Home /News /national-international /

BJP સરકારમાં વ્યાપમ કૌંભાડ બહાર લાવનાર ડોક્ટર હવે ચૂંટણી લડશે

BJP સરકારમાં વ્યાપમ કૌંભાડ બહાર લાવનાર ડોક્ટર હવે ચૂંટણી લડશે

ડો. આનંદ રાય

મધ્યપ્રદેશમાં ભાજપની સરકારમાં બનેલું વ્યાપમ કૌભાંડ બહાર લાવનાર ડો. આનંદ રાયે સરકારી નોકરી છોડી, ચૂંટણી લડવાનો નિર્ણય લીધો છે

    માહિતી અધિકાર કાર્યકર્તા અને મધ્યપ્રદેશમાં ભાજપની સરકારમાં બનેલું વ્યાપમ કૌભાંડ બહાર લાવનાર ડો. આનંદ રાયે સરકારી નોકરી છોડી, ચૂંટણી લડવાનો નિર્ણય લીધો છે.

    તેમણે ન્યૂઝ18ને જણાવ્યું કે, મેં સરકારનું વ્યાપમ કૌંભાડ બહાર પાડ્યુ છે એટલે એવી કોઇ પાર્ટી સાથે હું નહી જોડાઉ કે જેના સીધા તાર આ કૌંભાડ સાથે જોડાયેલા છે. હું ઇન્દોર (5) વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડીશ. હું ક્યાં તો કોંગ્રેસની ટિકીટ પર અથવા અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડીશ”.

    સરકારનાં ઘણા બધા ભ્રષ્ટાચારો બહાર લાવવા સિવાય, ડો. આનંદ રાયે માહિતી અધિકારનાં કાયદા હેઠળ 10,000થી વધારે અરજી કરી સરકાર પાસે માહિતી માંગી છે. તેમનો એવો દાવો છે કે, મધ્યપ્રદેશમાં સૌથી માહિતી અધિકારનાં કાયદા હેઠળ માહિતી માંગી હતી.

    તેમણે વધુમાં જણાવ્યું કે, “મધ્યપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીને આડે હવે માત્ર બે અઠવાડિયા જ રહ્યા છે. આટલા ટુંકા ગાળામાં અપક્ષ ઉમેદવાર માટે ચૂંટણી પ્રચાર કરવો અશક્ય બની જાય છે. લોકો સુંધી પહોંચવુ મુશ્કેલ બને છે. આવા સમયે સોશિયલ મીડિયા એક મજબૂત માધ્યમ બની રહે છે”

    ટ્વીટર પર ડો. આનંદ રાયનાં 2 લાખથી વધુ ફોલોઅર્સ છે. 65,000 જેટલા ફોલોઅર્સ ફેસબુક પર છે. આ સિવાય પણ અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેમના ઘણા ફોલોઅર્સ છે.

    ડો. આનંદ રાયે જણાવ્યું કે, કોંગ્રેસનાં હાલનાં ઇન્દોર (5) બેઠકનાં ધારાસભ્ય પંકજ સંઘવી વ્યાપમ કૌંભાડનાં આરોપી છે. પકંજ સંઘવી ફરી વખત કોંગ્રેસની ટિકીટ પર આ બેઠક પરથી ચૂંટણી લડવા માંગે છે.

    ડો. આનંદે આક્ષેપ કર્યો કે, પંકજ સંઘવી જે કોલેજ ચલાવે છે તેમાં વિદ્યાર્થાઓને ખોટી રીતે મેડિકલનાં સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા.
    Published by:Vijaysinh Parmar
    First published:

    Tags: Assembly polls, સાંસદ

    આગામી સમાચાર