ટ્વિટર પર ફોટા (Tweeter Post) શેર કરીને અનેક સેલિબ્રિટી ટ્રોલ થયા હશે તેવું તો તમે જોયું અને સાંભળ્યું હશે. પરંતુ આ વખતે નેટિજન્સના નિશાના પર કોઇ સેલિબ્રિટી કે રાજનેતા નહીં પણ કાનપુરના IAS ઓફિસર (Kanpur IAS Officers) આવી ગયા છે. એક આઇએએસ ઓફિસરે પોતે રસોડામાં પૌહા (IAS Officer Shared cooking Photo) બનાવતા હોય તેવો ફોટો ટ્વિટર પર શેર કર્યો હતો. પછી શું હતું એક નાનકડી ભૂલ અને ટ્રોલર્સ (Trollers)ના નિશાને આઇએએસ પણ આવી ગયા.
સૂટ-બૂટ પહેરીને બનાવ્યા પૌહા
IAS અધિકારી અને કાનપુરના કમિશ્નર રાજ શેખરે પૌહા બનાવતા હોય તેનો ફોટો પોતાના ટ્વિટર પર શેર કર્યો હતો. જેને લઇને તેઓ ટ્રોલ થઇ રહ્યા છે. કમિશ્નરે જે ફોટો શેર કર્યો છે, તેમાં તેઓએ સૂટ પહેર્યુ છે અને કાનમાં ઈયરફોન પહેર્યા છે. એક હાથ વૂડન સ્ટિક પકડીને પૌહા બનાવતા હોય તેવો ફોટો શેર કર્યો છે.
કમિશ્નર રાજ શેખરે ટ્વિટર પર ફોટો શેર કરી લખ્યું કે, મહેરબાની કરીને મને શુભકામનાઓ આપો. કૂકિંગમાં મારું ભાગ્ય અજમાવવા જઇ રહ્યો છું. ગૃહમંત્રીના માર્ગદર્શનમાં નાસ્તામાં પૌહા બનાવ્યા. જોકે, આ ફોટામાં એક નાનકડી ભૂલ ટ્રોલર્સે શોધી કાઢી અને અને અધિકારીને ખૂબ ટ્રોલ કર્યા.
કમિશ્નરે જે ફોટો શેર કર્યો તેમાં બધુ બરાબર હતું પણ પૌહાની કઢાઇ નીચે ગેસ બંધ હતો. પછી શું નેટિજન્સે અધિકારીની ખૂબ મજા લીધી. કમેન્ટ સેક્શનમાં અનેક યુઝર્સે રમૂજી ટીપ્પણીઓ કરી હતી. જ્યારે અમુક લોકોએ તે વાતની મજાક ઉડાવી કે સૂટ અને ઈયરફોન પહેરીને કોણ રસોઇ બનાવે છે.
શિવસેનાના નેતાએ પણ કરી કમેન્ટ
શિવસેનાના નેતા પ્રિયંકા ચતુર્વેદીએ પણ અધિકારીના આ ફોટા પર કમેન્ટ કરી છે, તેમણે લખ્યું કે, સાથે જ રસોઇ ગેસને આટલો સસ્તો બનાવવા સરકારને સંદેશો આપવા માટે ધન્યવાદ. ગેસ વગર પણ કૂકિંગ શક્ય છે. ગેસની જગ્યાએ ગરમી સામૂહિક ગુસ્સાથી આવે છે.
એક યુઝરે લખ્યું છે કે, ઠીકે છે સર. ઓલ ધ બેસ્ટ. સ્ટેપ-1 ગેસને ચાલુ કરો. જ્યારે શુભેન્દુ નામના એક યુઝરે લખ્યું કે, બંધ ગેસ પર રસોઇ બનાવવી, આ કળા માત્ર આઇએએસ અધિકારીમાં જ હોય છે અને સૂટ પહેરીને કોણ રસોઇ બનાવે? આવી અનેક કમેન્ટ્સથી અધિકારીને ભારે ટ્રોલ કરવામાં આવી રહ્યા છે.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર