Video: રસ્તો ક્રોસ કરી રહેલી વૃદ્ધ મહિલા પર ટ્રક ફરી વળી, જાણો પછી શું થયું...

Video: રસ્તો ક્રોસ કરી રહેલી વૃદ્ધ મહિલા પર ટ્રક ફરી વળી, જાણો પછી શું થયું...
Viral Video જોઈને અનેક સોશિયલ મીડિયા યૂઝર્સ તેને ભગવાનનો ચમત્કાર માની રહ્યા છે, જાણો શું છે કારણ

Viral Video જોઈને અનેક સોશિયલ મીડિયા યૂઝર્સ તેને ભગવાનનો ચમત્કાર માની રહ્યા છે, જાણો શું છે કારણ

  • Share this:
    નવી દિલ્હીઃ સોશિયલ મીડિયા (Social Media) પર અનેકવાર નવા વીડિયો આવતા રહે છે. તેમાંથી કેટલાક વીડીયો એવા હોય છે જેને જોઈને દરેક વ્યક્તિ આશ્ચર્યમાં મૂકાઈ જાય છે. દરેક વ્યક્તિ એવા વિચારમાં પડી જાય છે કે આવું થઈ કેવી રીતે શકે. આવો જ એક વીડિયો (Viral Video) હાલમાં ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે રસ્તા પર એક મહિલાની ઉપરથી ભારે ભરખમ ટ્રક પસાર થઈ જાય છે. પરંતુ મહિલાને કોઈ ગંભીર ઈજા નથી થતી. આ વીડિયો લોકોની વચ્ચે ચર્ચાનો વિષય બની ગયો છે.

    ઇન્ટરનેટ પર વાયરલ થયેલો આ વીડિયો તમિલનાડુનો હોય એવું કહેવામાં આવી રહ્યું છે. તેને ચીનના મીડિયા પોર્ટલ સીજીટીએને ટ્વીટર પર શૅર કર્યો છે. વીડિયો 2 ડિસેમ્બરનોછે. તેમાં જોઈ શકાય છે કે એક વૃદ્ધ મહિલા કોઈ કામથી ઘરની બહાર ગઈ હતી. આ દરમિયાન તે ગુલાબી સાડીમાં છે અને રસ્તો ક્રોસ કરી રહી હતી. ત્યારે એક ટ્રક ત્યાંથી વળી રહ્યો હતો.



    આ પણ વાંચો, આ દેશના લોકોને આપવો પડે છે સૌથી વધુ ટેક્સ, જાણો ભારત કેટલા નંબર પર

    ટ્રક ચાલકની નજર મહિલા પર પડી જ નહીં અને મહિલા ટ્રકની નીચે પટકાઈ ગઈ. વીડિયોમાં સ્પષ્ટ જોઇ શકાય છે કે મહિલાની ઉપરથી ટ્રક પસાર થઈને આગળ જઈને રોકાઈ ગઈ. આ દરમિયાન મહિલા રસ્તા પર જ પડી રહી. જોકે નસીબ સારા હતા કે મહિલા ટ્રકના ટાયરની નીચે ન આવતાં તે બચી ગઈ હતી. ટ્રક પણ ઊંચી હતી. એવામાં નીચેની જગ્યાના કારણે ટ્રક ઉપરથી પસાર થઈ ગઈ અને વૃદ્ધ મહિલાને કોઈ ગંભીર ઈજા ન થઈ.

    આ પણ વાંચો, જમીન વહેંચણીમાં વિવાદ થતાં પિતાની ધારદાર હથિયારથી કરી હત્યા, લાશને બોરીમાં છુપાવી

    બાદમાં સ્થાનિક પોલીસે ટ્રક ચાલકની વિરુદ્ધ કેસ નોંધી લીધો અને તેની બેદરકારીથી ડ્રાઇવિંગ કરવાના આરોપમાં ધરપકડ કરી લીધી. આ વીડિયોને અત્યાર સુધી 9600 વાર જોવામાં આવી ચૂક્યો છે. કેટલાક ઇન્ટરનેટ યૂઝર્સ તેને ભગવાનનો ચમત્કાર માની રહ્યા છે.
    Published by:Mrunal Bhojak
    First published:December 08, 2020, 09:10 am

    ટૉપ ન્યૂઝ