Home /News /national-international /VIDEO: બે સગી બહેનોએ એક જ યુવક સાથે કર્યા ધામધૂમથી લગ્ન, બંને બહેનો છે આઈટી એન્જીનિયર
VIDEO: બે સગી બહેનોએ એક જ યુવક સાથે કર્યા ધામધૂમથી લગ્ન, બંને બહેનો છે આઈટી એન્જીનિયર
બે સગી બહેનોએ એક યુવક સાથે કર્યા લગ્ન
મહારાષ્ટ્રના સોલાપુરમાં બે જોડીયા બહેનોએ એક જ યુવક સાથે લગ્ન કર્યા છે. ત્રણેયની લવ સ્ટોરી ગજબની છે. સોશિયલ મીડિયા પર તેમના લગ્નનો એક વીડિયો પણ વાયરલ થયો છે.
સોલાપુર: મહારાષ્ટ્રના સોલાપુરમાં બે જોડીયા બહેનોએ એક જ યુવક સાથે લગ્ન કર્યા છે. ત્રણેયની લવ સ્ટોરી ગજબની છે. સોશિયલ મીડિયા પર તેમના લગ્નનો એક વીડિયો પણ વાયરલ થયો છે. જેમાં વરમાળાની રસમ પુરી કરતા હોવાનું દેખાઈ રહ્યું છે. વર-વધુ પક્ષના લોકોની વચ્ચે વરના મિત્રો ખભ્ભા પર ઉચકીને લઈ જાય છે. ત્યાર બાદ દુલ્હનના પરિવારના લોકો ઉઠાવીને વરના ગળામાં હાર નખાવે છે.
પ્રાપ્ત વિગતો અનુસાર જોઈએ તો, યુવકનું નામ અતુલ છે. છોકરીનું નામ પિંકી અને રિંકી છે. અતુલ મલશીરસમ તાલુકાના રહેવાસી છે. તેની ટ્રાવેલ એજન્સી છે. તો વળી બંને બહેનો આઈટી એન્જીનિયર છે. થોડા દિવસ પહેલા છોકરીઓના પિતાની તબિયત ખરાબ થઈ ગઈ, જેમા તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, ત્યારે અતુલની એજન્સીની કાર લઈ ગયા હતા.
સારવાર બાદ પિતાનું દેહાંત થઈ ગયું. પણ અતુલ અને બંને છોકરીઓ વચ્ચે મોટા ભાગે વાતચીત થતી રહેતી. વાતચીત આગળ વધી તો ત્રણેયે લગ્ન કરવાનો નિર્ણય કર્યો. છોકરીઓએ તેની માતા અને અતુલે પોતાના પરિવારને વાત જણાવી સારી વાત એ છે કે, બંને પક્ષ રાજી થઈ ગયા.
સોશિયલ મીડિયા પર ચર્ચા
સોશિયલ મીડિયા પર આ લગ્નની ચર્ચા થઈ રહી છે. અમુક લોકો મોંઘવારીૉમાં બે પત્નીઓ પર કટાક્ષ કરી રહ્યા છે, તો વળી અમુક લોકો સાચ્ચા પ્રેમનું ઉદાહરણ આપી રહ્યા છે. અમુક લોકો ત્રણેયને આશીર્વાદ આપીને મંગલ જીવનની કામના કરી રહ્યા છે.
Published by:Pravin Makwana
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર