Home /News /national-international /

મેઘાલય-નાગાલેન્ડમાં મતદાન શરૂ, શું કોંગ્રેસ પોતાનો અંતિમ ગઢ બચાવી શકશે?

મેઘાલય-નાગાલેન્ડમાં મતદાન શરૂ, શું કોંગ્રેસ પોતાનો અંતિમ ગઢ બચાવી શકશે?

સવારથી જ મતદાન મથકો પર લાઈનો લાગી હતી

બંને રાજ્યોના ચૂંટણી પરિણામો ત્રીજી માર્ચના રોજ જાહેર કરવામાં આવશે.

  આજે પૂર્વોત્તરના બે રાજ્ય એટલે કે મેઘાલય અને નાગાલેન્ડ વિધાનસભાની ચૂંટણી માટેની મતદાન પ્રક્રિયા શરુ થઇ ગઇ છે. બંને રાજ્યોમાં વિધાનસભાની 59-59 બેઠક પર ચૂંટણી છે. આ માટે આજે સવારના સાત વાગ્યાથી મતદાન શરુ થઇ ગયું છે.

  સાંજે ચાર કલાક સુધી આ મતદાન પ્રક્રિયા ચાલું રહેશે. જોકે, નાગાલેન્ડના કેટલાક આંતરિક જિલ્લામાં કેટલાક મતદાન કેન્દ્ર પર સાંજે ત્રણ કલાકે જ મતદાન પૂર્ણ થશે. હાલમાં તો મતદાન કેન્દ્રો પર મતદારોની વોટિંગ કરવા માટે લાઇન જોવા મળી રહી છે.

  મેઘાલયમાં 18 ફેબ્રુઆરીએ ઇસ્ટ ગારો હિલ્સ જિલ્લામાં એક આઇઆઇડી વિસ્ફોટમાં એનસીપીના ઉમેદવાર જોનાથન એન સંગમાનું મોત થયું હતું. જેના કારણે વિલિયમનગર બેઠક પર ચૂંટણી રદ કરવામાં આવી હતી.

  નાગાલેન્ડમાં એનડીપીપી પ્રમુખ નિફીયુ રીયોને ઉત્તરની અંગામી દ્વિતીય વિધાનસભા સીટ પરથી બિનહરીફ જાહેર કરવામાં આવ્યા છે. બંને રાજ્યોના ચૂંટણી પરિણામો ત્રીજી માર્ચના રોજ જાહેર કરવામાં આવશે.

  વર્ષ 1963માં નાગાલેન્ડ અસ્તિત્વમાં આવ્યું ત્યારથી અહીં કોંગ્રેસના ત્રણ મુખ્યમંત્રી રહી ચુક્યા છે. જોકે, આ વખતે તે અહીં એકલી જ 18 બેઠક પર લડી રહી છે જ્યારે બીજેપી 20 બેઠક પર લડી રહી છે.

  નાગાલેન્ડમાં બીજેપીએ નીફિયૂ રિયોની નેશનલિસ્ટ ડેમોક્રેટિક પ્રોગેસિવ પાર્ટી (એનડીપીપી) સાથે ગંઠબંધન કર્યું છે. જેમાંથી એનડીપીપીએ 40 અને બીજેપીએ 20 બેઠક પર ઉમેદવાર ઉભા રાખ્યા છે.

  કોંગ્રેસ માટે મેઘાલયના ચૂંટણી પરિણામ મહત્વના રહેશે. અહીં છેલ્લા દસ વર્ષથી કોંગ્રેસનું જ શાસન રહ્યું છે. કોંગ્રેસે અહીં 59 અને ભાજપે 47 બેઠક પર ઉમેદવાર ઉભા રાખ્યા છે.

  આસામ, મણિપુર અને અરુણાચલ પ્રદેશમાં પોતાની સરકાર બનાવ્યા બાદ હવે બીજેપીની નજર નાગાલેન્ડ અને મેઘાલય પર છે. આ માટે બીજેપીએ કોઈ કસર છોડી નથી.
  Published by:Vinod Zankhaliya
  First published:

  Tags: Meghalaya, Nagaland, Voting, કોંગ્રેસ, ભાજપ

  આગામી સમાચાર