ આ દેશનું બ્લ્યુ ઇકોનોમી જળવાઇ રહેશે.”
સેન્ટ્રલ મરીન ફિઝરીઝ રિસર્સ ઇન્સ્ટિટ્યૂટનાં ડિરેક્ટર એ. ગોપાલાક્રિષ્નને કહ્યું કે, “વિશ્વનાં અન્ય સમુદ્રો કરતાં ભારતીય સમુદ્રે ઝડપી ગરમ થઇ રહ્યો છે. છેલ્લા એક દાયકામાં ભારતીય સમુદ્ર (ઇન્ડિયન ઓશન) 0.11 ડિગ્રી સેસ્લિયસ ગરમ થયો છે જ્યારે એટલાન્ટિક એક દાયકામાં 0.07 ડિગ્રી સેલ્સિયસ ગરમ થયો છે. જો કે, ભારતનાં માછીમારે વિશ્વનાં અન્ય દેશો કરતા ઇકો-ફ્રેન્ડલી રીતે માછીમારી કરે છે. એ સારી બાબત છે.”
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર