મુંબઈમાં ભારે વરસાદ : વીજળી પડવાથી બે લોકોનાં મોત

પોઇસર વિસ્તારમાં ભારે વરસાદ દરમિયાન વીજળીની ઝપેટમાં આવવાથી બે લોકોના મોત થયા

News18 Gujarati
Updated: June 11, 2019, 11:42 AM IST
મુંબઈમાં ભારે વરસાદ : વીજળી પડવાથી બે લોકોનાં મોત
મુંબઈમાં ભારે વરસાદ બાદ અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા.
News18 Gujarati
Updated: June 11, 2019, 11:42 AM IST
ન્યૂઝ18 ગુજરાતી : અરબ સાગરમાં ઊભા થયેલા દબાણ બાદ મુંબઈમાં ભારે વરસાદ પડી રહ્યો છે. મોડી રાત્રે શરૂ થયેલો વરસાદ સવાર સુધી કેટલાક વિસ્તારમાં ચાલુ હતો. વરસાદના કારણે થાઈ એરવેઝનું એક પ્લેન રનવે પર સાઇટ લાઇટથી ટકરાઈ ગયું. જોકે, આ દરમિયાન મોદટી દુર્ઘટના ટળી ગઈ, ત્યારબાદ મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ (મુંબઈ એરપોર્ટ) પ્રવક્તાએ કહ્યું છે કે ભારે વરસાદના કારણે વિજિબિલિટી ઓછી થઈ ગઈ છે. એવામાં ઉડાણોને રોકી દેવામાં આવી છે. યૂનાઇટેડ એરલાઇન્સ નેટવર્ક તરફથી મુંબઈ લેન્ડ થનારી ફ્લાઇટ્સને હૈદરાબાદ, અમદાવાદ અને દિલ્હી તરફ ડાઇવર્ટ કરવામાં આવી છે. સ્થિતિ સામાન્ય થયા બાદ ઉડાણો ફરી શરુ કરવામાં આવશે. મળતી માહિતી મુજબ, વાવાઝોડાના કારણે મંગળવારે પણ મુંબઈમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે જેને કારણે પોલીસે એડવાઇઝરી પણ જાહેર કરી છે.

વીજળીની ઝપેટમાં આવેલા બે લોકોના મોત

બીજી તરફ, મુંબઈ પોઇસર વિસ્તારમાં ભારે વરસાદ દરમિયાન વીજળીની ઝપેટમાં આવવાથી બે લોકોના મોત પણ થયા છે. પોલીસ મુજબ, મૃતકોની ઓળખ આશુતોષ ઝા અને રિષભ ગૌરીશંકર તિવારી તરીકે થઈ છે.

આ પણ વાંચો, 'વાયુ' વાવાઝોડું વેરાવળથી 740 કિલોમીટર દૂર, 24 કલાકમાં ગુજરાતમાં ત્રાટકશે

11 ફ્લાઇટ ડાઇવર્ટ

Loading...

આ પહેલા મુંબઈમાં હવામાન ખરાબ હોવાના કારણે 11 ફ્લાઇટને ડાઇવર્ટ કરવામાં આવી હતી. તેમાંથી કેટલીક ઉડાણોને દિલ્હી અને કેટલીકને ગુજરાત તથા હૈદરાબાદ તરફ ડાઇવર્ટ કરવામાં આવી છે. હાલ હવામાન ચોખ્ખું થવાની રાહ જોવામાં આવી રહી છે. મળતી માહિતી મુજબ આવી જ સ્થિતિ જો બની રહેશે તો બીજી પણ ફ્લાઇટ્સને ડાઇવર્ટ કરવામાં આવશે.

ટ્રેનો પણ થઈ લેટ

મુંબઈમાં જોરદાર વરસાદ બાદ અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું છે અને ટ્રેન વ્યવહાર પણ ખરાબ રીતે પ્રભાવિત થયો છે. અનેક મહત્વપૂર્ણ રુટ પર પાણી ભરાઈ જવાના કારણે ટ્રેનોને રોકવામાં આવી છે. સેન્ટ્રલ લાઇન પર ટ્રેનો 20 મિનિટ સુધી લેટ થઈ, જ્યારે હાર્બર લાઇન ઉપર પણ ટ્રેનો મોડી ચાલી. બહારથી આવનારી ટ્રેનો પણ અનેક કલાક મોડી મુંબઈ પહોંચી રહી છે.

આજે પણ પડશે ભારે વરસાદ

હવામાન વિભાગ મુજબ અરબ સાગરમાં ઊભા થઈ રહેલા વાવાઝોડાના કારણે મંગળવારે પણ મુંબઈમાં ભારે વરસાદ પડી શકે છે. આ ચેતવણી બાદ મુંબઈ પોલીસે એક એડવાઇઝરી જાહેર કરી છે. એડવાઇઝરી અનુસાર વહીવટીતંત્ર અને સાગરકાંઠાના વિસ્તારમાં રહેતા લોકોને સર્તક રહેવાની સલાહ આપવામાં આવી છે. તેની સાથે જ માછીમારોને સમુદ્રમાં ન જવાની સલાહ પણ આપવામાં આવી છે.
First published: June 11, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...