કોર્ટે સ્વીકાર્યું, મતદાન ઓળખપત્ર નાગરિકતા સાબિત કરવા માટે પર્યાપ્ત પુરાવો

News18 Gujarati
Updated: February 20, 2020, 12:21 PM IST
કોર્ટે સ્વીકાર્યું, મતદાન ઓળખપત્ર નાગરિકતા સાબિત કરવા માટે પર્યાપ્ત પુરાવો
આ મામલે સચિન જૈન નામના એક વ્યક્તિએ અરજી દાખલ કરી હતી. અને જેની પર સુનવણી કરતા કોર્ટે આ ટિપ્પણી કરી હતી. સચિન જૈનની અરજીમાં તેવો દાવો કરવામાં આવ્યો હતો કે પ્રાઇવેટ હોસ્પિટલ કોવિડ દર્દીઓની સારવાર માટે 10 થી 12 લાખ રૂપિયા ચાર્જ કરે છે. જ્યારે આ સારવારમાં કોઇ સર્જરી પણ નથી થતી. કોર્ટે આ મામલે કેન્દ્ર સરકારને એક સપ્તાહમાં જવાબ આપવાનું કહ્યું છે. એક સપ્તાહ પછી આ મામલે આગળ સુનવણી થશે.

મુંબઈ કોર્ટે Voter IDના આધારે બાંગ્લાદેશી ઘૂસણખોર હોવાના આરોપથી એક દંપતીને દોષમુક્ત જાહેર કર્યા

  • Share this:
મુંબઈ : મતદાન ઓળખપત્ર (Voter ID card) નાગરિકતા (Citizenship) મેળવવા માટેનો પર્યાપ્ત પુરાવો છે. મુંબઈ (Mumbai)ના એડિશનલ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટે એવું કહેતા એક દંપતીને બાંગ્લાદેશી ઘૂસણખોર હોવાના આરોપથી દોષમુક્ત કરી દીધા. કોર્ટે સ્વીકાર્યું કે મતદાન ઓળખપત્ર કોઈ પણ નાગરિક માટે નાગરિકતા મેળવવા માટેનું પ્રમાણપત્ર છે. નોંધનીય છે કે આ દંપતીની 2017માં ગેરકાયદેસરી રીતે ભારતમાં પ્રવેશ કરવા અને દસ્તાવેજ વગર મુંબઈમાં રહેવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી.

કોર્ટે આ મામલાથી દંપતીને દોષમુક્ત જાહેર કરતાં કહ્યું કે, જન્મ પ્રમાણપત્ર, નિવાસ પ્રમાણપત્ર, મૂળ નિવાસ પ્રમાણ પત્ર અને પાસપોર્ટને મૂળ પ્રમાણ તરીકે માનવામાં આવી શકે છે. કોર્ટે પોતાના આદેશમાં કહ્યું કે મતદાન ઓળખપત્રને પણ નાગરિકતાનું પર્યાપ્ત પ્રમાણ કહી શકાય છે. તેઓએ કહ્યું કે મતદાન ઓળખપત્ર બનાવવા માટે જન પ્રતિનિધિ અધિનિયમના ફોર્મ-6 હેઠળ કોઈ પણ વ્યક્તિને ઓથોરિટીની સમક્ષ નાગરિક તરીકે ઘોષણા પત્ર દાખલ કરવાનું હોય છે કે તેઓ ભારતના નાગરિક છે. જો ઘોષણા ખોટી પુરવાર થાય છે તો અમુક શખ્સ સજા માટે ઉત્તરદાયી હોય છે.

કોર્ટે કહ્યું કે, અબ્બાસ શેખ (45) અને રાબિયા ખાતૂન શેખ (40)એ પોતાની નાગરિકતા સાબિત કરવા માટે મતદાન ઓળખપત્ર સહિત અન્ય મૂળ દસ્તાવેજ પણ રજૂ કર્યા હતા. જોકે ફરિયાદી પક્ષે દાવો કર્યો હતો કે દંપતી તરફથી રજૂ કરવામાં આવેલા તમામ દસ્તાવેજ ખોટા છે. કોર્ટમાં ફરિયાદી પક્ષ એ સાબિત કરવામાં નિષ્ફળ રહ્યો કે દંપતીની પાસે જે દસ્તાવેજ છે તે નકલી છે. કોર્ટે પોતાનો ચુકાદો સંભળાવતા કહ્યું કે ફરિયાદી પક્ષ એ વાતને સાબિત કરવામાં નિષ્ફળ રહી છે કે આરોપી દ્વારા રજૂ કરવામાં આવેલા દસ્તાવેજ વાસ્તવિક નથી.

કોર્ટે આ દસ્તાવેજોને માનવાથી આ કારણે કર્યો ઇન્કાર

કોર્ટે પોતાના આદેશમાં એવું પણ કહ્યું કે આધાર કાર્ડ, પાન કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, રેશન કાર્ય કોઈ વ્યક્તિની નાગરિકતા સાબિત કરવા માટે પર્યાપ્ત દસ્તાવેજ ન માની શકાય કારણ કે આ દસ્તાવેજ નાગરિકતા સાબિત કરવાના ઉદ્દેશ્યથી નથી બનાવવામાં આવ્યા. તેઓએ કહ્યું કે જન્મ પ્રમાણપત્ર, નિવાસ પ્રમાણપત્ર અને પાસપોર્ટ વગેરે દસ્તાવેજો પર કોઈ પણ વ્યક્તિના મૂળને સ્થાપિત કરવા માટે ભરોસો મૂકી શકાય છે.

આ પણ વાંચો, કમલ હાસનની ફિલ્મ 'ઈન્ડિયન 2'ના સેટ પર દુર્ઘટના, આસિસ્ટન્ટ ડાયરેક્ટર સહિત 3 લોકોનાં મોત
First published: February 20, 2020, 12:21 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading