Home /News /national-international /

પેજાવર મઠના સ્વામી વિશ્વેશ તીર્થનું બેંગલુરુમાં નિધન, PM મોદીએ આપી શ્રદ્ધાંજલિ

પેજાવર મઠના સ્વામી વિશ્વેશ તીર્થનું બેંગલુરુમાં નિધન, PM મોદીએ આપી શ્રદ્ધાંજલિ

સ્વામી વિશ્વેશ તીર્થની સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (ફાઇલ તસવીર)

વિશ્વેશ તીર્થની શિષ્યા ઉમા ભારતીએ કહ્યું કે, મારા માટે તેઓ માત્ર ગુરુ નહોતા પરંતુ પિતાતુલ્ય હતા

    બેંગલુરુ : કર્ણાટકમાં સ્થિત પેજાવર મઠના સ્વામી વિશ્વેશ તીર્થ (Vishvesha Teertha Swami)નું નિધન થયું છે, તેઓ 88 વર્ષના હતા. પેજાવર મઠ ઉડુપીના 'અષ્ટ' મઠો પૈકી એક છે. મઠના અધિકારીઓએ જણાવ્યું કે સ્વામીજીની ઈચ્છા મુજબ રવિવારે તેમને હૉસ્પિટલથી મઠ ખાતે લાવવામાં આવ્યા. પરંતુ હૉસ્પિટલમાં તેમનું નિધન થયું. આ પહેલા તેમની સારવાર મઠમાં ચાલી રહી હતી.

    વિશ્વેશ તીર્થ સ્વામીનું ન્યમોનિયાની સારવાર ચાલી રહી હતી. તેમને લાઇફ સપોર્ટ સિસ્ટર પર રાખવામાં આવ્યા હતા. કેએમસી હૉસ્પિટલના ડૉક્ટરોની એક ટીમ તેમની સારવાર કરી રહી હતી. ડૉક્ટરો મુજબ સ્વામીજીના સ્વાસ્થ્યમાં કોઈ સુધાર નહોતો દેખાતો. ગત શનિવારે કર્ણાટકના મુખ્યમંત્રી બી.એસ. યેદિયુરપ્પાએ પણ હૉસ્પિટલ જઈને સ્વામીજીના ખબર-અંતર જાણ્યા હતા. બહાર આવ્યા બાદ મીડિયા સાથે વાત કરતાં યેદિયુરપ્પાએ જણાવ્યું હતું કે, સ્વામીજીની સ્થિતિ નાજુક છે. ડૉક્ટર શક્ય તમામ પ્રયાસ કરી રહ્યા છે અને હવે આપણે સૌએ ભગવાન શ્રીકૃષ્ણ પર છોડી દેવું જોઈએ.

    પીએમ મોદી (PM Narendra Modi)એ વિશ્વેશ તીર્થ સ્વામીની સાથેની પોતાની તસવીર ટ્વિટ કરતાં લખ્યું કે, સ્વામીજી હંમેશા તે લાખો લાકોના હૃદયમાં રહેશે જેમણે તેઓએ યોગ્ય માર્ગ દર્શાવ્યો હતો. તેઓ આધ્યાત્મિકતા અને સેવાથી ભરપૂર હતા. તેઓએ સમાજ માટે ઘણું યોગદાન આપ્યું. હું મારી જાતને ધન્ય માનું છું કે મને વિશ્વેશ તીર્થ સ્વામીજી પાસેથી શીખવાના અનેક અવસર મળ્યા. હાલમાં જ ગુરુ પૂર્ણિકાના પાવન દિવસે તેમની સાથે મુલાકાત યાદગાર રહી હતી. તેમનું જ્ઞાન હંમેશા સાર્થક રહ્યું. મારા વિચાર તેમના અસંખ્ય અનુયાયીઓની સાથે છે.

    વરિષ્ઠ બીજેપી (BJP) નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ઉમા ભારતી (Uma Bharti) સ્વામીજીની શિષ્યા છે. તેઓ લગભગ એક સપ્તાહથી ઉડુપીમાં જ હતા. ઉમા ભારતીએ 1992માં સ્વામીજી પાસે સંન્યાસની દીક્ષા લીધી હતી. ઉમા ભારતીએ તેમને સમાજના તમામ વર્ગોના લોકોને શ્રદ્ધેય અને દુર્લમતમ સંત ગણાવ્યા. ઉમા ભારતીએ કહ્યું કે, મારા માટે તેઓ માત્ર ગુરુ નહોતા પરંતુ પિતાતુલ્ય હતા.

    આ પણ વાંચો, સમગ્ર ઉત્તર ભારતમાં ઠંડીનો કહેર, હવામાન વિભાગે 6 રાજ્યો માટે જાહેર કરી 'Red Warning'
    Published by:Mrunal Bhojak
    First published:

    Tags: Bengaluru, ઉમા ભારતી, કર્ણાટક, નરેન્દ્ર મોદી, ભાજપ

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन