જીવ બચાવીને હોંગકોંગથી અમેરિકા પહોંચેલી વાયરોલૉજિસ્ટે કહ્યું- ચીને છુપાવી છે Coronaની જાણકારી

News18 Gujarati
Updated: July 11, 2020, 5:11 PM IST
જીવ બચાવીને હોંગકોંગથી અમેરિકા પહોંચેલી વાયરોલૉજિસ્ટે કહ્યું- ચીને છુપાવી છે Coronaની જાણકારી
લિ મેંગ યાન

યાને કહ્યું કે કોવિડ 19 પર સ્ટડી કરનાર દુનિયાના પહેલા કેટલાક વૈજ્ઞાનિકોમાંથી તે એક હતી.

  • Share this:
વૈશ્વિક મહામારી કોરોના વાયરસ (Coronavirus)નો પ્રકોપ દુનિયાભરમાં સતત અનેક લોકોના જીવ લઇ રહ્યો છે. ડિસેમ્બરથી અત્યાર સુધી આ વાયરસને લઇને અનેક ખુલાસા થયા છે. અને આ મામલે હજી પણ અસમંજસની સ્થિતિ બનેલી છે. અમેરિકા અને યુરોપમાં અનેક દેશોએ ચીન પર વારંવાર આરોપ લગાવ્યા છે.

તેમનું કહેવું છે કે ચીને યોગ્ય સમયે આ વાયરસ ફેલાવાની જાણકારી વિશ્વ સમુદાયોને ન આપી. જો કે ચીને હંમેશા આ વાતને પોકાળ માની છે. ચીને કહ્યું કે તેને જેવું જ આ વાયરસ અંગેની ગંભીરતા વિષે જાણકારી મળે તેણે તરત જ વિશ્વ સ્વાસ્થય સંગઠન સમેત અનેક દેશોને આ અંગે જાણકારી આવી હતી. હવે હોંગકોંગની એક વાયરલોલૉજિસ્ટ (Virologist)એ ચીનના આ દાવાને લઇને ચોંકવનારો ખુલાસો કર્યો છે.

હોંગકોંગથી જીવ બચાવીને અમેરિકા પહોંચેલી આ વૈજ્ઞાનિકે ખુલાસો કર્યો છે કે કોરોનાવાયરસને લઇને ચીન ખૂબ પહેલાથી જાણતું હતું. હોંગકોંગ સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થમાં વાયરોલોજી અને ઇમ્યૂનોલોજીના વિશેષજ્ઞ લિ-મેંગ યાને ફૉક્સ ન્યૂઝને શુક્રવારે ઇન્ટરવ્યૂમાં અનેક મોટા ખુલાસા કર્યા. તેમણે કહ્યું કે મહામારીની શરૂઆતમાં જ તેમની રિસર્ચ અને સુપરવાઇઝર્નને ઇગ્નોર કરવામાં આવ્યું. જે આ ફિલ્ડની દુનિયામાં ટૉપ એક્સપર્ટ છે. તે માને છે કે જો આવું કર્યું હોત તો અનેક લોકોનું જીવન બચી શક્યું હતું.

આ પણ વાંચો : સેનાનો દાવો- LOC પર 250-300 આંતકીઓએ કર્યો છે જમાવડો, ધૂસણખોરીની કરી રહ્યા છે તૈયાર

યાને કહ્યું કે કોવિડ 19 પર સ્ટડી કરનાર દુનિયાના પહેલા કેટલાક વૈજ્ઞાનિકોમાંથી તે એક હતી. તેમણે કહ્યું કે ચીન સરકારે વિદેશી અને ત્યાં સુધીને હોંગકોંગના વિશેષજ્ઞોને પણ રિસર્ચમાં જોડાવાની ના પાડી. યાને કહ્યું કે પહેલા તેમના સાથીયોથી આ વાયરસ પર ખૂબ જ જલ્દી ચર્ચા કરવાની વાત થઇ હતી. પણ ધીરે ધીરે તમામ ડૉક્ટર્સ અને શોધકર્તાઓએ ચુપ્પી સાંધી લીધી અને બીજાને પણ ચેતવણી આપવામાં આવી કે આ મામલે જાણકારી ન આપે. યાને કહ્યું કે ડૉક્ટરોએ પણ કહ્યું કે અમે આ મામલે વાત ના કરી શકીએ. પણ માસ્ક પહેરવાની જરૂરત છે. તેમના સુત્રો મુજબ પછી માનવથી માનવ સંક્રમણ તેજીથી વધ્યું. અને તે પછી યાને ત્યાંથી નીકળવાનો નિર્ણય કર્યો.

વધુ વાંચો : કોરોના : વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનેને મુંબઈની ધારાવી ઝૂંપડપટ્ટીને સફળ મૉડલ ગણાવ્યુંયાને કહ્યું કે તે સમયે તેમની પાસે ખાલી પાસપોર્ટ અને પર્સ હતું. તેમને બીજું બધુ જ ત્યાં છોડવું પડ્યું. કારણ કે જો તે ત્યાં પકડી જાત તો તેમને જેલમાં નાંખવામાં આવત કે ગાયબ કરી દેવામાં આવત. યાને કહ્યું કે ચીની સરકારે તેમની પ્રતિષ્ઠાને બગડવાનો પણ પ્રયાસ કર્યો. અને સરકારના ગુંડાઓએ તેને ચુપ કરવા માટે સાઇબર અટેક પણ કર્યા. યાને મીડિયાને ત્યાં સુધી કહ્યું કે હોંગકોંગ સરકારના ગૃહનગરમાં તેમના નાના એપાર્ટમેન્ટને પણ તોડી દેવામાં આવ્યા અને તેમના માતા પિતાથી પણ પુછપરછ કરવામાં આવી. તેમણે કહ્યું કે હવે તેના જીવને ખતરો છે. અને તેમને એ પણ ડર છે કે કદી પોતાના ઘરે જઇને તેમના મિત્રો અને પરિવારના લોકોને નહીં મળી શકે.

જે માટે તેણે દુ:ખ વ્યક્ત કર્યું હતું.
Published by: Chaitali Shukla
First published: July 11, 2020, 5:11 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading