ન્યૂઝ 18 ગુજરાતી: સોમવારે કોંગ્રેસના બૂથ કાર્યકર્તાઓને સંબોધિત કરતા કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદી પર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે આજકાલ કોંગ્રેસ અધ્યક્ષ મારી આંખમાં આંખ મેળવી શકતા નથી. કોંગ્રેસ અધ્યક્ષે જણાવ્યું હતું કે પીએમ મોદીએ રોજગારી આપવાની વાત કહી હતી જોકે, તેમણે રાત્રે 8 વાગ્યે નોટબંધી લાદી દીધી. રાહુલે જીએસટીને ગબ્બર સિંહ ટેક્સ ગણાવતા કહ્યું હતું કે ગબ્બરસિંહ ટેક્સે બધુ જ બરબાદ કરી નાંખ્યું છે.
પુલવામા હુમલા પર રાહુલ ગાંધીએ ભાજપને ઘેર્યુ હતું તેમમે કહ્યું કે ભાજપ સરકાર જ મસૂદ અઝહરને જેલમાંથી છોડી અને કંદાહર મૂકી આવી હતી. રાહુલ કહ્યું કે એનએસએ અજીત ડોભાલ જ મસૂદ અઝહરને કંદાહર મૂકવા ગયા હતા. રાહુલ ગાંધીએ નિવેદન આપ્યું કે કોંગ્રેસના બે વડાપ્રધાન શહીદ થયા છે, પરંતુ કોંગ્રેસ કોઈ પક્ષ સામે જુકતુ નથી.
રાહુલ ગાંધીએ વડા પ્રધાન મોદીને ઘેરતા કહ્યું કે વડાપ્રધાન મોદી મેક ઇન ઇન્ડિયાની વાત કરે છે જોકે તેમના કપડા, બૂટ ચપ્પલ પર મેડ ઇન ચાઈના લખેલું છે. નરેન્દ્ર મોદી એવા વડાપ્રધાન છે જે વગર કોઈ એજન્ડાએ ચીનના પ્રવાસે ગયા હતા.
#WATCH Rahul Gandhi in Delhi: You would remember that during their(NDA) last Govt, current National Security Advisor Ajit Doval went to Kandahar to hand over Masood Azhar. pic.twitter.com/xTErFR6rjV
ઉલ્લેખનીય છે કે ગઈકાલે ચૂંટણીપંચે લોકસભાની ચૂંટણીઓ જાહેર કરતાની સાથે જ ભાજપ અને કોંગ્રેસ બંને એક બીજા પર આક્ષેપ પ્રતિઆક્ષેપ મૂકવાની શરૂઆત કરી દીધી છે. દેશમાં 11મી એપ્રિલથી શરૂ થનારી લોકસભાની ચુૂંટણીના પરિણામો 23મી મેના રોજ જાહેર થશે. આ ચૂંટણી દરમિયાન નેતાઓ દ્વારા એક બીજા પર આરોપ મૂકવાની રમત ખેલાતી રહેશે.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર