Home /News /national-international /

મહિલા પાયલોટની સજાગતાથી બચ્યા 261 યાત્રીઓનો જીવ

મહિલા પાયલોટની સજાગતાથી બચ્યા 261 યાત્રીઓનો જીવ

    એર ઈન્ડિયાની ફ્લાઈટની એક મહિલા પાયલોટે પોતાની સૂઝબૂઝથી 261 લોકોના જીવ બચાવી લીધા. અસલમાં બુધવારે એર ઈન્ડિયા અને વિસ્તારાના વિમાન સામ-સામે આવી ગયા હતા. એવામાં વિમાનની પાયલોટે પોતાની સૂઝ-બૂઝથી પરિસ્થિતિ પર કંટ્રોલ કરી લીધો અને બંને વિમાનમાં સવાર 261 યાત્રીઓ કુશળ મંગળ પોતાના ઘરે પહોંચી શક્યા હતા.

    તપાસ ટીમ અનુસાર, મુંબઈ એરપોર્ટ વિસ્તારમાં એક સમયે વિસ્તારા અને એર ઈન્ડિયાની ફ્લાઈટ એક બીજાથી ખુબ જ નજીક આવી ગઈ હતી. બંને વિમાનોને તે સમયે બે મહિલા પાઈલોટ ઉડાવી રહી હતી. એવામાં મુશ્કિલ સ્થિતિમાં એર ઈન્ડિયાની ફ્લાઈટમાં રહેલ પાયલોટ અનુપમા કોહલીએ પોતાની સુઝ-બૂઝથી વિમાનને તરત જ બીજી દિશામાં ઘૂમાવી લીધો હતો, જેથી બંને વિમાનોની ટક્કર ટળી ગઈ હતી અને તેમના વિમાન એઆઈ 631માં રહેલા 109 પેસેન્જર અને વિસ્તારાની યૂકે-997 વિમાનમાં યાત્રા કરી રહેલા 152 પ્રવાસીઓ પરથી એક મોટી આફત ટળી ગઈ હતી.

    આ ઘટના પર વિમાન Accident Bureau (AIB)એ તપાસ શરૂ કરી દીધી છે. એર ઈન્ડિયા વિમાનની કેપ્ટને પોતાની રિપોર્ટમાં લખ્યું છે કે, વિમાન માત્ર 100 ફૂટ દૂર હતો, જેને તરત સુરક્ષિત રીતે દૂર લઈ જવામાં આવ્યો હતો. એક અધિકારીએ જણાવ્યું કે, ઓટોમેટિક એલર્ટ મશીન દ્વારા બંને વિમાનોના પાયલોટોને વિમાન નજીક આવવા વિશે જાણકારી મળી, ત્યાર બાદ તેમને ઝડપી નિર્ણય લઈને ટક્કરને ટાળી દીધી હતી.

    એરલાઈનના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, એલર્ટ વાગ્યા બાદ તરત જ એર ઈન્ડિયા વિમાનના કમાન્ડરે ઝડપી નિર્ણય લઈને પોતાના વિમાનને સુરક્ષિત રીતે બીજા વિમાનથી દૂર કરી લીધો હતો. જોકે, હાલમાં તપાસ ચાલું છે, ત્યાર સુધી બંને વિમાનોની પાયલોટને હટાવી દેવામાં આવ્યા છે.
    Published by:Mujahid Tunvar
    First published:

    Tags: Vistara, એર ઇન્ડિયા, મુંબઇ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन