Home /News /national-international /ડુપ્લિકેટ વોટર કાર્ડને ડામવા કેબિનેટનો મોટો નિર્ણય, આધારકાર્ડ સાથે કરાવવું પડશે લિંક

ડુપ્લિકેટ વોટર કાર્ડને ડામવા કેબિનેટનો મોટો નિર્ણય, આધારકાર્ડ સાથે કરાવવું પડશે લિંક

નેશનલ વોટર સર્વિસ પોર્ટલ, SMS અથવા ફોન દ્વારા બૂથ-લેવલ ઓફિસરોની મુલાકાત લઈને કોઇ પણ વ્યક્તિ તેના આધારને મતદાર કાર્ડ સાથે લિંક કરી શકે છે (પ્રતિકાત્મક તસવીર)

Aadhaar-Voter ID Linking: આ પ્રક્રિયા ઓનલાઇન કઇ રીતે કરવી તે માટેની તબક્કાવાર પ્રોસેસ આજે અમે તમને જણાવવા જઇ રહ્યા છીએ

કેન્દ્રીય કેબિનેટે (Central Cabinet) મતદાર યાદીમાંથી ડુપ્લિકેટ એન્ટ્રીઓ (Duplicate Voter ID Registraion)ને જડમૂળથી દૂર કરવા માટે વોટર આઇડીને આધાર કાર્ડ સાથે લિંક (Voter ID Link with Aadhaar Card) કરવા સહિતના ચુંટણી સુધારા અંગેના બિલને મંજૂરી આપી છે. મતદાર યાદીમાં એકથી વધુ એન્ટ્રીઓ તપાસવા અને તેમાંથી ભૂલો દૂર કરવા માટે ઇલેક્શન કમિશને (Election Commission) આધાર નંબરને મતદાર ડેટા સાથે લિંક કરવા માટે એક પ્રોજેક્ટ શરૂ કર્યો હતો. નેશનલ વોટર સર્વિસ પોર્ટલ, SMS અથવા ફોન દ્વારા બૂથ-લેવલ ઓફિસરોની મુલાકાત લઈને કોઇ પણ વ્યક્તિ તેના આધારને મતદાર કાર્ડ સાથે લિંક કરી શકે છે. આ પ્રક્રિયા ઓનલાઇન કઇ રીતે કરવી તે માટેની તબક્કાવાર પ્રોસેસ આજે અમે તમને જણાવવા જઇ રહ્યા છીએ.

સૌ પ્રથમ NVSP વેબસાઇટ ઓપન કરો - https://voterportal.eci.gov.in/
“Seeding Through NVSP Portal” સેક્શનમાં જરૂરી વિગતો ભરો.
તમારી વિનંતી રજીસ્ટર થઈ ગઈ છે અને પ્રોસેસ હેઠળ છે તેવી એક સૂચના દેખાશે.
તમારું આધાર કાર્ડ મતદાર ID સાથે લિંક થયેલું છે કે કેમ તે તપાસવા માટે તમે UIDAIની સત્તાવાર વેબસાઇટની પણ મુલાકાત લઈ શકો છો.

આ પણ વાંચો - ચીનની વુહાન લેબમાંથી લીક થયો હતો કોરોના વાયરસ? હાર્વર્ડ વૈજ્ઞાનિકોનો મોટો ખુલાસો

આધાર-મતદાર કાર્ડ લિંક કરવું તે ભારતના ચૂંટણી પંચ (ECI) દ્વારા લોક પ્રતિનિધિત્વ અધિનિયમની જોગવાઈઓમાં સુધારો કરવા માટે કરાયેલ મુખ્ય ભલામણઓ પૈકી એક હતી. જેથી ચૂંટણી કમિશન મતદાર બનવા માટે અરજી કરતા અને જેઓ પહેલાથી જ તેનો ભાગ છે તેવા લોકોના આધાર નંબર મેળવી શકે છે. કેન્દ્રીય કેબિનેટ દ્વારા મંજૂર કરાયેલા બિલ અનુસાર, ચૂંટણી કાયદાને સર્વિસ મતદારો માટે લિંગ-તટસ્થ બનાવવામાં આવશે.

બિલની બીજી જોગવાઈ યુવાનોને દર વર્ષે ચાર અલગ-અલગ તારીખે મતદાર તરીકે નોંધણી કરાવવાની મંજૂરી આપશે, કારણ કે હવે દર વર્ષે 1 જાન્યુઆરીના રોજ અથવા તે પહેલાં 18 વર્ષ પૂરા કરતા લોકો મતદાર તરીકે નોંધણી કરાવી શકશે. બુધવારે મંજૂર થયેલા આ સુધારા અંગેનું બિલ ચાલુ શિયાળુ સત્રમાં રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે.

આ પણ વાંચો - વિદાયમાં વરરાજા સાથે નીકળી દૂલ્હન, રસ્તામાં કાર રોકાવી અને પ્રેમી સાથે ભાગી ગઈ

માર્ચમાં તત્કાલિન કાયદામંત્રી રવિશંકર પ્રસાદે લોકસભામાં એક લેખિત જવાબમાં જણાવ્યું હતું કે, ચૂંટણી પેનલે મતદાર યાદીને "આધાર ઇકોસિસ્ટમ" સાથે લિંક કરવાની દરખાસ્ત કરી છે, જેથી સમયે એક જ વ્યક્તિની બહુવિધ નોંધણી થવાની સમસ્યાને રોકી શકાય. તેમણે કહ્યું કે, આ માટે ચૂંટણી કાયદામાં સુધારાની જરૂર પડશે. મંત્રીએ વધુમાં કહ્યું હતું કે, મતદાન પેનલે આપેલી માહિતી અનુસાર તેમણે મતદાર યાદી ડેટા પ્લેટફોર્મની સુરક્ષા અને સલામતી માટે અનેક પગલા લીધા છે.

ઉલ્લેખનીય છેકે, ઓગસ્ટ 2015 માં સુપ્રીમ કોર્ટના આદેશે મતદાર યાદીમાં બહુવિધ એન્ટ્રીઓ તપાસવા માટે UIDAI (આધાર) નંબરને મતદારોના મતદાર ડેટા સાથે લિંક કરવાના ECના પ્રોજેક્ટ પર બ્રેક લગાવી દીધી હતી. પોલ પેનલ તેના નેશનલ ઈલેક્ટોરલ રોલ પ્યુરિફિકેશન એન્ડ ઓથેન્ટિકેશન પ્રોગ્રામ (NERPAP)ના ભાગ રૂપે આધાર નંબર એકત્રિત કરી રહી હતી.
First published:

Tags: Aadhaar card, Election commission, Voter-id

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો