ચેન્નઇ : હાલના દિવસોમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ (Viral video)થઇ રહ્યો છે. જેમાં કેટલાક સ્કૂલના વિદ્યાર્થી અને વિદ્યાર્થિની બીયર પીતા (Students drink beer)જોવા મળી રહ્યા છે. રિપોર્ટ પ્રમાણે આ વીડિયો તમિલનાડુના (Tamil Nadu)ચેંગલપટ્ટુ જિલ્લાનો છે. જેમાં ચાલું બસમાં વિદ્યાર્થી અને વિદ્યાર્થિની બીયર પીતા જોવા મળી રહ્યા છે. ઇન્ડિયા ટૂડેના એક રિપોર્ટ પ્રમાણે આ વીડિયો ક્લિપ કોઇ એક વિદ્યાર્થીએ રેકોર્ડ કર્યો હતો અને સોશિયલ મીડિયા (Social media)પર અપલોડ કર્યો હતો.
બતાવવામાં આવી રહ્યું છે કે આ વિદ્યાર્થી ચેંગલપટ્ટુના એક સરકારી સ્કૂલના છે. જ્યારે આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો તો દાવો કર્યો હતો કે આ વીડિયો ઘણો જૂનો છે. જોકે પછી જાણ થઇ હતી કે આ ઘટના મંગળવારની છે. સ્થાનીય મીડિયામાં પણ આ સમાચાર બતાવવામાં આવી રહ્યા છે.
આ બધા વિદ્યાર્થી પોતાના સ્કૂલ યુનિફોર્મમાં તિરુકાઝુંકુંદ્રમથી ઠાચુર જઇ રહેલી બસમાં સવાર હતા. સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થતા જ રાજ્યમાં હડકંપ મચી ગયો છે. જિલ્લાના શિક્ષણ અધિકારીને જ્યારે આ ઘટના વિશે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે અધિકારીએ ઘટનાની સંજ્ઞાન લીધી છે અને સ્થાનીય પોલીસ તપાસમાં લાગી ગઇ છે. તપાસ પુરી થયા પછી ઉચિત કાર્યવાહી કરવામાં આવશે.
ધો. 12 પાસ કરાવી દઇશ, પણ એક વાર, પ્રિન્સિપાલની ઓફરથી છાત્રાના હોશ ઊડી ગયા
મહિલાઓ સામે અત્યાચારના કિસ્સામાં (women harassment) દરરોજ વધારો થઈ રહ્યો છે. ઘર, રોડ - રસ્તા કે સ્કૂલ સહિત (school) કોઈ પણ સ્થળે મહિલાઓ સુરક્ષિત ન હોવાનું ફલિત થઈ રહ્યું છે. શાળાઓમાં પણ છાત્રાઓ સાથે અડપલાં થયા હોવાના અનેક કિસ્સા સામે આવ્યા છે. ત્યારે છત્તીસગઢમાં (Chhattisgarh) ધો. 12 પાસ કરાવવાનું કહી છાત્રા પર શારીરિક સંબંધ બાંધવા પ્રિન્સિપાલ (Principal) દ્વારા દબાણ થતું હોવાનું જાણવા મળે છે. આ ઘટના અંગે પોલીસ ફરિયાદ (police complaint) થઈ છે. " isDesktop="true" id="1192154" > છત્તીસગઢના સૂરજપુર જિલ્લામાં શિક્ષણ વ્યવસ્થાની હાલત ખૂબ જ ખરાબ હોવાનું ઉદાહરણ ચંદ્રમેધાની સ્કૂલનું છે. ચંદ્રમેધા સ્થિત સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાના પ્રિન્સિપાલના કૃત્યએ જિલ્લાના શિક્ષણ વિભાગને શરમમાં મુકી દીધું છે. સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા ચંદ્રમેધામાં બારમા ધોરણમાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીનીએ ચંદ્રા પોલીસ ચોકીમાં શાળાના આચાર્ય વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર