પશ્ચિમ બંગાળના 20 જિલ્લાઓમાં પંચાયતની ચૂંટણીઓ માટે મતદાન ચાલુ છે. દરમિયાન, ઓછામાં ઓછા 7 લોકોના મોતના સમાચાર છે. અહી અનેક જગ્યાઓ પર બૂથ કેપ્ચરીંગનો પ્રયત્ન પણ થઇ રહ્યો છે.
અહી ત્રણ સ્થળોએ વિસ્ફોટ થયા. મતદાન 5 વાગ્યા સુધી ચાલશે અને પરિણામો 17 મી મેના રોજ આવશે. ચૂંટણીમાં સુરક્ષાને ધ્યાનમાં રાખીને આસામ, ઓરિસ્સા, સિક્કીમ અને આંધ્રપ્રદેશના આશરે 1500 સુરક્ષા કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે.
મીડિયાની ગાડીમાં કરવામાં આવેલી તોડફોડ
મતદાન દરમિયાન હિંસા
તણાવ વચ્ચે સાઉથ 24 પરગણા જિલ્લાના ભાનગઢ વિસ્તારમાં અમુક ગુંડાઓએ મીડિયાની ગાડીઓને રોકી હતી અને તોડફોડ કરી હતી. અહીં સુરક્ષા બે જ સુરક્ષા જવાનો હોવાનું માલુમ પડ્યું હતું. આસપાસને વિસ્તારમાં તોફાની તત્વો બંદૂકો સાથે ફરતા નજરે પડ્યા હતા. બીજી તરફ પશ્ચિમ બંગાળના મંત્રી રવિન્દ્રનાથ ઘોષે નાતબાડી બૂથ ખાતે બીજેપીના પોલિંગ એજન્ટને કથિત રીતે થપ્પડ મારી દીધાનો કેસ સામે આવ્યો છે. એટલું જ નહીં અનેક જગ્યાએ હિંસાના બનાવો સામે આવી રહ્યા છે.
ભારે સુરક્ષા વચ્ચે મતદાન
સમગ્ર દેશમાં ખરાબ હવામાનને લીધે, પશ્ચિમ બંગાળના કેટલાક વિસ્તારોમાં સવારથી વરસાદ થઈ રહ્યો છે, જેના કારણે મતદારો છત્રી લઇને મત આપવા પોતાના ઘરેથી નિકળી ગયા છે. ઉમેદવારી પ્રકિયા દરમિયાન ભડકેલી હિંસાને લઇને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પોલિગ બુથ પર લગભગ 1500 સુરકર્મીઓને તૈનાત કરવામાં આવ્યા છે.
ગ્રામ પંચાયત, પંચાયત સમિતિ અને જિલ્લા પરિષદ સ્તરે 58,692 બેઠકોમાંથી 38,616 બેઠકો માટે મતદાન યોજાઇ રહ્યુ છે. અહી લગભગ 34.2% બેઠકો અનિશ્ચિતપણે, શાસક તૃણમૂલ કોંગ્રેસનના ખાતામાં છે.
ચૂંટણીઓમાં ઉમેદવારી નોંધાવવા પર ભડકેલી હિંસાને ધ્યાનમાં રાખીને રાજ્યમાં તૃણમૂલ કોંગ્રેસ, ભાજપ, કોંગ્રેસ અને ડાબેરી મોરચાના નેતાઓએ એકબીજા પાર આક્ષેપ-પ્રતિઆક્ષેપ લગાવ્યા. વિરોધ પક્ષનો આરોપ છે કે ટીએમસીએ નોમિનેશન પ્રક્રિયા દરમિયાન હિંસા ફેલાવી હતી. આ આક્ષેપોને નકારી કાઢતાં તૃણમૂલએ કહ્યું કે કોઇ જનાધાર નથી તે ચૂંટણીઓથી બચવાનો પ્રયાસ કરી રહ્યા હતા.
તૃણમૂલ કોંગ્રેસના ટેકેદારો પર હિંસાનો આરોપ મૂકતા વિરોધ પક્ષોએ હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં અરજી પણ કરી હતી. તે સમયે, ઉમેદવારી નોંધાવવા માટે અટકી જતા વિપક્ષના આરોપોને લઇને હાઇકોર્ટે ઉમેદવારોને વોટ્સએપ અને ઇમેઇલ દ્વારા નોમિનેશન ભરવાની મંજૂરી આપી હતી.
આવી પરિસ્થિતિમાં, પંચાયત ચૂંટણીઓમાં કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. આસામ, ઓરિસ્સા, સિક્કીમ અને આંધ્રપ્રદેશના આશરે 1500 સુરક્ષા કર્મચારીઓ અહીં તૈનાત કરવામાં આવ્યા છે. સુરક્ષા વ્યવસ્થા હેઠળ રાજ્યના જુદા જુદા વિસ્તારમાં રવિવારે સૈનિકોએ કૂચ પણ કરી હતી.
Published by:Bhoomi Koyani
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર