Home /News /national-international /VIDEO: બાઈક સવાર ચાર યુવકોને રોકવા પોલીસને ભારે પડ્યું, રસ્તા પર દોડાવી દોડાવીને માર્યા
VIDEO: બાઈક સવાર ચાર યુવકોને રોકવા પોલીસને ભારે પડ્યું, રસ્તા પર દોડાવી દોડાવીને માર્યા
પોલીસ જવાન સાથે યુવકોની દબંગાઈ
ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાંથી એક વીડિયો સામે આવ્યો છે, જે હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં ચાર યુવક પોલીસ કર્મીને રસ્તાની વચ્ચે દોડાવી દોડાવીને મારી રહ્યા છે.
Lucknow News: ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાંથી એક વીડિયો સામે આવ્યો છે, જે હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં ચાર યુવક પોલીસ કર્મીને રસ્તાની વચ્ચે દોડાવી દોડાવીને મારી રહ્યા છે. વાયરલ વીડિયોમાં પોલીસ કર્મી આગળ આગળ ભાગી રહ્યો છે, તો વળી અમુક યુવકો તેનો પીછો કરી રહ્યા છે. આ દરમિયાન એક યુવક પોલીસ કર્મીનો મોબાઈલ ફોન પણ રસ્તા પર પછાડી તોડી નાખે છે. આ સમગ્ર ઘટનાનો વીડિયો ત્યાં ઊભેલા એક શખ્સે ઉતારી લીધો, જે હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
આ ઘટના લખનઉના પારા પોલીસ ક્ષેત્રની હોવાનું કહેવાય છે. મીડિયા રિપોર્ટ અનુસાર, બંથરા પોલીસમાં તૈનાત દીવાન શ્રીકાંત બુધવારે મોડી રાતે ચેકીંગ કરી રહ્યા હતા. આ દરમિયાન તેમણે એક બાઈક પર ચાર યુવકો હોબાળો મચાવતા દેખાયા. જેના પર દીવાન શ્રીકાંતે તેમને રોક્યા અને રસ્તા પર દેકારો નહીં કરવા જણાવ્યું હતું. જે બાદ ચારેય યુવકો દીવાન શ્રીકાંત સાથે લડી પડ્યા, તેમની સાથે અભદ્રતા કરવા લાગ્યા. ત્યાર બાદ ચાર યુવકોએ દીવાનને રસ્તાની વચ્ચોવચ દોડાવી દોડાવીને માર્યા હતા.
જેમનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તો વળી એક શખ્સ બચાવ કરતા પોલીસ કર્મી શ્રીકાંતને બચાવાની કોશિશ કરી. જેની થોડી વાર પછી ચારેય છોકરાઓ ત્યાંથી નિકળી ગયા હતા. આ બાદ દીવાને પોલીસ ચોકીએ જઈને ચારેય યુવકો વિરુદ્ધ ફરિયાદ નોંધી લીધી છે. પોલીસે દીવાનની ફરિયાદ પર કેસ ફાઈલ કર્યો છે. એસીપી કાકોરી અનિધ્ય વિક્રમ સિંહે જણાવ્યું છે કે, દીવાન શ્રીકાંત તરફથી દલીલ આપવામાં આવી છે, જેના આધારે મારપીટ, સરકારી કામમાં અડચણ નાખવા સહિત અન્ય કલમો અંતર્ગત ફરિયાદ નોંધી લેવામાં આવી છે.
પોલીસે જણાવ્યું છે કે, વીડિયો વાયરલ થયા બાદ યુવકોની શોધ માટે ટીમ કામે લાગી ગઈ છે. તેમાંથી એક યુવક સલેમપુર પતૌરા નિવાસી અનિલ તરીકે ઓળખાણ થઈ ગઈ છે. તેની ધરપકડ માટે ટીમ નિકળી ગઈ છે. તેની સાથે અન્યની શોધ પણ ચાલી રહી છે. પોલીસે અનિલ નામના શખ્સની ધરપકડ કરી છે અને તેની સાથે પૂછપરછ થઈ રહી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર