Home /News /national-international /VVIP Helicopter Deal: CBIએ કરી ચાર્જશીટ દાખલ, ભૂતપૂર્વ CAG, IAF અધિકારીઓ સામે થઈ શકે છે કાર્યવાહી

VVIP Helicopter Deal: CBIએ કરી ચાર્જશીટ દાખલ, ભૂતપૂર્વ CAG, IAF અધિકારીઓ સામે થઈ શકે છે કાર્યવાહી

ગાંધીનગર, સુરત, સુરેન્દ્રનગર ઉપરાંત આંધ્રપ્રદેશ સ્થિત વતનના નિવાસસ્થાને એકસામટા દરોડા પાડવામાં આવ્યા છે. (પ્રતિકાત્મક તસવીર)

Agusta-Westland chopper deal: સીબીઆઈએ (CBI) સંરક્ષણ મંત્રાલયને (Ministry of Defense) પૂર્વ નિયંત્રક અને ઓડિટર શશિકાંત શર્મા અને પૂર્વ એર ડેપ્યુટી ચીફ જસબીર સિંહ પાનેસર સામે કેસ ચલાવવા વિનંતી કરી છે.

    નવી દિલ્હીઃ અગસ્તા વેસ્ટલેન્ડ વીવીઆઈપી ચોપર કેસ (Agusta Westland VVIP chopper case)માં સીબીઆઈ (CBI)એ પૂર્વ કેગ અને પૂર્વ રક્ષા સચિવ શશિકાંત શર્મા અને વાયુસેના (IAF)ના કેટલાક નિવૃત્ત અધિકારીઓ વિરુદ્ધ સપ્લીમેન્ટરી ચાર્જશીટ દાખલ કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર શશીકાંત શર્મા સામે સીબીઆઇને પ્રોસિક્યુશનની મંજૂરી મળે તેવી શક્યતા છે.

    સીબીઆઈએ સંરક્ષણ મંત્રાલયને પૂર્વ નિયંત્રક અને ઓડિટર શશિકાંત શર્મા અને પૂર્વ એર ડેપ્યુટી ચીફ જસબીર સિંહ પાનેસર સામે કેસ ચલાવવા વિનંતી કરી છે. સીબીઆઇએ એસએ કુંટે, ડેપ્યુટી ચીફ ટેસ્ટિંગ પાયલટ, થોમસ મેથ્યુ, વિંગ કમાન્ડર અને ગ્રુપ કેપ્ટન એન સંતોષ પર પણ કેસ ચલાવવાની માંગ કરી છે

    શશિકાંત શર્મા 2003થી 2007ની વચ્ચે સંરક્ષણ મંત્રાલયમાં સંયુક્ત સચિવ (એર) હતા અને 2011-13 માં સંરક્ષણ સચિવ અને 2013 થી 2017 સુધી ઓડિટર બન્યા હતા.

    શું છે સંપૂર્ણ મામલો?
    અગસ્તા વેસ્ટલેન્ડ હેલિકોપ્ટર કૌભાંડ ભારત સરકાર દ્વારા અગસ્તા વેસ્ટલેન્ડ કંપની પાસેથી 12 હેલિકોપ્ટરના સોદા સાથે સંબંધિત છે. આ વાતનો ઘટસ્ફોટ 2013-14માં થયો હતો. તેમાં અનેક નેતાઓ અને સૈન્ય અધિકારીઓ પર મસમોટી લાંચ લેવાનો આરોપ છે.

    યુપીએ-1 સરકાર દરમિયાન અગસ્તા વેસ્ટલેન્ડ સાથે વીવીઆઈપી માટે 12 હેલિકોપ્ટર ખરીદવાનો સોદો થયો હતો. આ ડીલ 3,600 કરોડ રૂપિયાની હતી. તે સમયે 360 કરોડની લાંચનો મામલો સામે આવતા યુપીએ-2 સરકારે આ સોદો રદ્દ કરી દીધો હતો.

    આ પણ વાંચોઃ-Pati, patni aur woh! અમદાવાદઃ 'હું તેને ઘરમાં બેસાડવાનો છું, અને તને કાઢી મૂકવાની છે'

    ત્યારબાદ પૂર્વ એરફોર્સ ચીફ એસપી ત્યાગી સહિત 13 લોકો સામે કેસ નોંધવામાં આવ્યો હતો. જે બેઠકમાં હેલિકોપ્ટરની કિંમત નક્કી કરવામાં આવી હતી તેમાં યુપીએ સરકારના કેટલાક મંત્રીઓ પણ હાજર રહ્યા હોવાનું સામે આવ્યું હતું. જેના કારણે કોંગ્રેસ પર પણ સવાલો ઉઠ્યા હતા. આ મામલો ઈટાલિયન કોર્ટમાં પણ ગયો હતો. જ્યાં કોર્ટે ઈટાલીની હેલિકોપ્ટર કંપનીના બે ઉચ્ચ અધિકારીઓને સજા કરી હોવાનું જાણવા મળ્યું હતું.

    આ પણ વાંચોઃ-અમદાવાદઃ બે બાળકી સામે પડોશી યુવકે નગ્ન થઈને કર્યાં ગંદા ઈશારા, પછી થઈ જોવા જેવી

    ઇટાલીની કોર્ટે કોને ફટકારી સજા?
    એપ્રિલ 2014માં ઇટાલિયન કોર્ટમાં આ મામલે સુનાવણી કરવામાં આવી હતી. જ્યાં કોર્ટે ચુકાદામાં કહ્યું કે અગસ્તા સોદામાં ગોટાળા થયા છે. કોર્ટે ફિનમેકેનિકા કંપનીને દોષિત ગણાવી હતી. ફિનમેકેનિકાની પેટાકંપની અગસ્ટા વેસ્ટલેન્ડના ભૂતપૂર્વ સીઈઓ બ્રુનો સ્પેગ્નોલિનીને સાડા ચાર વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. કોર્ટે ભ્રષ્ટાચારના કેસમાં કંપનીના અન્ય અધિકારી ઓરસીને પણ સજા ફટકારી હતી.
    Published by:ankit patel
    First published:

    Tags: CBI Case, National news

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन