બુલંદશહેર : યૂપીના (Uttar Pradesh)બુલંદશહર (Bulandshahr)જિલ્લામાં ખાનપુર થાના ક્ષેત્રના ખીદરપુર ગામમાં 13 નવેમ્બરની રાત્રે બર્થ ડે પાર્ટીમાં (Birthday party)એક યુવકે પોતાના મોટા ભાઇ અને ભાભીને ગોળી મારી હતી. સૂચના મળવા પર સ્થળ પર પહોંચેલી પોલીસે આરોપી મૂળચંદને પિસ્તોલ સાથે ધરપકડ કરી છે. જે પછી બંને ઇજાગ્રસ્તોને બુલંદશહર જિલ્લા હોસ્પિટલમાં મોકલી આવ્યા હતા. ત્યાંથી તેમને દિલ્હી રેફર કર્યા હતા. દિલ્હીના સફદરગંજ વિસ્તારમાં બંનેની સારવાર ચાલી રહી છે. આ ઘટનાક્રમ સમયે નાના-નાના બાળકો પોતાના અંકલને ગોળી ના ચલાવવાની વિનંતી કરી રહ્યા હતા. માસુમ બાળકો વિનંતી કરતા હોય તેવો વીડિયો હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ રહ્યો છે.
ઘટના ખાનપુર થાના ક્ષેત્રના ખીદપુર ગામની છે. મોહિત શર્માના ઘરે તેની પુત્રી માનસીનો બર્થ ડે કાર્યક્રમ ચાલી રહ્યો હતો. આ દરમિયાન દારૂ પાર્ટી પણ થઇ હતી. બતાવવામાં આવી રહ્યું છે કે મોહિત શર્માના નાના ભાઇ મુલચંદ શર્મા સાથે પૈતૃક સંપત્તિની વહેંચણીને લઇને ઝઘડો થયો હતો.
આ પછી બંને પક્ષોમાં મારપીટ થઇ હતી. વધારે વિવાદ થયો તો મુલચંદે પિસ્તોલ કાઢી હતી અને મોટા ભાઈ મોહિતની ગોળી મારી દીધી હતી. જે તેના હાથમાં લાગી હતી. ગોળીનો અવાજ સાંભળીને મોહિતની પત્ની પૂજા શર્મા વચ્ચે આવી હતી તો આરોપીઓએ તેને પણ ગોળી મારી દીધી હતી. પૂજાને ત્રણ ગોળી વાગી છે. " isDesktop="true" id="1152006" >
બતાવી દઈએ કે આરોપી મૂળચંદ સિક્યોરિટી ગાર્ડની નોઇડામાં નોકરી કરતો હતો. હાલ ગેરકાયદેસર પિસ્તોલ સાથે ખાનપુર પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. આ વિશે એસએસપી સંતોષ કુમાર સિંહનું કહેવું છે કે જમીનના વિવાદમાં આ આખી ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે. આરોપીની ધરપકડ કરી લેવામાં આવી અને પૂછપરછ કરવામાં આવી રહી છે. ગોળી લાગવાથી ઇજાગ્રસ્ત પતિ-પત્નીની હાલત ખતરાથી બહાર છે.
પ્રણય ત્રિકોણમાં વિદ્યાર્થીએ ગોળી મારીને વેપારીની હત્યા કરી
પ્રણય ત્રિકોણમાં એક વિદ્યાર્થીએ ગોળી મારીને એક સ્ક્રેપ વેપારીની હત્યા કરી દીધી છે. હત્યાનો આરોપી 19 વર્ષનો છે અને તે જયપુરમાં બીએસસી કરી રહ્યો છે. મર્ડર કરતા પહેલા આરોપીએ સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરીને ધમકી આપી હતી અને હથિયાર બતાવ્યું હતું. સોશિયલ મીડિયાની ફિલ્મી લડાઇ હકીકતમાં બદલાઇ ગઈ હતી. આરોપીએ સ્ક્રેપ વેપારીને ઘરની બહાર બોલાવી ગોળી મારી દીધી હતી. પોલીસે આરોપીની ભરતપુરના ડીગમાથી ધરપકડ કરી છે. હત્યા પાછળ પ્રણય ત્રિકોણનો મામલો સામે આવ્યો છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર