ન્યૂઝ 18 ગુજરાતી : રવિવારે લોકસભાની ચૂંટણીમાં અંતિમ તબક્કાનું તમદાન થશે. અંતિમ અને સાતમાં તબક્કાના મતદાનમાં 59 બેઠકોનો સમાવેશ થાય છે. દેશના સાત રાજ્યોમાં યોજનારા મતદાનમાં 918 ઉમેદવાર ચૂંટણીના મેદાનમાં છે. આ તબક્કાના મતદાનમાં દેશના વડાપ્રધાન મોદી પણ વારાણસી બેઠકથી ચૂંટણી લડી રહ્યાં છે.
અંતિમ તબક્કાના મતદાનમાં સાત રાજ્યોમાં 10.1 કરોડ મતદારો માટે મતદાન થશે. દેશના સાત રાજ્યોમાં યોજાનારી ચૂંટણી માટે ચૂંટણી પંચ દ્વારા કુલ 1,12,986 મતદાન મથકો તૈયાર કરવામાં આવ્યા છે. આ ચૂંટણીમાં સૌથી વધુ પંજબ ઉત્તર પ્રદેશની 13-13 બેઠકો પર મતદાન થશે જ્યારે પશ્ચિમ બંગાળની 9 અને બિહારની 8 અને મધ્યપ્રદેશની 8 બેઠકો પર મતદાન થશે. આ ઉપરાંત હિમાચલ પ્રદેશની 4, ઝારખંડની 3 અને ચંદીગઢ બેઠક મળીને કુલ 59 બેઠકો માટે મતદાન થશે.
સાતમાં તબક્કામાં જે 59 બેઠકોનો સમાવેશ થાય છે તેમાંથી વર્ષ 2014ની લોકસભાની ચૂંટણીમાં ભાજપે 33 બેઠકો જીતી હતી જ્યારે એનડીના અન્ય સમર્થક દળોએ સાત બેઠકો જીતી હતી. આ તબક્કામાંથી ગત ચૂંટણીમાં 9 બેઠકો તૃણૂલ કોંગ્રેસ તો 3 બેઠકો કોંગ્રેસે અને 4 બેઠકો આમ આદમી પાર્ટીએ જીતી હતી. જ્યારે જદયુએ 1 બેઠક અને જારખંડ મુક્તિ મોર્ચાએ 1 બેઠક જીતી હતી.