આતંકવાદને આશ્રય આપવો પાકિસ્તાનને ફરી એકવાર ભારે પડતો દેખાઈ રહ્યો છે. અમેરિકન સરકારે નિર્ણય કર્યો છે કે તે પાકિસ્તાનના નાગરિકોને વિઝાની મર્યાદા પાંચ વર્ષથી ઘટાડીને 12 મહિના કરી દીધી છે. આ ઉપરાંત પત્રકારોને વધુમાં વધુ ત્રણ મહિના માટે વિઝા ઇશ્યૂ કરવામાં આવશે. પાકિસ્તાની સમાચાર ચેનલ એઆરવાય ન્યૂઝે અમેરિકન એમ્બેસીના પ્રવક્તાના હવાલાથી આ અહેવાલ આપ્યો છે. આ પહેલા સુધી પાકિસ્તાનના નાગરિકોને અમેરિકા તરફથી પાંચ વર્ષ સુધીના વિઝા આપવામાં આવતા હતા.
બીજી તરફ, પાકિસ્તાની અખબાર ધ ટ્રિબ્યૂન મુજબ, પાકિસ્તાન ખાતેના અમેરિકન એમ્બેસેડરે આ વાતની સૂચના સરકારને આપી દીધી છે કે નવા નિયમો મુજબ, હવે પાકિસ્તાનના નાગરિકોને ત્રણ મહિનાથી વધુ વિઝા નહીં આપવામાં આછે. નવા આદેશ અનુસાર, વર્ક વિઝા, જર્નાલિસ્ટ વિઝા, ટ્રાન્સફર વિઝા, ધાર્મિક વિઝા માટે ફીમાં પણ વધારો કરવામાં આવ્યો છે. અહેવાલ મુજબ, હાલ સુધી વિઝાની જે ફી લેવામાં આવતી હતી તેમાં 32થી 38 ડોલર સુધીનો વધારો કરવામાં આવ્યો છે.
Visa duration for Pakistani citizens has been reduced to three months from five years, reports ARY News quoting US Embassy spokesperson. pic.twitter.com/5Pq2ylghhf
ઉલ્લેખનીય છે કે, અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જમ્મુ-કાશ્મીરના પુલવામામાં થયેલા જૈશ-એ-મોહમ્મદના આતંકી હુમલાને ભયાનક સ્થિતિ કરાર કરી હતી. ટ્રમ્પે કહ્યું હતું કે તેઓ આ મામલાનો રિપોર્ટ જોઈ રહ્યા છે અને ટૂંક સમયમાં કોઈ મોટો નિર્ણય લઈ શકે છે.
પુલવામામાં સીઆરપીએફની બસ પર 14 ફેબ્રુઆરીએ થયેલા આત્મઘાતી હુમલામાં 40 જવાન શહીદ થયા હતા. ટ્રમ્પે સાથોસાથ કહ્યું છે કે સારું થશે કે આતંકવાદની વિરુદ્ધ ભારત અને પાકિસ્તાન એક સાથે થઈ જાય.