Home /News /national-international /

Russia-Ukraine War: ઝેલેન્સ્કીની દુનિયાને અપીલ - રશિયાને રોકવા માટે ઘરો-ઓફિસમાંથી બહાર નીકળો

Russia-Ukraine War: ઝેલેન્સ્કીની દુનિયાને અપીલ - રશિયાને રોકવા માટે ઘરો-ઓફિસમાંથી બહાર નીકળો

યુક્રેનના વિદેશ મંત્રાલયે રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીના હવાલાથી ટ્વિટ કર્યું છે કે રશિયાનું યુદ્ધ ફક્ત યુક્રેન સામે યુદ્ધ નથી. આ સ્વતંત્રતા સામે યુદ્ધ છે

Russia-Ukraine Conflict - યુક્રેન પર રશિયાના આક્રમણને એક મહિના થયો છે ત્યારે ગુરુવારથી વૈશ્વિક વિરોધની અપીલ કરવામાં આવી

    કીવ : યુક્રેન પર છેલ્લા એક મહિનાથી રશિયાનો હુમલો (Russia-Ukraine Conflict) યથાવત્ છે. જંગમાં (Russia Ukraine war)યુક્રેનના ઘણા શહેરો તબાહ થઇ ગયા છે. લાખો લોકો શરણાર્થી બનવા મજબૂર છે. આ દરમિયાન યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડિમિર ઝેલેન્સ્કીએ (Volodymyr Zelensky) પ્રથમ વખત અંગ્રેજીમાં વીડિયો સંદેશો જાહેર કર્યો છે. જેમાં તેમણે દુનિયાના લોકોને યુક્રેન સાથે એકજુટતા દેખાડવાની અપીલ કરી છે. ઝેલેન્સ્કીએ કહ્યું કે આપણે બધાએ રશિયાને રોકવું પડશે. દુનિયાએ આ યુદ્ધ રોકવું જોઈએ. સ્વતંત્રતા મતલબ રાખે છે. પોતાના ઘર અને ઓફિસોમાંથી બહાર નીકળો, યુક્રેનનો સાથ આપો.

    યુક્રેનના વિદેશ મંત્રાલયે રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીના હવાલાથી ટ્વિટ કર્યું છે કે રશિયાનું યુદ્ધ ફક્ત યુક્રેન સામે યુદ્ધ નથી. આ સ્વતંત્રતા સામે યુદ્ધ છે. જેથી હું તમને યુદ્ધ સામે ઉભા રહેવા માટે કહું છું. 24 માર્ચથી તેને શરુ કરવાનું છે. રશિયાના આક્રમણના એક મહિના પછી બધા એક સાથે યુદ્ધ રોકવા ઇચ્છે છે.

    વૈશ્વિક વિરોધની અપીલ

    યુક્રેન પર રશિયાના આક્રમણના એક મહિના પછી ગુરુવારથી વૈશ્વિક વિરોધની અપીલ કરવામાં આવી છે. ઝેલેન્સ્કીએ કહ્યું કે આ દિવસે અને તે પછી પોતાનું સમર્થન બતાવો. પોતાના કાર્યલયો, પોતાના ઘર, સ્કૂલો અને વિશ્વવિદ્યાલયોથી અમને સમર્થન આપો. શાંતિના નામે અમને સમર્થન આપો. યુક્રેનનું સમર્થન કરવા માટે, સ્વતંત્રતાનું સમર્થન કરવા માટે, જીવનનું સમર્થન કરવા માટે યુક્રેની પ્રતિકોની સાથે સામે આવો.

    આ પણ વાંચો - પુતિનની દિકરી Maria Vorontsovaના લગ્ન તૂટ્યા! શું યુક્રેન સાથેનું યુદ્ધ છે કારણ?

    તેમણે કહ્યું કે પોતાના સ્કૂલના મેદાનો, રસ્તા પર બહાર આવો. રશિયાને કહો કે તેનું જીવન મતલબ રાખે છે. સ્વતંત્રતા મતલબ રાખે છે. શાંતિ, યુક્રેન મતલબ રાખે છે. ઉલ્લેખનીય છે કે 24 ફેબ્રુઆરીએ રશિયાએ યુક્રેનમાં સૈન્ય અભિયાન શરુ કર્યું હતું.

    યુક્રેનના મારીયુપોલમાં ચારેતરફ બરબાદીના દ્રશ્યો

    યુનાઈટેડ નેશન્સ (યુએન) રાહત એજન્સીઓનો અંદાજ છે કે મારીયુપોલ શહેરમાં 20 હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. તેમાંથી 3 હજારથી વધુ લોકો રશિયન સૈનિકોના હાથે મૃત્યુ પામ્યા છે. પરિસ્થિતિઓ ખૂબ જ અમાનવીય છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ બુધવારે એક વીડિયો સંદેશમાં જણાવ્યું હતું કે છેલ્લા 24 કલાકમાં 7,000 થી વધુ લોકો માર્યુપોલ શહેર છોડીને ભાગી ગયા છે. તેણે દાવો કર્યો હતો કે લોકોનું એક જૂથ ભાગતી વખતે દક્ષિણ તરફ જઈ રહ્યું હતું, જેનું હુમલાખોરો દ્વારા અપહરણ કરવામાં આવ્યું છે.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Russia Ukraine, Russia ukraine crisis, Russia ukraine news, Russia ukraine war

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन