સવર્ણો આનંદો! રાજ્યસભામાં પણ 10 ટકા આર્થિક અનામત બિલ પાસ

News18 Gujarati
Updated: January 10, 2019, 7:39 AM IST
સવર્ણો આનંદો! રાજ્યસભામાં પણ 10 ટકા આર્થિક અનામત બિલ પાસ
ન્યૂઝ18 ક્રિએટિવ

રાજ્યસભામાં 10 ટકા અનામત બિલના પક્ષમાં 165 મત પડ્યા છે, જ્યારે બિલના વિરોધમાં માત્ર 7 મત પડ્યા છે

  • Share this:
સામાન્ય વર્ગના આર્થિક કમજોર લોકો માટેનું 10 ટકા અનામત સંવિધાન સંશોધન બિલ આજે રાજ્યસભામાં પણ પાસ થઈ ગયું છે.  રાજ્યસભામાં 10 ટકા અનામત બિલના પક્ષમાં 165 મત પડ્યા છે, જ્યારે બિલના વિરોધમાં માત્ર 7 મત પડ્યા છે.

તમને જણાવી દઈએ કે, સવર્ણો માટેનું 10 ટકા આર્થિક અનામત બિલ આજે રાજ્યસભામાં પસાર કરવામાં આવ્યું. આ બિલ પર આજે આખા દિવસની લાંબી ચર્ચા બાદ પ્રસ્તાવ આવ્યો કે, બિલને સિલેક્ટ કમિટીમાં મોકલવામાં આવે. જોકે, આ મુદ્દે મતદાન કરવામાં આવ્યું. જેમાં 155 મત બિલને સિલેક્ટ કમિટી પાસે નહી મોકલવાની તરફેણમાં પડ્યા, જ્યારે 18 મત બિલને કમિટીમાં મોકલવા માટે પડ્યા. ત્યારબાદ બિલ પાસ કરવા માટે મતદાન કરવામાં આવ્યું જેમાં બિલના પક્ષમાં 165 અને વિરોધમાં 7 મત પડ્યા.

ઉલ્લેખનીય છે કે, ગઈ કાલે 10 ટકા આર્થિક અનામત બિલ લોકસભામાં રજૂ કરવામાં આવ્યું હતું, અહીં પણ લાંબી ચર્ચા બાદ અનામત બિલ પાસ થઈ ગયું હતું. લોકસભામાં પણ બિલ માટે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં પક્ષમાં 323 મત પડ્યા હતા. જ્યારે ત્રણ સાંસદોએ વિરોધમાં વોટ કર્યો હતો. હવે ગરીબ સવર્ણોને સરકારી નોકરી અને શૈક્ષણિક સંસ્થાઓમાં 10 ટકા અનામત મળવાનો રસ્તો સ્પષ્ટ થઈ ગયો છે. બિલ પાસ થયું ત્યારે વડાપ્રધાન મોદી, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પણ હાજર હતા.

આ પણ વાંચો - લોકસભામાં 10 ટકા સવર્ણ અનામત બિલ પાસ, વોટિંગમાં મળી ભારે બહુમતી

હવે શું થશે
તમને જણાવી દઈએ કે, સવર્ણોને આર્થિક ધોરણે 10 ટકા અનામત આપવાનું બિલ લોકસભા અને રાજ્યસભામાં પણ પાસ થઇ ગયું છે, હવે આ બિલ મંજૂરી માટે રાષ્ટ્રપતિ પાસે મોકલવામાં આવશે. રાષ્ટ્રપતિ આ બિલ પર સહી કરશે, એટલે કાયદો બની જશે. હવે ગરીબ સવર્ણોને પણ સરકારી નોકરી અને શૈક્ષણીક સંસ્થાઓમાં 10 ટકા અનામક મળશે.કેટલાક વિપક્ષી દળોએ આ બિલને લોકસભા ચૂંટણી પહેલા લાવવાને લઈ સરકારના ઈરાદા તથા આ બિલની ન્યાયિક સમીક્ષામાં ટકી શકવાને લઈ આશંકા વ્યક્ત કરી છે. જોકે, સરકારે દાવો કર્યો છે કે, કાયદો બન્યા બાદ આ ન્યાયિક સમિક્ષાની અગ્ની પરિક્ષામાં પણ ખરૂ ઉતરશે, કારણ કે, આને સંવિધાન સંશોધન દ્વારા લાવવામાં આવ્યું છે.

લોકસભા બાદ રાજ્યસભામાં પણ બીલ પાસ થઈ ગયા બાદ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાની પ્રતિક્રિયા આપી છે. પીએમ મોદીએ ટ્વીટ કરી કહ્યું કે, આ સામાજીક ન્યાયની જીત છે.આ બાજુ બિલ પાસ થયા બાદ બીજેપીના અધ્યક્ષ અમિત શાહે ટ્વીટ કરી આ બિલનું સમર્થન કરનાર તમામ સભ્યોનો આભાર વ્યક્ત કર્યો છે.

 
First published: January 9, 2019, 10:38 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading