કોરોનાના બધા જ વેરિયન્ટ પર અસરકારક છે ભારતની વોર્મ વેક્સિન, અહીં જાણો સંપૂર્ણ વિગતો

પ્રતીકાત્મક તસવીર: Shutterstock

ભારતે બનાવેલી વોર્મ કોરોના રસી બધા જ વેરિયન્ટ સામે અસરકારક હોવાનું જાણવા મળી રહ્યું છે.

 • Share this:
  વર્તમાન સમયે કોરોના મહામારી સામે લડવા માટે રસીકરણ સૌથી અસરકારક શસ્ત્ર છે. હજુ પણ રસીના ડેવલોપમેન્ટ માટે અલગ અલગ દેશની સંશોધન સંસ્થાઓ પ્રયાસો કરી રહી છે. નવી રસી આવવાની સાથે જ નવા વેરિયન્ટ પણ પ્રકાશમાં આવી રહ્યા છે. આવી સ્થિતિમાં આખું વિશ્વ તમામ વેરિયન્ટ સામે અસરકારક રહે તેવી રસીની શોધમાં છે. ત્યારે ભારતે બનાવેલી વોર્મ કોરોના રસી બધા જ વેરિયન્ટ સામે અસરકારક હોવાનું જાણવા મળી રહ્યું છે.

  ઈન્ડિયન ઈન્સ્ટિટયૂટ ઓફ સાયન્સ (IIMC) અને બાયોટેક કંપની મીનવેક્સ દ્વારા ભારતમાં બનાવવામાં આવેલી વોર્મ વેક્સિન(Warm Corona Vaccine) કોરોનાના તમામ વેરિયન્ટ સામે કામ કરે છે. CSIRO દ્વારા કરવામાં આવેલા સ્વતંત્ર અભ્યાસમાં આ બાબત સામે આવી છે. આ વેક્સિનને 90 મિનિટ સુધી 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાન પર પણ સુરક્ષિત રાખી શકાય છે. જ્યારે 37 ડિગ્રી તાપમાન પર સ્થિર રહે છે. જેથી તેને વોર્મ કહેવામાં આવે છે.

  સુરત: માનવામાં નહીં આવે તેવી વસ્તુની ચોરી કરી રહ્યો છે યુવાન, પહેલા જોઇ લો CCTV

  CSIRO દ્વારા કરાયેલા સંશોધનમાં આ વેક્સિન અન્ય કરતાં અલગ હોવાની વાત સામે આવી હતી. ઉંદર અને હૈમસ્ટરમાં આ રસીના કારણે વાયરસ સામે જોરદાર ઇમ્યુન રિસ્પોન્સ પેદા થયો હોવાનું પણ નોંધાયું છે. કોરોના વાયરસના સ્પાઇક પ્રોટીનના એક ભાગમાં ફેરબદલ કરીને આ રસી બનાવવામાં આવી છે.

  સૌથી ખતરનાક વેરિયન્ટ પણ અસરકારક

  આ રસી કોરોનાના આલ્ફા, બીટા, ડેલ્ટા, કાપ્પા સહિતના ખતરનાક વેરિયન્ટ સામે લડવામાં પણ અસરકારક હોવાનું જાનવરો પર થયેલા અભ્યાસમાં સામે આવ્યું છે. આ રસી ઇન્ડિયન સાયન્સ ઇન્સ્ટિટ્યૂટ બેંગલુરુ દ્વારા તૈયાર કરવામાં આવી છે. ACS ઇન્ફેક્શીયસ જર્નલમાં પ્રકાશિત થયેલા અભ્યાસ પરથી જાણવા મળે છે કે, આ રસીના ફોર્મ્યુલાના કારણે ઉંદરમા મજબૂત ઇમ્યુન સિસ્ટમ વિકસિત થઇ હતી.

  આ કેવો જમણવાર! લગ્નમાં ભેટ મુજબ મહેમાનોને પીરસાયું ભોજન, સસ્તી ભેટ લાવનાર ભૂખ્યા પરત ફર્યા

  વોર્મ વેક્સિન સાથે જોડાયેલી ખાસ વાત

  આ રસીનું ફોર્મ્યુલેશન 37 ડિગ્રી સેન્ટિગ્રેડ પર એક મહિનો, જ્યારે 100 ડિગ્રી સેન્ટીગ્રેડ પર 90 મિનિટ સુધી સ્થાયી રહે છે. ખૂબ નીચા તાપમાને રહેવાના કારણે વેક્સિનના આ ફોર્મ્યુલેશનને વોર્મ વેક્સિન નામ આપવામાં આવ્યું છે.

  અત્યાર સુધી કોરોનાવાયરસ સામે લડવા જે પણ રસી અસ્તિત્વમાં આવી છે, તેને કોઈ સ્થળે પહોંચાડવા માટે કોલ્ડ ચેઇનનું નિર્માણ કરવું પડે છે. પરિણામે રસીને એક સ્થળેથી બીજા સ્થળે પહોંચતાં ઘણી વખત વાર પણ લાગે છે. પરંતુ વોર્મ વેક્સિનને એક સ્થળેથી બીજા સ્થળે સરળતાથી પહોંચાડી શકાશે.
  First published: