Home /News /national-international /મતદારો માટે આતંકવાદ કરતાં રોજગારી, આરોગ્ય અને પાણી મહત્વનાં મુદ્દા

મતદારો માટે આતંકવાદ કરતાં રોજગારી, આરોગ્ય અને પાણી મહત્વનાં મુદ્દા

પ્રતિકાત્મક તસવીર

  એસોસિએશન ફોર ડેમોક્રેટિક રીફોર્મ્સ (ADR) તરફથી મતદારોનો દેશવ્યાપી સર્વે હાથ દરવામાં આવ્યો. જેમાં લોકસભાના ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ સર્વે ઓક્ટોબર 2018થી ડિસેમ્બર 2018 સુધી કરવામાં આવ્યો અને તેમાં દેશના 534 સાંસદ ક્ષેત્રના 2,73,487 મતદારોને આવરી લેવાયા.

  આ સર્વે ના ત્રણ મુખ્ય હેતુઓ હતા, જેમાં પ્રથમ હેતુ કોઈ ચોક્કસ શાસનના મુદ્દાઓ પ્રત્યે મતદારોની પ્રાથમિકતા જાણવી. બીજું તે મુદ્દાઓના સંદર્ભમાં સરકારના કામ મૂલવવા અને ત્રીજું મતદાનને અસર કરતાં પરિબળો જાણવા.

  સર્વેમાં મતદારોને અસર કરતાં 31 જેટલા પ્રશ્નો/મુદ્દાઓ ને આવરી લેવાયા હતા, જેવા કે પીવાનું પાણી, વીજળી, રસ્તા, અન્ન, શિક્ષણ, આરોગ્ય સેવાઓ, જાહેર વાહન વ્યવહાર વગેરે. મતદારોએ તેમના વિસ્તારોમાં આ પ્રશ્નોમાં સુધાર લાવવા સરકારનું વલણ, કામકાજ કેવું રહ્યું તે સંદર્ભમાં પ્રતિભાવ આપ્યો.

  અહીં ક્લિક કરી વાંચોઃ 'ભાજપમાં વાવાઝોડું જ હોય', અમરેલીના સંમેલનમાં એવું તે શું થયું કે નાસભાગ મચી ?

  મતદારોએ તેમના માટે સૌથી 5 અગત્યના મુદ્દાઓ લિસ્ટ કર્યા હતા, કે જેના પર સરકાર પાસેથી તેમની અપેક્ષા છે. અને તેમના દ્રષ્ટિકોણથી સરકારનો આ પ્રશ્નોમાં કેવો પ્રતીભાવ/કામ રહ્યું તેનું પણ રેટિંગ કર્યું હતું. તેમાં સારું, મધ્યમ અને ખરાબ પ્રદર્શન તરીકે મતદારોએ 0થી 5ના સુધીના માર્ક આપ્યા હતા.

  આ તારણમાં જે મુદ્દા આવ્યા તેમાં સ્પષ્ટ થાય છે કે ભારતીય મતદારો રોજગારની તકો, આરોગ્ય વ્યવસ્થાઓ, અને પીવાનું પાણી, અને સારા રસ્તાઓ જેવા મુદ્દાઓને સૌથી વધુ પ્રાથમિક્તા આપે છે. અને તેમના માટે આ મુદ્દાઓ આતંકવાદ કે સરક્ષણ/મિલીટરી જેવા મુદ્દાઓ કરતાં પણ વધુ મહત્વના છે.

  રાષ્ટ્રવ્યાપી સર્વેમાં આવેલા મહત્વનાં તારણો

  આ સર્વે સ્પષ્ટપણે દર્શાવે છે કે ઉપરોક્ત ક્ષેત્રો અને મુદ્દાઓને સરકાર તરફથી દુર્લક્ષ સેવવામાં આવ્યું છે, અને તેનાથી આ નાગરિકોના સન્માન પૂર્વકનું જીવન જીવવાના અધિકાર જેવા બંધારણે આપેલા પાયાના અધિકારોનું હનન થઈ રહ્યું છે. સમાવેશક અને ન્યાયસંગત વિકાસ માટે અગત્યનું છે, કે પાયાની સેવાઓ અને સુવિધાઓ સમાજના દરેક તબક્કાઓ સુધી પહોંચે જેથી માનવ ક્ષમતાનો વિકાસ શક્ય બને.

  અહીં ક્લિક કરી વાંચોઃ બેરોજગાર યુવાનો માટે મોટી તક, ત્રણ સરકારી બેંકમાં મોટી ભરતી

  મતદારોના દ્રષ્ટિકોણથી સરકારનો દેખાવ અગત્યના 10 મુદ્દાઓ પર મધ્યમથી (સરેરાશ)થી ઓછો છે. જે દર્શાવે છે કે સરકારના કામગીરીથી મતદારોને સંતોષ નથી. એટ્લે સરકારે મતદારોની પ્રાથમિકતાને તેમની કામગીરી માં પ્રાથમિક્તા આપવી જોઈએ આ ક્ષેત્રોમાં વધુ રોકાણ કરવું જોઈએ. 0 -5 ના સ્કોર પર સારી રોજગારની તકો આપવામાં સરકારની કામગીરી 2.15 જેટલીજ રહી છે, જે બાકી ક્ષેત્રો કરતાં સૌથી નબળી દેખાય છે.

  દેશવ્યાપી સર્વે 2018 અનુસાર સૌથી ત્રણ અગત્યના મુદ્દાઓમાં 46.80% મતદારોએ માટે સારી રોજગારની તક ને પ્રાથમિક્તા આપી છે, જ્યારે આરોગ્યની સેવાઓ માટે 34.60% મતદારોએ પ્રાથમિકતા આપી , ત્યારબાદ 30.50% મતદારોએ પીવાના પાણીને અગત્યના મુદ્દા તરીકે લિસ્ટ કર્યો છે.

  અગત્યની બાબત એ છે કે ખેતીમાં પાણી, સબસિડી, લોન, અને ખેત ઉત્પાદનના ભાવ આ બધા મુદ્દાઓએ ટોપ 10 માં સ્થાન મળ્યું છે. અને તે તમામમાં સરકારની કામગીરી સંતોષકારક ન હોવાનું મતદારોએ વ્યક્ત કર્યું છે.

  આ સર્વે અનુસાર જાહેર જમીન/તળાવો ઉપર દબાણ, આતંકવાદ, રોજગાર માટે તાલીમ, સંરક્ષણ, ભ્રષ્ટાચાર નાબૂદી, માઇનિંગ વગેરે ક્ષેત્રો/મુદ્દાઓ માં સૌથી નબળી કામગીરી રહી.અગાઉ થયેલ 2017 ના મિડ-ટર્મ સર્વે અને 2018 ના ઓલ ઈન્ડિયા સર્વે બંને માં રોજગાર અને આરોગ્ય ના પ્રશ્નો ટોપ 2 માં રહ્યા છે. અગાઉ રોજગારીના મુદ્દાને 30% મતદારોએ પ્રાથમિક્તા આપી હતી જ્યારે 2018 તે વધીને 47% થઈ છે.

  સામાજિક અને આર્થિક રીતે પછાત રાજ્યો જેવા કે બિહાર, છત્તીસગઢ, ઝારખંડ, રાજસ્થા, ઉત્તરાખંડ, ઉત્તર પ્રેયદેશ, અને મધ્ય પ્રદેશમાં પણ મતદારોના દૃષ્ટિકોણથી રોજગારિનો મુદ્દો સૌઠો અગત્યનો છે.
  Published by:Sanjay Vaghela
  First published:

  Tags: Election 2019, Indian Election, Lok Sabha Election

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन