આ રાજ્યમાં સરકારી નોકરી માટે છોડવી પડશે સિગારેટની આદત, જાણો શું છે શરત

આ રાજ્યમાં સરકારી નોકરી માટે છોડવી પડશે સિગારેટની આદત, જાણો શું છે શરત
પ્રતિકાત્મક તસવીર

આગામી વર્ષે 1 એપ્રિલથી આ નિયમને લાગુ કરવામાં આવશે

 • Share this:
  નવી દિલ્હી : ઝારખંડ સરકારે સરકારી નોકરીના ઉમેદવારો માટે એક રસપ્રદ અને અનોખી શરત રાખી છે. રાજ્ય સરકારે કહ્યું છે કે સરકારી નોકરીના ઇચ્છુક ઉમેદવારોએ એક સોંગદનામું આપવું પડશે. જેમાં લખ્યું હશે કે ઉમેદવાર ટોબેકો પ્રોડક્ટ્સનું સેવન કરતા નથી અને ભવિષ્યમાં પણ તેનું સેવન કરશે નહીં. આગામી વર્ષે 1 એપ્રિલથી આ નિયમને ઝારખંડમાં લાગુ કરવામાં આવશે. આ નિયમ તે જ ઉમેદવારો માટે હશે જે ઝારખંડ સરકારના કોઈ વિભાગમાં નોકરી માટે અરજી કરી રહ્યા છે.

  ગત મંગળવારે રાંચીમાં યોજાયેલી ટોબેકો કંટ્રોલ કમિટી ની બેઠક નિર્ણય લેવામાં આવ્યો કે ટોબેકો ઉત્પાદનનું વેચાણ કરનાર દુકાનો પર ખાવા પીવાની ચીજો વેચવામાં આવશે નહીં. એક મીડિયા રિપોર્ટમાં કહ્યું છે કે અહીં ચા અને બિસ્કીટનું પણ વેચાણ થશે નહીં. આ રિપોર્ટમાં ઝારખંડના મંત્રી આલમગીરી આલમના હવાલાથી કહેવામાં આવ્યું છે કે આવા મામલાને લઈને દરેકની સહમતી હોવી જોઈએ. જેનાથી નવી જનરેશનને તમ્બાકુના સેવન જેવી ખરાબ આદતોથી બચાવવામાં મદદ મળશે.  આ પણ વાંચો - આવા અનોખા કીમિયા સાથે રાજકોટમાં નશીલા પદાર્થની હેરાફેરી, પોલીસ પણ ચોંકી ગઈ

  નેશનલ ટોબેકો કંટ્રોલ પ્રોગ્રામના રાજ્ય નોડલ અધિકારી એલ આર પાઠકે કહ્યું હતું કે કમિટીએ નિર્ણય કર્યો છે કે આ નિયમને એપ્રિલ 2021થી લાગુ કરી દેવામાં આવશે. ઝારખંડ સરકારમાં નોકરી માટે ઇચ્છુક દરેક વ્યક્તિને આ સોગંદનામું આપવું પડશે. તેણે ફક્ત ઓફિસમાં જ નહીં ઓફિસની બહાર પણ તમ્બાકુ સાથે જોડાયેલ ઉત્પાદનનું સેવન કરશે નહીં.

  ભાજપા નેતા શિવ પૂજન પાઠકે રાજ્ય સરકારના આ પહેલનું સ્વાગત કર્યું છે. જોકે તેમણે એ પણ કહ્યું કે રાજ્ય સરકારે દારૂ પર પ્રતિબંધ વિશે પણ વિચાર કરવો જોઈએ.
  Published by:Ashish Goyal
  First published:December 05, 2020, 14:22 pm

  ટૉપ ન્યૂઝ