ગુવાહાટી હાઇકોર્ટે કહ્યું - વોટર આઈડી કાર્ડ નાગરિકતાની સાબિતી નથી

ગુવાહાટી હાઇકોર્ટે કહ્યું - વોટર આઈડી કાર્ડ નાગરિકતાની સાબિતી નથી
ફાઇલ ફોટો

કોર્ટે એ પણ કહ્યું કે ભૂમિ રાજસ્વ રશીદ, પાન કાર્ડ, અને બેન્કના દસ્તાવેજોનો ઉપયોગ નાગરિકતા સાબિત કરવા માટે કરી શકાય નહીં

 • Share this:
  ગુવાહાટી : ગુવાહાટી હાઇકોર્ટે (Gauhati High Court)ફરી એક વખત કહ્યું છે કે ફોટા સાથેનું વોટર આઈડેન્ટિટી કાર્ડ કોઈ વ્યક્તિની નાગરિકતાની અંતિમ સાબિતી હોઈ શકે નહીં. હાઇકોર્ટે આ આસમ અકોર્ડ અંતર્ગત કોઈના વિદેશી હોવાના સંબંધમાં કહી છે. કોર્ટે એ પણ કહ્યું કે ભૂમિ રાજસ્વ રશીદ, પાન કાર્ડ, અને બેન્કના દસ્તાવેજોનો ઉપયોગ નાગરિકતા સાબિત કરવા માટે કરી શકાય નહીં.

  હાઇકોર્ટના જસ્ટિસ મનોજિત ભુયન અને જસ્ટિસ પ્રથ્વીજ્યોતિ સાઇકાએ જૂનો નિર્ણય દોહરાવ્યો હતો. કોર્ટે આ પહેલા મુનીંદ્ર વિશ્વાસ દ્વારા દાખલ એક મામલામાં આવો જ નિર્ણય આપ્યો હતો. જેમાં તિનસુકિયા જિલ્લામાં એક વિદેશી ટ્રિબ્યૂનલેલના નિર્ણયને પડકાર્યો હતો.  મોહમ્મદ બાબુલ ઇસ્લામ વર્સિસ આસમ રાજ્ય (કેસ સંખ્યા 3547)માં કોર્ટે નિર્ણય આપ્યો હતો કે મતદાતા ફોટો ઓળખપત્ર નાગરિકતાનું પ્રમાણ નથી. જુલાઈ 2019માં ટ્રિબ્યૂનલ દ્વારા વિદેશી ઘોષિત કરાયેલા વિસ્વાસે કોર્ટને બતાવ્યું હતું કે તેના દાદા દુર્ગા ચરણ વિશ્વાસ પશ્ચિમ બંગાળના નદિયા જિલ્લાના હતા અને તેના પિતા ઇન્દ્ર મોહન વિશ્વાસ 1965માં આસમના તિનસુકિયા જિલ્લામાં ચાલ્યા ગયા હતા.

  આ પણ વાંચો - રાહુલ દ્રવિડના પુત્રએ બે મહિનાની અંદર ફટકારી બીજી બેવડી સદી, 2 વિકેટ પણ ઝડપી

  અરજી કર્તાએ કહ્યું કે તેનો આસમમાં જન્મ થયો છે. તિનસુકિયા જિલ્લાના માર્ગેરિટા શહેરનો રહેવાસી છે અને મતદાતા યાદીમાં પોતાનું નામ હોવાની સાબિતી રજુ કરી હતી. આ સાથે 1970માં ખરીદેલા જમીનના દસ્તાવેજ પણ રજુ કર્યા હતા.

  જોકે કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું કે અરજીકર્તા 1997 પહેલાની મતદાતા યાદી આપવામાં નિષ્ફળ રહ્યો છે. જેમાં એ સાબિત થઈ શકે કે તેના માતા-પિતા 1 જાન્યુઆરી 1966 પહેલા આસામમા પ્રવેશ કરી ચૂક્યા હતા અને 24 માર્ચ 1971થી પહેલા રાજ્યમાં રહી રહ્યા હતા.

  નાગરિકતા અધિનિયમ ઉપબંધ 6A પ્રમાણે આસમ સમજુતી પ્રમાણે રાજ્યમાં નાગરિકતા માટે આધાર વર્ષ 1 જાન્યુઆરી 1966 છે. જે લોકો 1 જાન્યુઆરી 1966 અને 24 માર્ચ 1971 વચ્ચે રાજ્યમાં વસેલા છે તેમને દસ વર્ષના ગાળા માટે પોતાના વોટિંગના અધિકારથી હાથ ધોવો પડશે. આ સમયગાળો પુરો થયા પછી તેને વોટ આપવાનો અધિકાર મળી જશે.
  First published:February 18, 2020, 16:48 pm

  टॉप स्टोरीज