8 ફેબ્રુઆરીએ દિલ્હી વિધાનસભાની ચૂંટણી, 11મીએ પરિણામ

News18 Gujarati
Updated: January 6, 2020, 4:10 PM IST
8 ફેબ્રુઆરીએ દિલ્હી વિધાનસભાની ચૂંટણી, 11મીએ પરિણામ
3750 પોલિંગ બુથ પર લગભગ 1.46 કરોડ મતદાતા પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે

3750 પોલિંગ બુથ પર લગભગ 1.46 કરોડ મતદાતા પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે

  • Share this:
નવી દિલ્હી : મુખ્ય ચૂંટણી કમિશ્નર સુનીલ અરોડા દ્વારા વિધાનસભા ચૂંટણી-2020 (Delhi Assembly Election 2020) ની તારીખોની જાહેરાત કરી દેવામાં આવી છે. દિલ્હી વિધાનસભાની ચૂંટણી 8 ફેબ્રુઆરીએ યોજાશે. જ્યારે 11 ફેબ્રુઆરીએ પરિણામ જાહેર થશે.

પ્રેસ કોન્ફરન્સમાં મુખ્ય ચૂંટણી કમિશ્નર સુનીલ અરોડાએ કહ્યું હતું કે 22 ફેબ્રુઆરીએ દિલ્હી વિધાનસભાનો કાર્યકાળ સમાપ્ત થઈ રહ્યો છે. ચૂંટણીની પ્રક્રિયા પુરી કરવા માટે 90 હજાર કર્મચારીઓની નિમણુક કરાશે. સ્થિતિ પર નજર રાખવા માટે મીડિયા મોનિટરિંગ સેન્ટર બનાવવામાં આવ્યા છે. 2689 સ્થાનો પર કુલ 13,750 મતદાતા કેન્દ્ર રહેશે. 3750 પોલિંગ બુથ પર લગભગ 1.46 કરોડ મતદાતા પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.

દિલ્હી વિધાનસભા માટે 14 જાન્યુઆરીએ નોટિફિશેન જાહેર થશે. ઉમેદવારી પત્ર ભરવાની અંતિમ તારીખ 21 જાન્યુઆરી રહેશે. ઉમેદવારી પત્રની તપાસ 22 જાન્યુઆરીએ થશે અને 24 જાન્યુઆરી સુધી નામ પાછા ખેચી શકાશે.

AAP આ વખતે દિલ્હીના લોકો વચ્ચે કેજરીવાલ સરકારની પાંચ વર્ષની સિદ્ધિઓને લઈને જવાની છે. આગામી વિધાનસભાની ચૂંટણી માટે પાર્ટી તરફથી નવું સ્લોગન જાહેર કરવામાં આવ્યું છે. આપ ચૂંટણીમાં ‘અચ્છે બીતે 5 સાલ, લગે રહો કેજરીવાલ’ના નારા સાથે મેદાનમાં ઉતરશે.

બીજી તરફ બીજેપીએ (BJP) દિલ્હી વિધાનસભા ચૂંટણી 2020માં જીતનો વનવાસ ખતમ કરવા ચૂંટણીની તૈયારીઓ શરુ કરી દીધી છે. ‘દિલ્હી ચલે મોદી કે સાથ-2020’ ના નારા સાથે દિલ્હી વિધાનસભાની ચૂંટણી લડશે.

આ પણ વાંચો - શરદ પવાર રાષ્ટ્રપતિ બનવાની રેસમાં? સંજય રાઉતના નિવેદનથી ચર્ચા તેજ 

આ પહેલા 70 સભ્યોવાળી દિલ્હી વિધાનસભાની ચૂંટણી 2015માં થઈ હતી. જેમાં આમ આદમી પાર્ટી (AAP)ને 67 અને BJPને 3 સીટ મળી હતી. કૉંગ્રેસ ખાતું પણ ખોલાવી શક્યું ન હતું.
First published: January 6, 2020, 3:31 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading