'મોદીની સેના' વાળા નિવેદન પર વીકે સિંહ બોલ્યા, "આવું બોલનાર વ્યક્તિ દેશદ્રોહી"

રાજ બબ્બર : ફતેહપુર સિકરીથી કોંગ્રેસના ઉમેદવાર રાજ બબ્બરે આઈઅએલએન્ડએફએસ ટ્રાન્સપોર્ટેશન નેટવર્ક્સ લિમિટેડમાં રોકાણનો ખુલાસો કર્યો છે.

આ પહેલા બુધવારે ચૂંટણી પંચે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને "મોદીની સેના" વાળા નિવેદન પર નોટિસ મોકલી હતી.

 • Share this:
  નવી દિલ્હી : ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પહેલી એપ્રિલના રોજ ગાઝિયાબાદમાં કેન્દ્રીય મંત્રી તેમજ પૂર્વ જનરલ વીકે સિંહના ચૂંટણી પ્રચાર દરમિયાન ભારતીય સેનાને "મોદીની સેના કહી" કહી હતી. જે બાદમાં વિપક્ષ યોગી આદિત્યનાથને સતત પોતાના નિશાને લઈ રહ્યું છે. આ મામલે વીકે સિંહે કહ્યું છે કે જે પણ ભારતીય સેનાને "મોદીની સેના" કહે છે કે દેશદ્રોહી છે.

  બીબીસીના જણાવ્યા પ્રમાણે વીકે સિંહે કહ્યુ કે, "જો કોઈ દેશની સેનાને 'મોદીની સેના' કહે છે તો તે ખોટું છે. એટલું જ નહીં તે દેશ સાથે વિશ્વાસઘાત છે. ભારતીય સેના દેશની જ છે, તે કોઈ રાજકીય પક્ષની નથી."

  આ પહેલા બુધવારે ચૂંટણી પંચે બુધવારે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને "મોદીની સેના" વાળા ભાષણ બદલ નોટિસ પાઠવી હતી. ચૂંટણી પંચે યોગી આદિત્યનાથને પાંચમી એપ્રિલના રોજ સાંજે પાંચ વાગ્યા સુધી જવાબ રજૂ કરવાનું જણાવ્યું છે.

  આ પણ વાંચો : અમિત શાહ ગાંધીનગરથી ચૂંટણી લડે તે ગૌરવની વાત: યોગી આદિત્યનાથ

  જોકે, આ નોટિસ ચૂંટણી આચાર સંહિતા ભંગ અંતર્ગત નથી આપવામાં આવી. આ નોટિસ ચૂંટણી પંચના એ નિર્દેશને આધિન આપવામાં આવી છે કે, જેમાં તમામ રાજકીય પક્ષોને ચૂંટણી પ્રચાર દરમિયાન જવાનોની તસવીરો તેમજ આ સંદર્ભે કોઈ નિવેદન ન આપવાનું કહેવામાં આવ્યું છે.

  આ પહેલા મંગળવારે સીએમ યોગી આદિત્યનાથના "મોદી જી કી સેના" વાળા નિવેદન પર ગાઝિયાબાદના ડીએમએ ચૂંટણી પંચને રિપોર્ટ સોંપ્યો હતો. નોંધનીય છે કે લોકસભા ચૂંટણી દરમિયાન મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ભારતીય સેનાને "મોદીની સેના" કહી હતી. સીએમ યોગી આદિત્યનાથના આવા નિવેદનને વિપક્ષે અપમાન ગણાવ્યું હતું.
  Published by:Vinod Zankhaliya
  First published: