ગોવામાં મનોહર પારિકરના નિધન બાદ બીજેપી સરકારે 40 સીટોવાળી વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ પાસ કરી લીધો. વિધાનસભામાં હાલ 36 ધારાસભ્ય છે. બુહમતી માટે પ્રમોદ સાવંતની નેતૃત્વવાળી સરકારને 19 ધારાસભ્યોના સમર્થનની જરૂર હતી. ફ્લોર ટેસ્ટ દરમિયાન સાવંતને 20 ધારાસભ્યોનો સાથ મળ્યો, જ્યારે 15 ધારાસભ્યોએ વિપક્ષમાં મત આપ્યો. આ રીતે પાંચ મતના અંતરથી પ્રમોદ સાવંતની સરકારે વિશ્વાસ મત જીત લીધો.
મનોહર પારિકરના નિધન પહેલા ગોવામાં રાજકીય સંકટ ઊભું થઈ ગયું હતું. બીજેપીના પોતાના 13 ધારાસભ્ય હતા. જ્યારે, ગોવા ફોરવર્ડ પાટી (GFP) અને મહારાષ્ટ્રવાદી ગોમાંતક પાર્ટી (MGP)ના 3-3 ધારાસભ્યોનું સમર્થન હતું. આ ઉપરાંત 3 અપક્ષ ધારાસભયો અને એક એનસીપી ધારાસભ્યોનો પણ સાથ હતો. બીજી તરફ, કોંગ્રેસના 14 ધારાસભ્યો છે.
ફ્લોર ટેસ્ટ અને 2014ની લોકસભા ચૂંટણીના પરિણામો જોઈએ તો સ્પષ્ટ છે કે ગોવામાં સત્તારૂઢ બીજેપી સરકારનું બહુમત ધીમે-ધીમે ઘટતું જાય છે. આજ રાજકીય અસ્થિરતાને લઈને પાર્ટીની ચિંતા પણ વધતી જઈ રહી છે.
1987માં સંઘીય શાસિત રાજ્ય બન્યા બાદ ગોવામાં અત્યાર સુધી 20 વખત સીએમ બદલાયા છે. તેમાં 2002ની તે ઘટના પણ સામેલ છે, જ્યારે મનોહર પારિકર કેરટેકર સીએમ બન્યા હતા. વિધાનસભા ભંગ થવાના કારણે પારિકરને 65 દિવસો માટે મુખ્યમંત્રીની જવાબદારી સોંપવામાં આવી હતી.
અહીં બાકીના મુખ્યમંત્રીઓના કાર્યકાળનો ઉલ્લેખ કરવો પણ જરૂર છે. ગોવામાં કોંગ્રેસના રવિ એસ. નાઇક 6 દિવસ સુધી સીએમ રહ્યા. પહેલીવાર નાઇક માત્ર 844 દિવસો માટે સીએમ રહ્યા હતા. આ ઉપરાંત પ્રોગ્રેસિવ ડેમોક્રેટિક ફ્રન્ટના ચર્ચિલ અલેમાઓ પણ ઓછા સમય માટે સીએમ રહી ચૂક્યા છે. 1990માં અલેમાઓએ માત્ર 18 દિવસ માટે સરકાર ચલાવી હતી. ત્યાં સુધી કે ગોવામાં ચાર વાર સીએમ રહી ચૂકેલા મનોહર પારિકર પણ ત્રણ વાર પોતાનો કાર્યકાળ પૂરો નથી કરી શક્યા.
માત્ર દિગંબર કામથ જ છે જેમણે સીએમ તરીકે પોતાનો કાર્યકાળ પૂરો કર્યો. કોંગ્રેસ પાર્ટીના કામથ 2007થી 2012 સુધી ગોવાના મુખ્યમંત્રી રહ્યા. જોકે, તેઓ બીજી ઇનિંગ માટે પોતાની સરકાર બચાવી ન શક્યા. 2012માં કોંગ્રેસ પાર્ટી વિધાનસભા ચૂંટણી હારી ગયા. પછી મનોહર પારિકરના નેતૃત્વમાં બીજેપીએ સરકાર બનાવી લીધી.
મુખ્યમંત્રીઓના કાર્યકાળથી એ પણ જાણવા મળે છે કે અસ્થિર સરકારનું કારણ કોઈ પણ પાર્ટી 1989 બાદ વિધાનસભામાં પૂર્ણ બહુમત નથી મેળવું શકી.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર