Video: નાગિનના મોત પછી ન્યાય માંગવા પોલીસ સ્ટેશન પહોંચ્યો નાગ, પોલીસના ઉડી ગયા હોશ

નાગ પોલીસ સ્ટેશન પહોંચ્યો અને થાનેદારની ઓફિસ સામે રસ્તા પર જ ઉભો રહ્યો

viral video- નાગ-નાગિનના બદલાની કહાની અત્યાર સુધી પુસ્તકોમાં કે ફિલ્મોમાં જ આપણે જોઈ છે

  • Share this:
    આઝમગઢ : નાગ-નાગિનના બદલાની કહાની અત્યાર સુધી પુસ્તકોમાં કે ફિલ્મોમાં જોવા મળતી હતી. જોકે ઉત્તર પ્રદેશના (uttar pradesh)આઝમગઢ (Azamgarh)જિલ્લામાં મેંહનગરમાં નાગિનના મોત પછી એક નાગને (Cobra)પોલીસ સ્ટેશન પહોંચીને ન્યાય માંગતા લોકોએ પોતાની આખે જોયો હતો. કોઇ રીતે નાગને પકડીને જંગલમાં છોડી દેવામાં આવ્યો છે. નાગની આ કહાની વિસ્તારમાં ચર્ચાનો વિષય બની છે. લોકોનું માનવું છે કે નાગ પછી પાછો આવશે અને નાગિનના મોતનું કારણ બનેલા લોકોને છોડશે નહીં. ઘટના મેંહનગર (Mehnagar Police Station)વિસ્તારની છે.

    નજરે જોનારાના મતે એક સપ્તાહ પહેલા શનિવારે સ્ટેશનમાં ફરિયાદીઓની ભીડ જમા હતી. આ દરમિયાન નાગ-નાગિનની જોડી થોડે દૂર હતી. ફરિયાદી સ્ટેશનમાં ફરિયાદ નોંધાવીને પાછા ફરી રહ્યા હતા તે દરમિયાન એક ફરિયાદીની કાર નાગિન પર ચડી ગઈ હતી. દુર્ઘટનામાં નાગિનનું મોત થયું હતું. આ પછી નાગ કારની પાછળ ભાગવા લાગ્યો. લોકોને લાગ્યું કે નાગ ક્યાંય ચાલ્યો ગયો છે અને પાછો આવશે નહીં. સ્થાનીય લોકોએ સ્ટેશન પાસે જ નાગિનને દફનાવી દીધી હતી. લોકોએ તેને સામાન્ય ઘટના માની હતી.


    આ દરમિયાન બે દિવસ પછી નાગ તે સ્થાને આવ્યો જ્યાં નાગિનને દફનાવી હતી. તેનાથી લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો. થોડા સમય પછી નાગ પોલીસ સ્ટેશન પહોંચ્યો અને થાનેદારની ઓફિસ સામે રસ્તા પર જ ઉભો રહ્યો હતો. કેટલાક પોલીસકર્મીઓએ તેને મારવાનો પ્રયત્ન કર્યો પણ થાનેદારે તેને રોકી લીધા હતા.

    આ પણ વાંચો - રજાઓ ગાળ્યા પછી માણસ ઘરે પાછો ફર્યો, જોયુ તો 'ગાયબ' થઈ ગયુ આખું ઘર!

    આ પછી નાગને ડસ્ટબિનનમાં મુકીને દૂર જંગલમાં છોડી દેવામાં આવ્યો હતો. આ ઘટના વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે. લોકોનું કહેવું છે કે નાગિનના મોત પછી નાગ ગુસ્સામાં છે અને કદાચ ફરિયાદ માટે સ્ટેશન પહોંચ્યો હતો.

    કુતરાને ક્રુર રીતે મારી રહ્યો હતો યુવક, દોડીને આવી ગાય અને લીધો બદલો

    વાયરલ વીડિયોમાં જોવા મળે છે કે એક યુવક કુતરાને કોઇપણ કારણ વગર પરેશાન કરતો જોવા મળે છે. કુતરાને ગળેથી પકડીને તેને ઉપર તરફ ખેંચી રહ્યો છે. જેના કારણે કુતરો પરેશાન થતો જોવા મળે છે. આ દરમિયાન કુતરો દર્દના કારણે ભોંકતો પણ જોવા મળે છે. આ પછી વીડિયોમાં એક ટ્વિસ્ટ આવે છે. યુવક કુતરાને પરેશાન કરી રહ્યો હોય છે ત્યારે અચાનક ગાય દોડીને આવે છે અને પોતાના શિંગડાથી યુવક પર હુમલો કરે છે. જેના કારણે યુવક કુતરાને છોડી મુકે છે. યુવક કશું સમજે તે પહેલા ગાય તેના પર હુમલો કરે છે અને યુવકને ઇજા પહોંચાડે છે
    Published by:Ashish Goyal
    First published: