Home /News /national-international /VIDEO: મુંબઈ લોકલ ટ્રેનમાં લટકીને મુસાફરી કરી રહ્યો હતો યુવક, સિગ્નલના થાંભલે ટકરાયો

VIDEO: મુંબઈ લોકલ ટ્રેનમાં લટકીને મુસાફરી કરી રહ્યો હતો યુવક, સિગ્નલના થાંભલે ટકરાયો

મુંબઈની લોકલ ટ્રેનમાં સવાર દાનિશ અન્ય મુસાફરો સાથે દરવાજા પર લટકતો હતો (Image: video grab)

Viral video - પૂણેથી મુંબઈ સીએસએમટી જઈ રહેલી ડેક્કન ક્વીન ટ્રેનના મુસાફરો લોકલ ટ્રેનનો વીડિયો બનાવી રહ્યા હતા. આ દરમિયાન આ અકસ્માત મોબાઈલ કેમેરામાં રેકોર્ડ થયો

સોશિયલ મીડિયા (social media) પર અવારનવાર ઘણા અકસ્માતના વીડિયો વાયરલ થતા હોય છે. થોડા દિવસો પહેલા મુંબઈ લોકલ ટ્રેનનો એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં ટ્રેનના દરવાજા પાસે ઉભી રહેલી એક યુવતી અચાનક સામેથી આવતી બીજી ટ્રેનના અવાજથી ડરી જતાં ટ્રેનની નીચે પડી જાય છે. પરંતુ અન્ય મુસાફરોની સૂઝબૂઝથી તેનો જીવ બચી જાય છે. ત્યારે હવે સોશિયલ મીડિયા પર આવો જ વધુ એક વીડિયો વાયરલ (Video Viral) થઈ રહ્યો છે, જેમાં જોઈ શકાય છે કે મુંબઈ લોકલ ટ્રેન (Mumbai Local train)ના દરવાજા પર લટકતો એક યુવક સિગ્નલના થાંભલે અથડાઈને પાટા પર પડે છે.

ગુરુવારે સવારે 9.30 વાગ્યે કલવા અને થાણે રેલવે સ્ટેશન વચ્ચે આ ઘટના બની છે. ઈજાગ્રસ્ત યુવકની ઓળખ દાનિશ હુસૈન ખાન (18) તરીકે થઈ છે, જે ટ્રેન દ્વારા દાદર જવા નીકળ્યો હતો. સરકારી રેલવે પોલીસ (જીઆરપી)ના એક અધિકારીએ જણાવ્યું કે ઘાયલને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, જ્યાં તેની હાલત સ્થિર છે.

આ પણ વાંચો - શાળામાં બાળકો સામે જ શિક્ષકે મહિલા શિક્ષિકાને ચપ્પલથી માર માર્યો, જુઓ VIRAL VIDEO

મુંબઈની લોકલ ટ્રેનમાં સવાર દાનિશ અન્ય મુસાફરો સાથે દરવાજા પર લટકતો હતો. વીડિયોમાં જોઈ શકાય છે કે જ્યારે ટ્રેન સિગ્નલ પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે દાનિશ થોડો વધુ બહારની તરફ વળ્યો, જેના કારણે તે પોલ સાથે અથડાઈને પાટા પર પડ્યો હતો. પોલીસ અધિકારીએ જણાવ્યું કે દાનિશ કલવાના ભાસ્કર નગરમાં રહે છે. તેને પગ અને હાથમાં ઈજા થઈ છે. ઘટનાના લગભગ 20 મિનિટ પછી તેના સંબંધીઓ અને અન્ય કેટલાક લોકો તેને હોસ્પિટલ લઈ ગયા. તેમણે કહ્યું કે આ ઘટનાના સંબંધમાં કેસ નોંધવામાં આવી રહ્યો છે અને તપાસ કરાઈ રહી છે.



ડેક્કન ક્વીનમાં મુસાફરી કરનારે બનાવ્યો વીડિયો

પૂણેથી મુંબઈ સીએસએમટી જઈ રહેલી ડેક્કન ક્વીન ટ્રેનના મુસાફરો લોકલ ટ્રેનનો વીડિયો બનાવી રહ્યા હતા. આ દરમિયાન આ અકસ્માત મોબાઈલ કેમેરામાં રેકોર્ડ થયો હતો. રેલવે અધિકારીઓએ જણાવ્યું કે દાનિશ વ્યવસાયે મજૂર છે, જે ડેકોરેશન ફર્મમાં કામ કરે છે. તેના પરિવારમાં તેની માતા, મોટી બહેન અને એક નાનો ભાઈ છે. પરિવારની જવાબદારી દાનિશના ખભા પર છે. હોસ્પિટલમાં મળેલી સારવાર બાદ દાનિશનો જીવ જોખમની બહાર છે, પરંતુ ફ્રેક્ચરને કારણે તેને થોડો સમય પથારીમાં રહેવું પડશે.
First published:

Tags: Social media, Video viral