Home /News /national-international /Vladimir Putin India Visit: 6 ડિસેમ્બરે ભારતના પ્રવાસે આવશે રશિયાના રાષ્ટ્રપતિ પુતિન, PM મોદી સાથે કરશે મુલાકાત

Vladimir Putin India Visit: 6 ડિસેમ્બરે ભારતના પ્રવાસે આવશે રશિયાના રાષ્ટ્રપતિ પુતિન, PM મોદી સાથે કરશે મુલાકાત

આ બેઠકમાં ભારતીય પક્ષનું પ્રતિનિધિત્વ વિદેશ મંત્રી એસ જયશંકર અને રક્ષા મંત્રી રાજનાથ સિંહ કરશે. (ફાઈલ તસવીર)

President Vladimir Putin India Visit: પ્રેસ કોન્ફરન્સમાં માહિતી આપતા વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું કે આ દ્વિપક્ષીય સંવાદના મુદ્દા પર રાજકીય અને સંરક્ષણ મુદ્દાઓને સામેલ કરવામાં આવશે. તેમણે કહ્યું કે ભારત અને રશિયા વચ્ચે "ટુ પ્લસ ટુ" સંવાદની પ્રથમ બેઠક 6 ડિસેમ્બરે નવી દિલ્હીમાં યોજાશે.

વધુ જુઓ ...
નવી દિલ્હીઃ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન (President Vladimir Putin) ભારતની મુલાકાતે છે. રાષ્ટ્રપતિ પુતિન 6 ડિસેમ્બરે ભારત પહોંચશે. દરમિયાન, ભારત અને રશિયા વચ્ચે 2+2 મંત્રણાની તારીખ પણ જાહેર કરવામાં આવી છે. માહિતી આપતા વિદેશ મંત્રાલયે (Ministry of External Affairs) કહ્યું કે, ભારત અને રશિયા વચ્ચે 6 ડિસેમ્બરે ટુ પ્લસ ટુ વાટાઘાટ થશે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ (Arindam Bagchi) આ માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે બંને દેશો વચ્ચેની આ વાતચીતમાં મુખ્યત્વે રાજકીય અને સંરક્ષણ મુદ્દાઓ સામેલ થશે.

રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની ભારત મુલાકાતને (Vladimir Putin India Visit) લઈને છેલ્લા ઘણા દિવસોથી અટકળો લગાવવામાં આવી રહી હતી, હવે તેના પર પડદો ઉંચકાયો છે. જો કે આ પહેલા બંને દેશો પુતિનની મુલાકાત અંગે કંઈપણ કહેવાનું ટાળતા હતા. તેમની મુલાકાત દરમિયાન પુતિન પીએમ નરેન્દ્ર મોદી સાથે પણ મુલાકાત કરશે.

આ પણ વાંચો: દેશના આ રાજ્યમાં પુરુષોમાં કોન્ડોમનો ઉપયોગ વધ્યો, 'મર્દાનગી'ના વિચારથી મહિલાઓ પરેશાન!

પ્રેસ કોન્ફરન્સમાં માહિતી આપતા વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું કે આ દ્વિપક્ષીય સંવાદના મુદ્દા પર રાજકીય અને સંરક્ષણ મુદ્દાઓને સામેલ કરવામાં આવશે. તેમણે કહ્યું કે ભારત અને રશિયા વચ્ચે "ટુ પ્લસ ટુ" સંવાદની પ્રથમ બેઠક 6 ડિસેમ્બરે નવી દિલ્હીમાં યોજાશે. આ બેઠકમાં ભારતીય પક્ષનું પ્રતિનિધિત્વ વિદેશ મંત્રી એસ જયશંકર અને રક્ષા મંત્રી રાજનાથ સિંહ કરશે, જ્યારે રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લવરોવ અને રશિયન રક્ષા મંત્રી સર્ગેઈ શોઈગુ તેમના દેશનું પ્રતિનિધિત્વ કરશે.

આ પણ વાંચો: સાઉથ આફ્રિકા Covid variant ભારત માટે ચેતવણી રૂપ, વિદેશથી આવતા પ્રવાસીઓની કડક તપાસના આદેશ

પ્રવક્તાએ કહ્યું કે, રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લવરોવ અને રશિયન રક્ષા મંત્રી સર્ગેઈ શોઈગુ 5-6 ડિસેમ્બરના રોજ ભારતની મુલાકાતે નવી દિલ્હી પહોંચશે. બાગચીએ કહ્યું કે નવેમ્બર 2019 માં બ્રાઝિલિયામાં બ્રિક્સ (બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકા) સમિટ પછી પુતિન અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે આ પ્રથમ વન-ઓન-વન બેઠક હશે. તેમણે કહ્યું કે વર્ચ્યુઅલ મીટિંગ સિવાય બંને નેતાઓ વચ્ચે છ ટેલિફોનિક વાતચીત થઈ છે.
First published:

Tags: Pm narendra modis, Russia, Vladimir putin