Home /News /national-international /Viral Video: ...ને મહિલા સબ ઇન્સ્પેક્ટરે સસરાને ફટકાર્યા લાફા

Viral Video: ...ને મહિલા સબ ઇન્સ્પેક્ટરે સસરાને ફટકાર્યા લાફા

પોલીસે મહિલા સબ ઇન્સ્પેક્ટર વિરુદ્ધ સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધ્યો છે

Viral Video: વીડિયો વાયરલ થયા બાદ પોલીસે આ સમગ્ર મામલે સંજ્ઞાન લીધું છે. પોલીસે મહિલા સબ ઇન્સ્પેક્ટર વિરુદ્ધ સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધ્યો છે

    નવી દિલ્હી: એક મહિલા સબ ઇન્સ્પેક્ટરે તેની માતા અને એક અન્ય પોલીસકર્મીની હાજરીમાં પોતાના સસરાને લાફા ફટકાર્યા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વીડિયો વાયરલ થયા બાદ પોલીસે આ સમગ્ર મામલે સંજ્ઞાન લીધું છે. પોલીસે મહિલા સબ ઇન્સ્પેક્ટર વિરુદ્ધ સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. કહેવાઇ રહ્યું છે કે, આ ઘટના રવિવારે વૃદ્ધ વ્યક્તિના ઘરે બની હતી.

    વીડિયો અનુસાર, સબ ઇન્સ્પેક્ટર અને તેની માતાની તેના જ સસરા સાથે દલીલો થઇ રહી હતી. આ દરમિયાન જ ઉશ્કેરાયેલી પોલીસ મહિલાએ વૃદ્ધને લાફા માર્યા હતા. આટલું જ નહીં, સબ ઇન્સ્પેક્ટરની માતા પણ પીડિતને માર મારતી નજરે પડી રહી છે. આ સમગ્ર ઘટના સમયે ત્યાં હાજર અન્ય પોલીસકર્મી વચ્ચે પડ્યો હતો અને વૃદ્ધને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. મળતી માહિતી અનુસાર, આ વીડિયો દિલ્હીના લક્ષ્મીનગર વિસ્તારનો હોવાનું કહેવાઇ રહ્યું છે.
    " isDesktop="true" id="1247252" >

    આ પણ વાંચો: હની ટ્રેપનો ઉપયોગ કરી બદમાશ હાથીને પકડવાનો કર્યો પ્રયત્ન

    પોલીસ અનુસાર, આ મામલે સંજ્ઞાન લેતા કાર્યવાહી કરવામાં આવી છે. સાથે જ જણાવ્યું કે, વાયરલ વીડિયો લક્ષ્મીનગર વિસ્તારનો છે. એક ફરિયાદના આધારે આઇપીસીની કલમ 323 (સ્વેચ્છાએ ઇજા પહોંચાડવી) અને 427 હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.

    ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (પૂર્વ) પ્રિયંકા કશ્યપના જણાવ્યા અનુસાર, કાર્યવાહી પણ શરૂ કરી દેવામાં આવી છે. દોષિત પોલીસ અધિકારી સામે યોગ્ય વિભાગીય/શિસ્તના પગલાં લેવા માટે સંબંધિત શિસ્ત સત્તાધિકારી સાથે માહિતી શેર કરવામાં આવી રહી છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, દક્ષિણ જિલ્લાના ડિફેન્સ કોલોની પોલીસ સ્ટેશનમાં તૈનાત એક મહિલા સબ ઈન્સ્પેક્ટરનો તેના સાસરિયાઓ સાથે વૈવાહિક વિવાદ ચાલી રહ્યો છે. અધિકારીએ કહ્યું કે, અમે ગેરવર્તણૂકનો રિપોર્ટ દાખલ કરીશું અને દક્ષિણ જિલ્લા પોલીસ આ મામલે જરૂરી કાર્યવાહી કરશે.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: National news, Trending news, Viral news

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन