વ્યાપમ કૌભાંડને ઉજાગર કરનાર ડો. રાયે કહ્યું, શિવરાજે ઘરે બોલાવીને આપી ઓફર..

ઇંદોરઃ મધ્યપ્રદેશમાં વ્યાવસાયિક પરીક્ષા મંડલ (વ્યાપમ) અને ડેન્ટલ, મેડિકલ એમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ પર પ્રલોભન આપવાનો આરોપ લગાવ્યો છે. ડૉડમિશન ટેસ્ટ (ડીમેટ)ના વિરૂદ્ધ લડાઇ લડી રહેલા ડૉક્ટર આનંદ રાયને મુખ્ય.

ઇંદોરઃ મધ્યપ્રદેશમાં વ્યાવસાયિક પરીક્ષા મંડલ (વ્યાપમ) અને ડેન્ટલ, મેડિકલ એમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ પર પ્રલોભન આપવાનો આરોપ લગાવ્યો છે. ડૉડમિશન ટેસ્ટ (ડીમેટ)ના વિરૂદ્ધ લડાઇ લડી રહેલા ડૉક્ટર આનંદ રાયને મુખ્ય.

  • CNN-IBN
  • Last Updated :
  • Share this:
ઇંદોરઃ મધ્યપ્રદેશમાં વ્યાવસાયિક પરીક્ષા મંડલ (વ્યાપમ) અને ડેન્ટલ, મેડિકલ એમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ પર પ્રલોભન આપવાનો આરોપ લગાવ્યો છે. ડૉડમિશન ટેસ્ટ (ડીમેટ)ના વિરૂદ્ધ લડાઇ લડી રહેલા ડૉક્ટર આનંદ રાયને મુખ્ય. રાયએ આ અંગે સોગંદનામું હાઇકોર્ટ ઓફ ઇંદોરની બેન્ચમાં રજૂ કર્યુ છે.

ડૉ. રાયના વકીલ આનંદ મોહન માથુરે ઇંદોર કોર્ટમાં આજે દાખલ કરેલ સોગંદનામા અંગે જણાવ્યું કે, ડૉ. રાયને મુખ્યમંત્રી ચૌહાણે 11 ઓગસ્ટે ભોપાલ ખાતે આવેલ તેમના નિવાસ સ્થાને બોલાવ્યા હતા. રાત્રે  9.35 થી 10.50 વાગ્ય સુધી ચૌહાણ સાથે બેઠક થઇ હતી. બેઠકમાં ચૌહાણે ડૉ. રાયને કહ્યું કે, તેઓ વ્યાપમ અને ડીમેટની લડાઇ લડે છે, તેમાં તેમને (શિવરાજ) અને તેમના પરિવારને આમાં ન સંડોવે, જો આવુ કરશે તો તેમની અને તેમના પત્નીની બદલી રદ કરી દેવાશે.
cnn.jpg

c
મુખ્યમંત્રી સચિવાલયના એક વરિષ્ઠ અધિકારીનો સંર્પક કરાતા પહેલા તો તેમણે આ મુદ્દાથી અજ્ઞાન હોવાનું વ્યક્ત કર્યું, પછી નામ ન જાહેર કરવાની શર્તે કહ્યું કે, ડૉ. રાય મુખ્યમંત્રી સાથે મુલાકાત કરીને વ્યાપમ અને ડિમેટની જાણકારી આપવાની વાત કહેતા હતા. કદાચ આ અંગે તેમની મુખ્યમંત્રી સાથે મુલાકાત થઇ હોય.

માથુરે કહ્યું કે, ડૉ. રાય વ્યાપમ અને ડિમેટના વિરૂદ્ધ લડાઇ લડી રહ્યાં છે. વ્યાપમની તપાસ સુપ્રિમ કોર્ટે સીબીઆઇને 9 જુલાઇએ સોંપી હતી અને ત્યારબાદ ડૉ. રાયની બદલી કરવામાં આવી હતી. રાયને આ બદલીને દ્વેષપૂર્ણ બતાવતા કોર્ટમાં અરજી દાખલ કરી હતી.

સરકારના તરફથી કોર્ટમાં બદલીને સામાન્ય ખાતાકીય પ્રક્રિયા જણાવી હતી. ઉલ્લેખનીય છે કે, ડૉ. રાય સરકારી ચિકિત્સક તરીકે ઇંદોરમાં કાર્યરત હતા. પરંતુ તેમને અને તેમની પત્નીને ધાર બદલી કરવામાં આવી હતી. તેમની પત્ની ઉજ્જૈન ખાતે કાર્યરત હતા.

તેમના વકીલ માથુરે કહ્યું કે, ડૉ. રાય ઇંદોર અથવા ભોપાલમાં રહીને સીબીઆઇને તપાસમાં મદદ કરવા માંગે છે, તો ધાર ખાતે તેમની જાનને જોખમ છે, એટલે તેમણે ધાર ખાતે બદલીના વિરૂદ્ધ કોર્ટનો આશરો લીધો છે.
First published: