Home /News /national-international /

Ukraine-Russia War: પુતિને જેલેંસ્કીને આપી ચેતવણી, ફક્ત આ શરત પર રોકાશે યુદ્ધ, નહીં તો....

Ukraine-Russia War: પુતિને જેલેંસ્કીને આપી ચેતવણી, ફક્ત આ શરત પર રોકાશે યુદ્ધ, નહીં તો....

પુતિનની આ ટિપ્પણીને ક્રેમલિન રીડઆઉટમાં પ્રકાશિત કરવામાં આવી છે

russia ukraine crisis - યુદ્ધમાં રશિયાએ યુક્રેનની પોર્ટ સિટી ખેરસાન, ન્યૂક્લિયર પ્લાન્ટ, ખારકીવ અને મારિયુપોલ પર કબજો જમાવી લીધો છે

    મોસ્કો : રશિયાના (Russia) રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને (Vladimir Putin) ફરી એક વખત યુક્રેનને (Ukraine)ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે આ સૈન્ય સંઘર્ષ જેમાં સેકડો લોકો માર્યા ગયા છે, ફક્ત ત્યારે જ રોકાશે જ્યારે કીવ હથિયાર હેઠા મુકશે અને ક્રેમલિનની (Kremlin)બધી માંગણીને માની લેશે. પુતિને આ વાત તુર્કીના રાષ્ટ્રપતિ રેચપ તૈયન અર્દોગન સાથે ટેલિફોન પર થયેલી વાતચીત દરમિયાન કહી હતી. તેમણે કહ્યું કે યુક્રેનને શાંતિ વાર્તા માટે ત્રીજા રાઉન્ડમાં રચનાત્મક દ્રષ્ટિકોણ અપનાવવાની સલાહ આપવામાં આવશે.

    પુતિનની આ ટિપ્પણીને ક્રેમલિન રીડઆઉટમાં પ્રકાશિત કરવામાં આવી છે. યુક્રેનમાં રશિયાના સ્પેશ્યલ ઓપરેશનની આજે પોપ ફ્રાન્સિસે નિંદા કરી છે. તેમણે આને આસું અને લોહીની નદીઓ વાળું ઓપરેશન ગણાવ્યું. જે એક યોજના પ્રમાણે ચાલી રહ્યું હતું અને તેને શેડ્યુલ કરવામાં આવ્યું હતું.

    ક્રેમલિને કહ્યું કે આ સ્પેશ્યલ ઓપરેશન ફક્ત ત્યારે જ અટકશે જ્યારે કીવ હથિયાર હેઠા મુકી દે અને રશિયાની માંગણીઓને માની લે. પશ્ચિમી દેશો સાથે યુક્રેનના નજીકના સંબંધો અને નાટોમાં ( NATO)સામેલ થવાના પગલાથી રાષ્ટ્રીય સુરક્ષા ચિંતાઓનો હવાલો આપીને રશિયાએ 24 ફેબ્રુઆરીએ યુક્રેન પર હુમલો કરી દીધો હતો.

    આ પણ વાંચો - Russia Ukraine war: બરફ ઓગાળી તરસ છીપાવવા મજબૂર, સુમીમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીએ જણાવી દર્દભરી કહાની

    મોસ્કોએ ભાર આપીને કહ્યું કે અમારા હુમલા ત્યાં સુધી નહીં રોકાય જ્યાં સુધી યુક્રેનની સૈન્ય ક્ષમતાઓને નષ્ટ ના કરી દેવાય અને દેશને ‘નવ નાઝીયો’થી મુક્ત ના કરી દેવાય. યુક્રેને રશિયા સામે વૈશ્વિક સમુદાય અને અલગ-અલગ પશ્ચિમી દેશો પાસે સમર્થન માંગ્યું છે પણ અત્યાર સુધી મળ્યું નથી. અમેરિકા સહિત પશ્ચિમી દેશોએ યુક્રેનને ફક્ત ફુટનીતિક સહયોગ આપ્યો છે.

    આ યુદ્ધમાં યુક્રેનની પોર્ટ સિટી ખેરસાન, ન્યૂક્લિયર પ્લાન્ટ, ખારકીવ અને મારિયુપોલ પર કબજો જમાવી લીધો છે. બ્રિટીશ મિલિટ્રી ઇન્ટેલિજેન્સે જણાવ્યું કે રશિયાનો સેન્ય કાફલો રાજધાની કીવ તરફ ધીર-ધીરે આગળ વધી રહ્યો છે. જોકે યુક્રેનના મજબૂત જવાબથી રશિયાની સેનાની રફ્તાર ધીમી પડી ગઈ છે.

    યુક્રેનનો મોટો દાવો, રશિયન સેનાનાં 10,000 જવાન મારી નાંખ્યા

    બીજી તરફ યુક્રેનની સરકારનો દાવો છે કે, રશિયાનાં 10 દિવસનાં સંઘર્ષમાં તેમને તેમનાં 10,000 જવાનો ગુમાવ્યાં છે આ ઉપરાંત રશિયન સેનાનાં 79 ફાઇટર જેટ અને હેલીકોપ્ટર સહિત 269 ટેન્ક, 945 બખ્તરબંધ લડાકૂ વાહન અને 45 મલ્ટી રોકેટ લોન્ચ સિસ્ટમ પણ યુક્રેને નષ્ટ કરી દીધી છે. યુક્રેનનું કહેવું છે કે, રશિયા લડાઇ હારી ચુક્યું છે.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Russia Ukraine, Russia ukraine crisis, Russia ukraine news, Russia ukraine war

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन