Home /News /national-international /ભારે કરી! બોયફ્રેન્ડ હોવા છતાં આ મહિલાએ રજાઈ સાથે કર્યા લગ્ન, પરિવાર અને મિત્રોની હાજરીમાં બનાવી પાર્ટનર

ભારે કરી! બોયફ્રેન્ડ હોવા છતાં આ મહિલાએ રજાઈ સાથે કર્યા લગ્ન, પરિવાર અને મિત્રોની હાજરીમાં બનાવી પાર્ટનર

મહિલાએ રજાઈ સાથે કર્યા લગ્ન

એક બોયફ્રેન્ડ હોવા છતાં પણ આ મહિલાએ રજાઈ સાથે લગ્ન કર્યા હતા. સિંગલ બેડની રજાઈને તે પોતાના એકલાપણાનો સાથી માને છએ અને તેને પતિ તરીકે, બોયફ્રેન્ડની જગ્યાએ તેને પસંદ કરી હતી.

    કહેવાય છે કે, પ્રેમ આંધળો હોય છે, તે ન તો ધર્મ, સમુદાય, રંગ, ઉંમર કે લિંગ જોવે છે. પણ શું તમે ક્યારેય સાંભળ્યું છે કે, કોઈ માણસ કોઈ નિર્જીવ વસ્તુ સાથે આવી રીતે પ્રેમ કરવા લાગે, જેમ બે માણસો કરતા હોય છે? આ એ શક્ય છે અને ઘણ વાર સાંભળવા મળે છે કે, કોઈ ઢીંગલીને પોતાનું લાઈફ પાર્ટનર બનાવે છે. પણ શું તમે ક્યારેય સાંભળ્યું છે કે, કોઈ રજાઈ સાથે લગ્ન કરે. આવી જ એક મહિલાએ થોડા વર્ષ પહેલા કર્યું હતું. જેણે હાલમાં જણાવ્યું હતું કે, તેનો પતિ તેનો સૌથી સાચ્ચો સાથી છે.

    ડેલી સ્ટાર ન્યૂઝ વેબસાઈટના રિપોર્ટ અનુસાર ઈંગ્લેન્ડની પાસ્કેલ સેલિકે વર્ષ 2019માં વેલેન્ટાઈન્સ ડેના અવસર પર લગ્ન કર્યા હતા. હૈરાન થવા જેવી વાત એ નથી કે મહિલાએ લગ્ન કર્યા, પણ નવાઈ લાગે તેવી વાત એ છે કે, તેણે કોની સાથે લગ્ન કર્યા. એક બોયફ્રેન્ડ હોવા છતાં પણ આ મહિલાએ રજાઈ સાથે લગ્ન કર્યા હતા. સિંગલ બેડની રજાઈને તે પોતાના એકલાપણાનો સાથી માને છએ અને તેને પતિ તરીકે, બોયફ્રેન્ડની જગ્યાએ તેને પસંદ કરી હતી.


    પરિવારની સામે બોયફ્રેન્ડ સાથે લગ્ન કર્યા


    નવાઈની વાત એ પણ છે કે, જ્યારે આ મહિલાએ વિચિત્ર લગ્ન કર્યા હતા, ત્યારે પોતાના પરિવાર અને મિત્રોને પણ આમંત્રણ આપ્યું હતું. તેનો બોયફ્રેન્ડ પણ અજીબોગરીબ લગ્નમાં જોડાયો હતો. મહિલાએ એક શોને આપેલા ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, તેની પાસે કેટલીય રજાઈ છે. પણ તેમાંથી તેને એક જ રજાઈ ગમે છે, જેને તે ખૂબ પ્રેમ કરે છે. લગ્ન કરવા પાછળનું એક ખાસ ઉદ્દેશ્ય પણ હતો. તે લોકોને પોતાની જાત સાથે પ્રેમ કરવા અને પોતાની જાતને દેખરેખ રાખવા માટે જાગૃત કરવા માગે છે. સાથે જ એ કહેવા માગે છે કે, ખુશ રહેવા માટે કોઈ માણસ સાથે જ સંબંધ બાંધવો જરુરી નથી.
    Published by:Pravin Makwana
    First published:

    Tags: Ajab gajab news, Viral news

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन