Home /News /national-international /

વ્પાપમ કૌભાંડ મામલે રામ માધવ-દિગ્વિજયસિંહ વચ્ચે તૂ તૂ મેં મેં

વ્પાપમ કૌભાંડ મામલે રામ માધવ-દિગ્વિજયસિંહ વચ્ચે તૂ તૂ મેં મેં

એક સાલ મોદી સરકાર અંતગર્ત શુક્રવારે નેટવર્ક 18 આયોજિત એક કાર્યક્રમ દરમિયાન વ્યાપમ કૌભાંડને લઇને ઉઠેલા સવાલો મુદ્દે ભાજપના રામ માધવ અને કોંગ્રેસના દિગ્વિજયસિંહ વચ્ચે જાહેરમાં તૂ તૂ મેં મેં થયું હતું. બંને નેતાઓએ જાહેરમાં એકબીજાને જુઠા કહી શાબ્દિક પ્રહાર કર્યા હતા.

વધુ જુઓ ...
  • News18
  • Last Updated :
નવી દિલ્હી # એક સાલ મોદી સરકાર અંતગર્ત શુક્રવારે નેટવર્ક 18 આયોજિત એક કાર્યક્રમ દરમિયાન વ્યાપમ કૌભાંડને લઇને ઉઠેલા સવાલો મુદ્દે ભાજપના રામ માધવ અને કોંગ્રેસના દિગ્વિજયસિંહ વચ્ચે જાહેરમાં તૂ તૂ મેં મેં થયું હતું. બંને નેતાઓએ જાહેરમાં એકબીજાને જુઠા કહી શાબ્દિક પ્રહાર કર્યા હતા.

કેન્દ્રની મોદી સરકાર, રાહુલનો અજ્ઞાતવાસ અને વિદેશ પ્રવાસને લઇને કોંગ્રેસી નેતા દિગ્વિજયસિંહ અને ભાજપના રામ માધવ વચ્ચે ઉગ્ર વાર્તાલાપ થયો હતો. દરમિયાન વ્યાપમ કૌભાંડને લઇને તો બંને નેતાઓ વચ્ચે શાબ્દિક તકરાર પણ થઇ હતી. જેમાં બંને નેતાઓએ એકબીજાને જુઠા ગણાવ્યા હતા. દિગ્વિજયસિંહે તો કેન્દ્ર સરકાર અને રામ માધવને તાકાત હોય તો જેલ મોકલી દેવા સુધીનો પડકાર પણ ફેંક્યો હતો.

દિગ્વિજયસિંહે વ્યાપમ કૌંભાડ અંગે સવાલ ઉઠાવતાં આકરા પ્રહારો કર્યા હતા જેની પ્રતિક્રિયામાં ભાજપના મહાસચિવ રામ માધવે તીખો વિરોધ નોંધાવ્યો હતો. આ દરમિયાન દિગ્વિજયસિંહે કહ્યું કે એમની રજુઆત બાદ રાજ્યપાલ સહિત તમામ લોકો સામે એફઆરઆઇ નોંધવામાં આવી હતી. જેની સામે માધવે કહ્યું કે કોર્ટે બે દિવસ પહેલા જ એમની અરજી રદ કરી નાંખી છે.

જેના જવાબમાં દિગ્વિજયસિંહે કહ્યું કે, તમને શરમ આવવી જોઇએ કે ચોરથી જ તમે ચોરની તપાસ કરાવી રહ્યા છે. જેની સામે માધવે દિગ્વિજયસિંહને શરમ કરવાની સલાહ આપતાં કહ્યું કે, તમારી તો અરજી પણ કોર્ટે કાઢી નાંખી છે. જોકે બાદમાં બંને નેતાઓએ એકબીજા સાથે હાથ મીલાવ્યા હતા અને ઉગ્ર પ્રતિક્રિયા બદલ માફી પણ માંગી હતી.
First published:

Tags: દિગ્વિજયસિંહ, દેશ, રાજકારણ, રામ માધવ

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन