VIDEO: ઘરમાં આગ લાગી તો 2 બાળકો ત્રીજા માળેથી કૂદ્યા, નીચે ઊભેલા લોકોએ કર્યા કૅચ

VIDEO: ઘરમાં આગ લાગી તો 2 બાળકો ત્રીજા માળેથી કૂદ્યા, નીચે ઊભેલા લોકોએ કર્યા કૅચ
ઘરમાં ભીષણ આગ લાગતાં 10 વર્ષના મોટા ભાઈએ બહાદુરી દર્શાવી પહેલા નાના ભાઈને નીચે ફેંક્યો અને પછી પોતે કૂદ્યો

ઘરમાં ભીષણ આગ લાગતાં 10 વર્ષના મોટા ભાઈએ બહાદુરી દર્શાવી પહેલા નાના ભાઈને નીચે ફેંક્યો અને પછી પોતે કૂદ્યો

  • Share this:
    પેરિસઃ ફ્રાન્સના ગ્રેનોબલ (Grenoble) શહેરથી એક વીડિયો વાયરલ (Viral Video) હાલમાં સોશિયલ મીડિયા (Social Media) પર ઘણો ચર્ચામાં છે. ગ્રેનોબલની એક સોસાયટીના બિલ્ડિંગમાં આગ લાગ્યા બાદ ઘરમાં ફસાયેલા બાળકો બારીની બહાર ત્રીજા માળેથી કૂદી પડ્યા. નસીબની વાત એ છે કે તેમને બચાવવા માટે બારીની નીચે અનેક લોકો એકત્ર થઈ ગયા હતા જેમણે આ બાળકોને કૅચ કરી તેમની જિંદગી બચાવી લીધી. એક બાળકની ઉંમર 10 વર્ષ જ્યારે નાના બાળકની ઉંમર 3 વર્ષ હોવાનું કહેવાય છે.

    ‘ધ સન’માં પ્રકાશિત રિપોર્ટ મુજબ, વાયરલ વીડિયોમાં બંને બાળકો બારીના માધ્યમથી નીચે કૂદતા જોવા મળી રહ્યા છે. જમીનથી બારીની ઊંચાઈ 40 ફુટથી પણ વધારે હોવાનું કહેવાય છે. બાળકોને કૅચ કરનારા લોકોમાંથી એક અતોમાની વાલિદે ફ્રેન્ચ રેડિયોને જણાવ્યું કે આગ એટલી ભીષણ હતી કે એવી સ્થિતિમાં અંદર જવું શક્યું નહોતું અને ન તો બાળકો વધુ વાર સુધી જીવતા રહી શકતા. એવામાં અમે લોકોએ નક્કી કર્યું કે બાળકોને કૂદવા માટે કહેવામાં આવે અને બધું સારું રહ્યું.




    આ પણ વાંચો, ખોટો ધર્મ જણાવી પ્રેમજાળ રચી, રાઝ ખુલતાં મા-દીકરીની હત્યા કરી આંગણામાં દાટી દીધા

    એક બાળકનો હાથ તૂટ્યો

    મળતી જાણકારી મુજબ, આ વીડિયો સામેની બિલ્ડિંગમાં રહેનારા એક વ્યક્તિએ ઉતાર્યો અને તેને સોશિયલ મીડિયા પર શૅર કર દીધો. ત્યારબાદથી વીડિયો ઘણો વાયરલ થઈ ગયો. વાલિદે જણાવ્યું કે, બંને બાળકોથી એકને કૅચ કરવા દરમિયાન હાથ તૂટી ગયો છે, જોકે તેની જિંદગી બચી ગઈ તે અમારા માટે સંતોષની વાત છે.


    આ પણ વાંચો, આયુર્વેદિક સ્પા સેન્ટરની આડમાં થઈ રહ્યો હતો દેહવેપાર, 2 યુવતીઓ સહિત 5ની ધરપકડ

    મળતી જાણકારી મુજબ, બિલ્ડિંગના એક ફ્લેટમાં ગેસ એક્સપ્લોઝન થયો હતો. ત્યારબાદ આસપાસના અનેક ફ્લેટ્સ સુધી સપણ આગ ફેલાઈ ગઈ. વાલિદે જણાવ્યું કે બંને બાળકોએ પણ ઘણી બહાદુરી દર્શાવી. 10 વર્ષના બાળકે પહેલા 3 વર્ષના પોતાના ભાઇને નીચે ફેંક્યો અને પછી જાતે નીચે કૂદ્યો. બાળકોની હાલત હાલ ઠીક છે. જોકે આ બંનેને હાલમાં હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
    Published by:Mrunal Bhojak
    First published:July 23, 2020, 15:36 pm

    टॉप स्टोरीज