લોકસભામાં 10 ટકા સવર્ણ અનામત બિલ પાસ, વોટિંગમાં મળી ભારે બહુમતી

News18 Gujarati
Updated: January 8, 2019, 10:24 PM IST
લોકસભામાં 10 ટકા સવર્ણ અનામત બિલ પાસ, વોટિંગમાં મળી ભારે બહુમતી

  • Share this:
સવર્ણ અનામત બિલ લોકસભામાં પાસ થઇ ગયું છે. બિલના પક્ષમાં 323 મત પડ્યા હતા. જ્યારે ત્રણ સાંસદોએ વિરોધમાં વોટ કર્યો હતો. હવે ગરીબ સવર્ણોને સરકારી નોકરી અને શૈક્ષણિક સંસ્થાઓમાં 10 ટકા અનામત મળવાનો રસ્તો મોકળો થયો છે. બિલ પાસ થયું ત્યારે વડાપ્રધાન મોદી, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પણ હાજર હતા,

હવે બુધવારે રાજ્યસભામાં આ ખરડો મૂકવામાં આવશે. જોકે કોંગ્રેસ અને બસપાનું સમર્થન મળી રહે તો રાજ્યસભામાં પણ બિલ નિર્વિઘ્ને પસાર થઈ જાય તેવી શક્યતા હાલ વર્તાઈ રહી છે.

સંસદના શિયાળુ સત્રના છેલ્લા દિવસે મોદી સરકારની પરીક્ષાનો સમય છે. મૂળે, લોકસભા ચૂંટણી પહેલા એક મોટું પગલું ઉઠાવતા કેન્દ્રીય કેબિનેટે 'આર્થિક રીતે

નબળા' વર્ગો માટે નોકરીઓ તથા શિક્ષણમાં 10 ટકા અનામતને સોમવારે મંજૂરી આપી દીધી. તેના સંબંધિત બિલ મંગળવારે લોકસભામાં રજૂ કરવામાં આવ્યું હતું આ માટે પહેલા ચર્ચા બાદ વોટિંગ હાથ ધરાયું છે.

સવર્ણોને આર્થિક ધોરણે 10 ટકા અનામત આપવાનું બિલ લોકસભામાં પાસ થઇ ગયું છે, બિલના ફેવરમાં 323 મત પડ્યા હતા, જ્યારે ચાર મત વિપક્ષમાં પડ્યા હતા.લોકસભાએ બંધારણીય સંશોધન બિલ 2019 પાસ કર્યું છે, હવે ગરીબ સવર્ણોને પણ સરકારી નોકરી અને શૈક્ષણીક સંસ્થાઓમાં 10 ટકા અનામક મળશે,


Loading...

સાથે બહુમતી મળતા સ્પીકરે જાહેરાત કરી કે સવર્ણોને આર્થિક ધોરણે 10 ટકા અનામત આપવાનું બિલ લોકસભામાં પાસ થાય છે. બિલ પાસ થયા બાદ લોકસભામાં 'ભારત માતા કી જય'ના નારા લાગ્યા હતા.
First published: January 8, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...