Home /News /national-international /

Good News: આ એરલાઇન ઓફર કરી રહી છે સસ્તી હવાઈ મુસાફરી! ડોમેસ્ટિક રૂટ માટે માત્ર રૂ. 2,499 માં બુક કરો ટિકિટ

Good News: આ એરલાઇન ઓફર કરી રહી છે સસ્તી હવાઈ મુસાફરી! ડોમેસ્ટિક રૂટ માટે માત્ર રૂ. 2,499 માં બુક કરો ટિકિટ

આ એરલાઇન ઓફર કરી રહી છે સસ્તી હવાઈ મુસાફરી! ડોમેસ્ટિક રૂટ માટે માત્ર રૂ. 2,499 માં બુક કરો

Summer Time Sale હેઠળ, સ્થાનિક મુસાફરો માટે ઇકોનોમી ક્લાસની ટિકિટની કિંમત રૂ. 2,499, પ્રીમિયમ ઇકોનોમી ટિકિટની કિંમત રૂ. 3,459 અને બિઝનેસ ક્લાસની ટિકિટની કિંમત રૂ. 9,999 છે. આંતરરાષ્ટ્રીય રૂટ માટે લઘુત્તમ ભાડું 12,999 રૂપિયા રાખવામાં આવ્યું છે. આ સેલ 25મી એપ્રિલ સુધી રહેશે.

વધુ જુઓ ...
    હવાઈ ​​ઈંધણ (ATF) ના ભાવમાં વધારો થવા છતાં, ટાટા ગ્રુપની એરલાઈન (TATA Group Airline) કંપની ઉનાળાની રજાઓમાં સસ્તી હવાઈ મુસાફરી ઓફર કરી રહી છે. આ એરલાઈને સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બંને રૂટ માટે Summer Time Sale શરૂ કર્યું છે. આ Sale માત્ર 72 કલાક માટે ખુલ્લું છે.

    વિસ્તારા એરલાઈને (Vistara Airline) મંગળવારથી સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય રૂટ માટે 'સમરટાઇમ સેલ'ની જાહેરાત કરી છે. આ અંતર્ગત મુસાફરો ઈકોનોમી, પ્રીમિયમ ઈકોનોમી અને બિઝનેસ ક્લાસ માટે સસ્તા દરે ટિકિટ બુક કરાવી શકશે. 19 એપ્રિલથી શરૂ થયેલું આ સેલ 25 એપ્રિલ 2022ની રાત્રે 11.59 વાગ્યા સુધી છે.

    આ પણ વાંચો: Delhi Corona Update : દિલ્હીમાં એક અઠવાડિયામાં સંક્રમણ ત્રણ ગણું વધ્યું, ડોક્ટરોએ કહ્યું- લોકો રહે સાવધાન!

    ડોમેસ્ટિક ફ્લાઈટ (Domestic Flight) માટે 21 સુધી બુકિંગ થઈ જશે


    દેશના વિવિધ શહેરોમાં મુસાફરી કરવા માટે, મુસાફરો 2,499 રૂપિયામાં ઇકોનોમી ક્લાસની ટિકિટ બુક કરાવી શકે છે. જ્યારે પ્રીમિયમ ઈકોનોમી માટે ભાડું 3,459 રૂપિયા હશે. 9,999માં બિઝનેસ ક્લાસની ટિકિટ બુક કરાવી શકાય છે. આ ભાડું વન-વે છે. ડોમેસ્ટિક રૂટ માટે ટિકિટનું બુકિંગ 21 એપ્રિલ સુધી જ થઈ શકશે.

    આ અંતર્ગત સ્થાનિક મુસાફરો દિલ્હી, મુંબઈ અને ઉદયપુરથી દેહરાદૂન, ચંદીગઢ, લખનૌ, અમૃતસર, લેહ, શ્રીનગર, વારાણસી, ગોવા, કોચી, બેંગ્લોર અને કોલકાતા જેવા શહેરોની મુસાફરી માટે ટિકિટ બુક કરાવી શકે છે. ઓફર હેઠળ ઉદયપુરથી દિલ્હીની માત્ર એક જ ફ્લાઇટ છે. બાકીના બધા ઉપરોક્ત શહેરો માટે દિલ્હી અને મુંબઈના છે.

    વિદેશી ફ્લાઇટનું ન્યૂનતમ ભાડું રૂ. 12,999


    વિદેશી ફ્લાઈટ્સ (International Flight) માટે ઈકોનોમી ક્લાસ ટિકિટ 12,999 રૂપિયા છે. પ્રીમિયમ ઇકોનોમી માટે ઓછામાં ઓછા રૂ. 17,249 અને બિઝનેસ ક્લાસ માટે રૂ. 35,549માં ટિકિટ બુક કરાવી શકાય છે.

    વિદેશી મુસાફરી માટેના વેચાણ હેઠળ, મુસાફરો 25 એપ્રિલ, 2022 ના રોજ 11:59 વાગ્યા સુધી બુક કરી શકે છે. આ ઓફર દિલ્હી અને મુંબઈથી કાઠમંડુ, કોલંબો, ઢાકા, સિંગાપોર અને દુબઈ જેવા શહેરોની વિદેશી ફ્લાઈટ્સ માટે છે.

    આ પણ વાંચો:  Maharashtra : દેશમુખને ન મળી રાહત, વાજે અને અન્ય બેને CBI એ કોર્ટે ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યા
     ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ રૂટના મુસાફરો આ ઑફર હેઠળ બુક કરવામાં આવેલી ટિકિટ પર 20 જૂનથી 30 સપ્ટેમ્બર, 2022 વચ્ચે મુસાફરી કરી શકશે.
    Published by:Rahul Vegda
    First published:

    આગામી સમાચાર