Home /News /national-international /

BSPની ટિકીટ જોઇતી હોય તો હોર્ડિંગમાં ફોટો માયાવતીથી મોટો ના જોઇએ

BSPની ટિકીટ જોઇતી હોય તો હોર્ડિંગમાં ફોટો માયાવતીથી મોટો ના જોઇએ

માયાવતી

ઉમેદવારો જે હોર્ડિંગ લગાવે તેમાં ઉમેદવારનો ફોટો માયાવતી કરતા મોટો ન હોવો જોઇએ. આ નિયમ તમામ પ્રસાર માધ્યમો માટે લાગુ પડે છે.

    લખનઉ: ઉત્તર પ્રદેશમાં બહુજન સમાજ પાર્ટી (બસપા)ની ટિકિટ પર ચૂંટણી લડવા માંગતા ઉમેદવારો માટે પાર્ટી તરફથી એક માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. જેમાં એવુ કહેવામાં આવ્યુ છે કે, ઉમેદવારો જે હોર્ડિંગ લગાવે તેમાં ઉમેદવારનો ફોટો માયાવતી કરતા મોટો ન હોવો જોઇએ. આ નિયમ તમામ પ્રસાર માધ્યમો માટે લાગુ પડે છે.

    એક માહિતી પ્રમાણે, પાર્ટીનાં સિનિયર નેતાઓ દ્વારા આ વાત પાર્ટીનાં ઉમેદવારી કરવા ઇચ્છતા નેતાઓ અને તેમના કાર્યકરોને કહી દેવામાં આવી છે. આ સિવાય, ઉમેદવારનાં દરેક પ્રચાર મટિરીયલમાં દલિતોનાં મસિહા, પાર્ટીનો સિમ્બોલ વગેરે રાખવા પડશે.

    બસપાનાં ઝોનલ કોર્ડિનેટર ભીમરાવ આંબેડકરે જણાવ્યું કે, આપણે સૌ જાણીએ છીએ કે, બહેનજી માયાવતીજી દલિતોનાં મસિહા છે અને તેમનાથી મોટા કોઇ દલિત નેતા નથી. એટલા માટે હોર્ડિગ્સ, બેનર્સમાં પણ માયાવતીજીનો ફોટો મોટો જ હોવો જોઇએ”.
    આંબેડકરે તમામ પાર્ટી નેતાઓ અને કાર્યકર્તાઓને આ નિર્દેશ આપી દીધો છે. આ ઉપરાંત, પાર્ટીનાં નેતાઓને એવી પણ સૂચનાઓ આપી દેવામાં આવી છે કે, જે પ્રસાર મટિરીયલમાં માયાવતીનો ફોટો ન હોય તે તમામને તાત્કાલિક અસરથી દૂર કરી દેવામાં આવે. જો આ સૂચનાનું પાલન કરવામાં નહીં આવે તો તે નેતા અથવા કાર્યકરને પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવશે”.

    બસપાનાં નેતાએ વધુમાં જણાવ્યું કે, જો કોઇ પાર્ટી નેતા હોર્ડિંગ મૂકવા માંગતા હોય તો સૌ પ્રથમ તેમણે પાર્ટીની ઓફિસમાં અરજી કરવી પડશે અને હોર્ડિંગનાં સાઇઝની વિગતો પણ રજૂ કરવી પડશે અને પાર્ટીની મંજૂરી પછી જ તેને લગાવી શકાશે.
    આ સિવાય, બહુજન સમાજ પાર્ટીનાં કાર્યકરોને એવું પણ કહેવામાં આવ્યુ છે, સમાજવાદી પાર્ટી નેતાઓ સાથે સંયમપૂર્વક વર્તન કરવામાં આવે અને તેમને સાથ આપવામાં આવે.
    અત્રે ઉલ્લેખનીય છે કે, બહુજન સમાજ પાર્ટી અને સમાજવાદી પાર્ટી વચ્ચે આગામી લોકસભા ચૂંટણીને લઇને ઉત્તર પ્રદેશમાં ગઠબંધન થયુ છે અને બેઠકોની વહેંચણી થઇ ગઇ છે.
    Published by:Vijaysinh Parmar
    First published:

    Tags: BSP, Lok sabha polls, Mayawati, Publicity material for polls, યૂપી

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन