તમારા સંતાનોને ચોકીદાર બનાવવા હોય તો મોદીને મત આપજો: કેજરીવાલ

News18 Gujarati
Updated: March 20, 2019, 2:15 PM IST
તમારા સંતાનોને ચોકીદાર બનાવવા હોય તો મોદીને મત આપજો: કેજરીવાલ
અરવિંદ કેજરીવાલ

થોડા દિવસો પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના ટ્વીટર હેન્ડલ પર તેમના નામથી આગળ ચોકીદાર લગાવ્યુ

  • Share this:
દિલ્હી: આમ આદમી પાર્ટી (આપ)નાં નેતા અને દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર આક્ષેપ કરતા જણાવ્યું કે, જો લોકો તેમના સંતાનોને ચોકીદાર બનાવવા માંગતા હોય તો તેઓ મોદીને મત આપે અને ભાજપનાં મેં ભી ચોકીદાર કેમ્પેઇન પર પ્રહાર કર્યો હતો.

થોડા દિવસો પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના ટ્વીટર હેન્ડલ પર તેમના નામથી આગળ ચોકીદાર લગાવ્યુ અને આ સાથે ભાજપનાં અનેક નેતાઓએ પણ એ વાતનું અનુકરણ કર્યું.

અરવિંદ કેજરીવાલે જણાવ્યું કે, નરેન્દ્ર મોદી એવું ઇચ્છે છે કે, આખો દેશ ચોકીદાર બની જાય. જો, તમે તમારા સંતાનોને ચોકીદાર બનાવવા ઇચ્છો છો તો મોદીને મત આપજો. પણ જો તમે તમારા સંતાનોને સારું શિક્ષણ આપવા માંગતા હોય અને ડોક્ટર, એન્જિયર, વકીલ તો આમ આદમી પાર્ટીને મત આપજો.”.

લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થઇ ગઇ છે અને સમગ્ર દેશમાં રાજકીય વાતાવરણ ગરમાયેલું છે.

નરેન્દ્ર મોદી પોતાની જાતને ચોકીદાર કહે છે અને એ રીતે તેમને પ્રમાણિક નેતા તરીકે દેશનાં રજૂ કરે છે. મેં ભી ચોકીદારનાં સુત્ર સાથે જ ભાજપ ચૂંટણી પ્રચાર કરે છે.

મહત્વની વાત એ છે કે, રફાલ જેટનાં સોદા મામલે કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી મોદીને ચોકીદાર ચોર હે નો નારો લગાવે છે અને તેમની દરેક સભામાં મોદીને ચોકીદાર ચોર છે તેમ કહી સંબોધ છે.
First published: March 20, 2019, 2:01 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading