અમિત શાહનો કોંગ્રેસ પર પ્રહાર, 'હારમાં પણ જીત શોધી રહી છે કોંગ્રેસ'
અમિત શાહનો કોંગ્રેસ પર પ્રહાર, 'હારમાં પણ જીત શોધી રહી છે કોંગ્રેસ'
ફાઇલ તસવીર
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે સોમવારે બપોરે પ્રેસકોન્ફરન્સ યોજીને ભાજપને આગળ વધારવા માટે કર્ણાટકની જનતાનો આભાર માન્યો હતો. આ સાથે તેમણે પાર્ટી ઉપર લાગેલા હોર્સ ટ્રેડિંગના આરોપને પણ નકારતા કોંગ્રેસ ઉપર નિશાન સાધ્યું હતું.
કર્ણાટક વિધાનસભામાં કોંગ્રેસ અને જેડીએસની ગઠબંધનવાળી સરકાર બનવા જઇ રહી છે. બુધવારે કર્ણાટકના નવા મુખ્યમંત્રી તરીકે કુમારસ્વામી શપથ લેનારા છે. ત્યારે બીજી તરફ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે સોમવારે બપોરે પ્રેસકોન્ફરન્સ યોજીને ભાજપને આગળ વધારવા માટે કર્ણાટકની જનતાનો આભાર માન્યો હતો. આ સાથે તેમણે પાર્ટી ઉપર લાગેલા હોર્સ ટ્રેડિંગના આરોપને પણ નકારતા કોંગ્રેસ ઉપર નિશાન સાધ્યું હતું. તેમણે કોંગ્રેસ અને જેડીએસ ઉપર આરોપ લગાવતા કહ્યું હતું કે, કોંગ્રેસ તેમની પાર્ટી ઉપર હોર્સ ટ્રેડિંગનો આરોપ લગાવી રહી છે પરંતુ પોતાના ધારાસભ્યોને હોટલમાં બંધ કરીને શું કર્યું એનો જવાબ તેઓ આપી શકશે?
કોંગ્રેસના મંત્રી બચાવી ન શક્યા પોતાની સીટ
શાહે વધુમાં જણાવ્યું હતું કે, કર્ણાટકમાં સિદ્ધારમૈયા સત્તાકાળ દરમિયા 3,700 ખેડૂતોએ આત્મહત્યા કરી હતી. જે સિદ્ધારમૈયા સરકારની નિષ્ફળતા છે. કર્ણાટકની જનતાએ અમને સૌથી મોટી પાર્ટી તરીકે ચૂંટ્યા છે. કર્ણાટકમાં સિદ્ધારમૈયા સરકારની વિરુદ્ધમાં વોટ આપ્યા છે. કોંગ્રેસ વિરૂદ્ધ જનતાએ વોટિંગ કર્યું છે. કર્ણાટકમાં કોંગ્રેસની 122 સીટોમાંથી ઘટની 78 થઇ ગઈ છે. તેમના અડધાથી વધારે મંત્રીઓ ચૂંટણી હાર્યા છે. એટલું જ નહીં મુખ્યમંત્રી સુદ્ધા હારી ગયા છે. તો પણ તેઓ ઉજવણી કરી રહ્યા છે. કોંગ્રેસ પાર્ટીના નેતાઓએ જણાવવું જોઇએ કે તેઓ કર્ણાટકમાં કઇ વાતની ઉજવણી કરી રહ્યા છે.
BJP is single largest party in Karnataka, our vote share saw a major increase. The mandate was clearly anti-Congress. What is the Congress celebrating? More than half of their ministers lost,CM lost from one seat.Similarly, why is JDS celebrating? For getting 37 seats?: Amit Shah pic.twitter.com/RvfLUz8IeC
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કર્ણાટક ચૂંટણીમાં કોંગ્રેસે હદ વટાવી દીધી છે. જેડીએસે જનાદેશ વિરૂદ્ધ જઇને કોંગ્રેસ સાથે ગઠબંધ કર્યું છે. જે અપવિત્ર ગઠબંધન છે. શાહે કોંગ્રેસ ઉપર આરોપ લગાવતા કહ્યું હતું કે, અમે ક્યારે પણ હોર્સ ટ્રેડિંગમાં વિશ્વાસ કર્યો નથી. કોંગ્રેસે આ વાતનો જવાબ આપવો જોઇએ કે તેમણે ધારાસભ્યોને ફાઇવ સ્ટાર હોટલમાં બંધ કરીને શું કર્યું ?
2019માં લોકસભા ચૂંટણીમાં પોતાની જીત ઉપર વિશ્વાસ દાખવતા અમિત શાહે કહ્યું હતું કે, બીજેપી બહુમત સાથે સરકાર બનાવશે. તેમણે કહ્યું કે, આર્ટિકલ 356ના ઉલ્લંઘન કરીને કોંગ્રેસ 50થી વધારે સરકારો પાડી છે. તેમને લોકતંત્ર વિશે ઉપદેશ આપવાનો અધિકાર નથી.
બહુમતથી માત્ર સાત સીટો દૂર રહી ભાજપ
સિદ્ધારમૈયા પોતે જ પોતાની સીટ બચાવી શક્યા નથી. એટલા માટે આપણે એ માનવું પડે કે, કર્ણાટકની જનતાએ કોંગ્રેસ પાર્ટીને ચૂંટી નથી. કોંગ્રેસ એ ક્યારે ન વિચારે કે લોકોએ ત્રિશંકુ વિધાનસભાની પસંદગી કરી છે. અમે બહુમતથી માત્ર સાત સીટો દૂર રહ્યા છીએ.
Published by:Ankit Patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર