Home /News /national-international /

... તો હું પાક. આર્મી ચીફને ચુંબન આપીશ!

... તો હું પાક. આર્મી ચીફને ચુંબન આપીશ!

દક્ષિણ ભારતનાં રાજ્યોમાં જાંઉ છું ત્યારે હું એક શબ્ધ પણ સમજી શકતો નથી. ખોરાકમાં પ્રશ્નો થાય છે, જ્યારે પાકિસ્તાનમાં આમ થતું નથી.

દક્ષિણ ભારતનાં રાજ્યોમાં જાંઉ છું ત્યારે હું એક શબ્ધ પણ સમજી શકતો નથી. ખોરાકમાં પ્રશ્નો થાય છે, જ્યારે પાકિસ્તાનમાં આમ થતું નથી.

    પુર્વ ક્રિક્ટર અને હાલ કોંગ્રેસનાં નેતા નવજોત સિદ્ધુએ કહ્યું કે, દક્ષિણ ભારતમાં જવુ એના કરતા પાડોશી દેશ પાકિસ્તાનની મુલાકાતે જવું એ વધારે સારુ છે. કેમ કે, પાકિસ્તાનમાં ભાષા અને ખોરાકમાં પ્રશ્નો થતા નથી. નવજોત સિદ્ધુ હાલ પંજાબ સરકારમાં મંત્રી પણ છે.

    સિદ્ધુએ વધુમાં જણાવ્યું કે, ઇમરાન ખાનના શપથ સમારોહમાં જ્યારે તે ગયા અને પાકિસ્તાનના આર્મી વડા કુમાર જાવેદ બાવજાને ગળે મળ્યાં તેમાં તેમણે કશું ખોટું કર્યું નથી.

    નવજોત સિંઘ સિદ્ધુએ કૌશલ લિટરેચર ફેસ્ટિવલ ખાતે બોલતા કહ્યું કે, હું જ્યારે દક્ષિણ ભારતનાં રાજ્યોમાં જાંઉ છું ત્યારે હું એક શબ્ધ પણ સમજી શકતો નથી. માત્ર બે-ત્રણ શબ્દો જ સમજી શકુ છું. મને દક્ષિણ ભારતના ખોરાકની વાંધો નથી. મને ઇડલી ભાવે છે. પણ લાંબા સમય માટે દક્ષિણ ભારતીય ખાણું ખાઇ ન શકું. પણ જો હું પાકિસ્તાન જાંઉ તો, હું પંજાબી અને અંગ્રેજી બંને ભાષા બોલી શકુ છું અને હું તેની સાથે અમારો નાતો જોડી શકુ છુ”.

    નવજોત સિદ્ધનાં આ નિવેદનથી ફરી પાછો વિવાદ થયો છે. સિદ્ધુ આ પહેલા પણ વિવાદ છેડી ચુક્યા છે. પાકિસ્તાન આર્મી વડાને ગળે મળ્યા પછી સિદ્ધુએ એવુ કહ્યું હતું કે, પાકિસ્તાન આર્મી વડાએ એમ કહ્યું હતું કે, પંજાબનાં લોકો માટે કરતારપુર બોર્ડરનાં દરવાજા ખોલવામાં આવશે. આથી હું તેમને ગળે મળ્યો હતો. આ અમારી જૂની માંગણી છે.”

    સિદ્ધુએ એટલી હદે કહ્યું કે, જો પાકિસ્તાન ભારતીય શિખો માટે કરતારપુરના દરવાજા ખોલશે તો, હું આર્મી ચીફને માત્ર ગળે જ નહીં લાગે પણ તેમને ચુંબન આપશે. પંજાબ હવે પહેલા જેવું રાજ્ય નથી. પંજાબ પાંચ નદીઓનું બનેલું છે. પણ ભાગલા પડ્યાં પછી બે નદીઓ પાકિસ્તાનમાં જતી રહી”.
    Published by:Vijaysinh Parmar
    First published:

    Tags: Navjot Sidhu, કોંગ્રેસ, પાકિસ્તાન

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन