Home /News /national-international /

મસૂદની કથિત ક્લિપ વાઇરલ, 'પાકિસ્તાને નહીં કાશ્મીરીએ હુમલો કર્યો'

મસૂદની કથિત ક્લિપ વાઇરલ, 'પાકિસ્તાને નહીં કાશ્મીરીએ હુમલો કર્યો'

જૈશ-એ-મોહમ્મદ ચીફ મસૂદ અઝહર (ફાઇલ ફોટો)

કથિત ઑડિયો ક્લિપમાં જૈશ-એ-મોહમ્મદના વડાએ પાકિસ્તાનને ભારતના દબાણમાં નહીં આવવા અને પોતાનું સ્ટેન્ડ મજબૂત રાખવાની અપીલ કરી હોવાનો દાવો

    ન્યૂઝ 18 ગુજરાતી: પાકિસ્તાનના આતંકવાદી અને પુવાવા હુમલો જેના ઇશારે થયો હોવાની ચર્ચા છે તે મસૂદ અઝહરની સોશિયલ મીડિયામાં એક કથિત ઑડિયો ક્લિપ વાઇરલ થઈ છે. આ ક્લિપમાં તેણે પાકિસ્તાનનો બચાવ કર્યો હોવાનો દાવો છે. ક્લિપમાં અઝહર કહી રહ્યો છે કે પુલવામાં હુમલો સ્થાનિક કાશ્મીરી યુવકે કર્યો તો પાકિસ્તાન કેવી રીતે જવાબદાર હોઈ શકે!

    આ કથિત ઑડિયો ક્લિપ મુજબ, “ કાશ્મીરની આઝાદીને વિદેશી સહાયની જરૂર નથી. હુમલાવર કાશ્મીરી હતો અને હુમલો શ્રીનગરમાં થયો હતો, જેને પાકિસ્તાન સાથે કોઈ નિસ્બત નથી. પાકિસ્તાનને આ હુમલા સાથે કઈ લેવા દેવા નથી. ” અઝહર આ ક્લિપમાં પાકિસ્તાનને ભારતના ઘૂંટણિયે ન પડવાની પણ સલાહ આપે છે.

    આ ઑડિયોમાં મસૂદ અઝહર હોવાનો દાવો છે, જેમાં તે કહે છે કે પુલવામાં હુમલો એક સ્થાનિક યુવકે કાશ્મીરમાં થઈ રહેલી કત્લેઆમનો બદલો લેવા માટે કર્યો છે. ભારત સમગ્ર વિશ્વમાં જઈને આ હુમલા બાદ લડી રહ્યું છે પરંતુ આ વખતે વિશ્વમાં કોઈ ભારતની વાત સાંભળવા તૈયાર નથી. અમેરિકાના રાષ્ટ્રપતિ પણ આ વખતે ન તો હુમલાની નિંદા કરી રહ્યાં છે, ન તો તેનો ઉલ્લેખ કરી રહ્યા છે. યુરોપિયન યુનિયને પણ આ ઘટનાનો ઉલ્લેખ કર્યો નથી ન તો ચાઇનીઝ મીડિયાએ હુમલાનો ઉલ્લેખ કર્યો છે.

    આ પણ વાંચો: 2014 પછી કાશ્મીરની સ્થિતિ બદતર, દર બે આતંકીએ આપણે એક જવાન ગુમાવ્યો

    14મી ફેબ્રુઆરીએ જ્યારે CRPFનો કાફલો જઈ રહ્યો હતો ત્યારે આદિલ ડાર નામના 21 વર્ષના યુવકે વિસ્ફોટકો ભરેલી કારને કાફલા સાથે અથડાવી આત્મઘાતી હુમલો કર્યો હતો. જમ્મુ કાશ્મીરના પુલવામાં જિલ્લામાં થયેલા આ હુમલામાં 40 જવાનો શહીદ થયા હતા.

    આ પણ વાંચો: ડેમ બાંધીને રોકીશું પાકિસ્તાન જનાર ત્રણ નદીઓનું પાણીઃ નીતિન ગડકરી

    કથિત ક્લિપમાં મસૂદે વધુમાં કહ્યું, “ જો પાકિસ્તાન સરકાર મજબૂત રહેશે તો મોદી વધુ પાછળ ધકેલાશે. જો આપણી સરકાર પ્રેશરમાં આવશે તો મોદીને પોતાનું સ્થાન મેળવવામાં મદદ મળશે. આ વખતે વિશ્વમાં કોઈ પણ દેશ ભારતનો અવાજ સાંભળી રહ્યું નથી. ઘણા લોકો એવું કહી રહ્યા છે કે આ હુમલો નરેન્દ્ર મોદીને ચૂંટણીઓમાં મદદ કરશે પરંતુ તે લોકો ભારતને કે હિંદુ સમાજના માનસને સમજી રહ્યા નથી. આ હુમલાથી નરેન્દ્ર મોદીની સ્થિતિ કફોડી થઈ છે, તેમના આતંકવાદ વિરોધી અભિયાનના દાવા પોકળ સાબિત થયા છે. ”
    આ આઠ મિનિટની ઑડિયો ક્લિપ હતી જેમાં મસૂદ અઝહર બોલતો હોવાનો દાવો કરાયો છે. ભારતે અગાઉ સંયુક્ત રાષ્ટ્રમાં મસૂદ અઝહરને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવાની માગ કરી હતી જોકે, ચીને વીટો પાવરનો ઉપયોગ કરી અને ભારતની પહેલને અટકાવી દીધી હતી.

    આ પણ વાંચો: પુલવામા હુમલો: પાકિસ્તાને મસૂદ અઝહરને 'સુરક્ષિત' સ્થળે ખસેડ્યો!
    First published:

    Tags: Masood-azhar, Pkistan, Pulwama attack, ભારત

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन